Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 1:23 - પવિત્ર બાઇબલ C.L.

23 “શાઉલ અને યોનાથાન પ્રિય અને મનોહર હતા, જીવતા હતા ત્યારે સાથે હતા અને મરતી વખતે પણ સાથે રહ્યા. તેઓ ગરુડ કરતાં વિશેષ વેગવાન અને સિંહ કરતાં બળવાન હતા.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 શાઉલ તથા યોનાથાન જીવતાં પ્રિય તથા ખુશકારક હતા, અને તેઓના મૃત્યકાળે તેઓ જુદા ન પડ્યા. તેઓ ગરૂડ કરતાં વેગવાન હતા, તેઓ સિંહો કરતાં બળવાન હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 શાઉલ અને યોનાથાન જીવન દરમ્યાન એકબીજા પ્રત્યે પ્રેમ કરતા હતા અને કૃપાળુ હતા, તેઓના મૃત્યુકાળે તેઓ જુદા ન પડ્યા. તેઓ ગરુડ કરતાં વધારે વેગવાન હતા, તેઓ સિંહોથી વધારે બળવાન હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 “શાઉલ તથા યોનાથાન એક બીજાને ચાહતા હતા, ને એક બીજાના સાહચર્યમાં આનંદ માંણતા હતા. જીવનમાં અને મૃત્યુમાં તેઓ કદી વિખૂટા પડયા નહોતા; તેઓ ગરુડ કરતાં વેગવાન અને સિંહો કરતાં બળવાન હતા.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 1:23
14 Iomraidhean Croise  

“અરે, ઇઝરાયલની પુત્રીઓ, શાઉલ માટે વિલાપ કરો, તેણે તમને કિંમતી રાજવી વસ્ત્ર પહેરાવ્યાં; તેણે તમને સુવર્ણ અલંકારોથી સોહાવી.


સરુયાના ત્રણ દીકરા યોઆબ, અબિશાય અને અસાહેલ ત્યાં હતા. અસાહેલ જંગલી હરણના જેટલી ઝડપથી દોડી શક્તો.


કાબ્સએલ નગરના યહોયાદાનો પુત્ર બનાયા બીજો એક ખ્યાતનામ સૈનિક હતો. તેણે મોઆબના બે નિપુણ યોદ્ધાઓને મારી નાખ્યા. વળી, એકવાર હિમવર્ષાના દિવસે તેણે કોતરમાં જઈને એક સિંહને મારી નાખ્યો.


દાવિદ વેરાનપ્રદેશમાં ગઢમાં હતો ત્યારે તેના સૈન્યમાં ગાદના કુળમાંથી જોડાનાર યુદ્ધકુશળ શૂરવીર સૈનિકોનાં નામ આ છે. તેઓ ઢાલ અને ભાલા વાપરવામાં પાવરધા હતા. વળી, સિંહના જેવા વિકરાળ અને પહાડી હરણના જેવા ચપળ હતા.


પાણીમાં સરક્તી બરુની હલકી હોડીઓની જેમ, અને શિકાર પર તરાપ મારતા ગરૂડની જેમ તેઓ વેગે ચાલ્યા જાય છે.


સિંહ પશુઓમાં સૌથી બળવાન મનાય છે, તે કોઈની સામે પોતાનો માર્ગ બદલતો નથી,


તેનું મુખ ચુંબન કરવા જેવું મીઠું છે; તે અતિ મનોહર છે. હે યરુશાલેમની નવયૌવનાઓ, એવું મારા પ્રીતમનું, મારા મિત્રનું સ્વરૂપ છે.


‘જુઓ, દુશ્મન વાદળની જેમ ચઢી આવે છે; તેના રથો વંટોળ જેવા અને તેના અશ્વો ગરુડ કરતાં વેગવાન છે.’ ‘અરે, આપણું આવી બન્યું, આપણે તો લૂંટાઈ ગયા!’


અમારો પીછો કરનારા આકાશમાંથી તરાપ મારતા ગરુડ કરતાં પણ વધુ વેગીલા હતા. તેઓ પર્વતો પર અમારી પાછળ પડયા; વેરાન પ્રદેશમાં તેમણે અમને અચાનક પકડી પાડયા.


જેની ભાષા તમે જાણતા નથી એવી પ્રજાને પ્રભુ ખૂબ દૂરથી, એટલે છેક પૃથ્વીને છેડેથી તમારી વિરૂધ લાવશે. તે તમારા પર ગરૂડની જેમ તરાપ મારશે.


તેથી સાતમે દિવસે સૂર્યાસ્ત પહેલાં નગરનાં માણસોએ તેને કહ્યું, “મીઠું શું છે મધ કરતાં? બળિયું શું છે સિંહ કરતાં?” શિમશોને જવાબ આપ્યો, “તમે મારી ગાયથી ખેડયું ન હોત, તો તમને તેના ઉકેલની ખબર પડી ન હોત.”


શાઉલ અને દાવિદની વાતચીત પૂરી થઈ, એ પછી શાઉલનો પુત્ર યોનાથાન દાવિદ સાથે એકદિલ થઈ ગયો અને તે દાવિદ પર પોતાની જાત જેટલો જ પ્રેમ કરવા લાગ્યો.


યોનાથાને જવાબ આપ્યો, “એવું ન થાય કે તું માર્યો જા. મારા પિતાજી નાનીમોટી બધી બાબતો મને જણાવે છે અને તે આ વાત મારાથી