Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 10:12 - પવિત્ર બાઇબલ C.L.

12 બળવાન થઈને હિમ્મત રાખજે. આપણે આપણા લોકો અને આપણા ઈશ્વરનાં શહેરો માટે ઉગ્ર જંગ ખેલીને શૌર્ય દાખવીએ. પછી જેવી પ્રભુની ઇચ્છા.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 હિમ્મત રાખજે, ને આપણે આપણા લોકને માટે તથા આપણા ઈશ્વરનાં નગરોને માટે મરદાઈ દાખવીએ. પછી યહોવાને જે સારું લાગે તે તે કરો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 બહાદુરી બતાવજો, આપણે આપણા લોકને માટે તથા ઈશ્વરના નગરોને માટે શૂરાતન બતાવીએ, પછી ઈશ્વર પોતાના ઉદ્દેશ માટે તેમને જે યોગ્ય લાગે તે મુજબ કરે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 પરંતુ તમે સૌ હિંમત રાખજો. અને આપણા લોકો માંટે અને આપણા દેવનાં નગરો માંટે બહાદુરીથી લડજો, અને યહોવાની જે ઇચ્છા હશે તે મુજબ થશે.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 10:12
24 Iomraidhean Croise  

યોઆબે તેને કહ્યું, “તને એમ ખબર પડે કે અરામીઓ મને હરાવી રહ્યા છે તો તું મારી મદદે આવજે અને આમ્મોનીઓ તને હરાવતાં જણાય તો હું તારી મદદે આવીશ.


પણ જો પ્રભુ મારા પર પ્રસન્‍ન ન થાય, તો પછી પ્રભુ તેમની ઇચ્છા પ્રમાણે કરે.”


હિંમત રાખજે! આપણે આપણા લોકો તથા આપણા ઈશ્વરનાં નગરો માટે ભારે જંગ ખેલીએ; પછી પ્રભુની ઇચ્છા હોય તેમ થાઓ.”


“દૃઢ અને હિંમતવાન બનો અને આશ્શૂરના સમ્રાટથી કે તેના સૈન્યથી ગભરાશો નહિ કે નાસીપાસ થશો નહિ; તેના પક્ષ કરતાં આપણો પક્ષ વધુ મજબૂત છે.


લોકોને ભયભીત થયેલા જોઈને મેં તેમને તથા તેમના આગેવાનો અને અધિકારીઓને કહ્યું, “આપણા દુશ્મનોથી ગભરાશો નહિ. પ્રભુ કેવા મહાન અને આદરણીય છે તે સંભારીને તમારા દેશબાંધવો, તમારાં સંતાનો, તમારી પત્નીઓ અને તમારાં ઘરો માટે લડો.”


તેથી યરુશાલેમ આવવા અને તેના પર હુમલો કરી અમારા કામમાં ખલેલ પહોંચાડવાનો તેમણે સૌએ મળીને પ્રપંચ કર્યો.


“જાઓ, સૂસાના બધા યહૂદીઓને એકત્ર કરો અને આજથી તમે બધા મારે માટે ઉપવાસ કરો. ત્રણ દિવસ સુધી રાત કે દિવસ કંઈ ખાશો કે પીશો નહિ. હું તથા મારી તહેનાતમાં રહેતી યુવતીઓ પણ તેમ જ કરીશું. તે પછી કાયદાથી વિરુદ્ધ હોવા છતાં હું રાજાને મળવા જઈશ. એમ કરવા જતાં મારું મૃત્યુ થાય તો તે પણ હું સ્વીકારી લઈશ.”


અને કહ્યું કે, “મારી માતાના ઉદરમાંથી હું જન્મ્યો ત્યારે કશું લીધા વગર આવ્યો હતો, અને હું મૃત્યુ પામીશ ત્યારેય સાથે કશું લઈ જવાનો નથી; પ્રભુએ આપ્યું અને પ્રભુએ પાછું લઈ લીધું; યાહવેના નામને ધન્ય હો!”


ત્યાંની ભૂમિ ફળદ્રુપ છે કે ક્સ વગરની અને ત્યાં ગાઢ જંગલો છે કે નહિ તેની તપાસ કરો. હિંમતપૂર્વક જાઓ અને ત્યાંની પેદાશમાંથી થોડાંક ફળ લેતા આવજો.” દ્રાક્ષ પાકવાની મોસમની શરૂઆતના એ દિવસો હતા.


જાગૃત રહો, વિશ્વાસમાં દૃઢ રહો. શૌર્ય દાખવો. બળવાન થાઓ.


બળવાન અને હિંમતવાન થાઓ. તેમનાથી ડરશો નહિ કે ભયભીત થશો નહિ. કારણ, તમારા ઈશ્વર પ્રભુ પોતે તમારી સાથે જાય છે. તે તમને નિષ્ફળ થવા દેશે નહિ કે તમને તજી દેશે નહિ.”


ત્યાર પછી મોશેએ યહોશુઆને બોલાવીને સર્વ ઇઝરાયલી લોકોની હાજરીમાં કહ્યું, “બળવાન અને હિંમતવાન થા; કારણ, જે દેશ આ લોકોને આપવા વિષે પ્રભુએ તેમના પૂર્વજો આગળ શપથ લીધા હતા તેનો કબજો લેવા તું જ આ લોકોને દોરી જશે.


તેમણે વિશ્વાસ દ્વારા સામ્રાજ્યો જીત્યાં, સત્ય પ્રમાણે વર્ત્યા અને ઈશ્વરનાં વચનો પૂરાં થતાં જોયાં. તેમણે સિંહોનાં મુખ બંધ કર્યાં.


તેથી આપણે નિર્ભય બનીને કહીએ, “પ્રભુ મારા મદદગાર છે, હું ડરીશ નહિ. માણસ મને શું કરી શકશે?”


જો કોઈ તારા આદેશ વિરુધ બંડ કરે અને તારા હુકમોની અવગણના કરે, પછી તે ગમે તે હોય, તો પણ તે માર્યો જાય. માત્ર એટલું જ કે તું બળવાન તથા હિમ્મતવાન થા.”


યાદ રાખ, મેં તને બળવાન તથા હિમ્મતવાન થવાની આજ્ઞા આપી છે; ગભરાઈશ નહિ કે હતાશ થઈશ નહિ. કારણ, જ્યાં કહીં તું જાય ત્યાં હું પ્રભુ તારો ઈશ્વર તારી સાથે છું.”


પણ ઇઝરાયલી લોકોએ પ્રભુને કહ્યું, “અમે પાપ કર્યું છે. તમારે જે કરવું હોય તે કરો. પણ અમને આટલી વાર બચાવો.”


પલિસ્તી સૈનિકોએ યોનાથાન અને યુવાનને બોલાવ્યા, “અહીં ઉપર આવો, અમે તમને કંઈક જણાવવા માગીએ છીએ.” યોનાથાને યુવાનને કહ્યું, “મારી પાછળ ઉપર આવ. કારણ, પ્રભુએ ઇઝરાયલને તેમની પર વિજય પમાડયો છે.”


યોનાથાને પેલા યુવાનને કહ્યું, “ચાલ, આપણે એ પરપ્રજાના પલિસ્તીઓની છાવણીમાં જઈ પહોંચીએ. પ્રભુ આપણી મદદ કરશે. જો પ્રભુ ઇચ્છે તો આપણે થોડા કે વધારે હોઈએ તો પણ આપણને વિજય મેળવવામાં કંઈ અવરોધ નડશે નહિ.”


દાવિદે શાઉલને કહ્યું, “એ પલિસ્તીથી કોઈએ ગભરાવાની જરૂર નથી. આ તમારો સેવક જઈને તેની સાથે લડશે.”


તેથી શમુએલે તેને બધું કહ્યું અને કંઈ છુપાવ્યું નહિ. એલીએ કહ્યું, “આખરે તો તે પ્રભુ છે, તેમને જે સારું લાગે તે કરે.”


હે પલિસ્તીઓ, હિંમતવાન બનો. લડાઈમાં મર્દાનગી દાખવો. નહિ તો હિબ્રૂઓ જેમ આપણા ગુલામો હતા તેમ આપણે તેમના ગુલામો બની જઈશુ; તેથી મરદની જેમ લડો.”


Lean sinn:

Sanasan


Sanasan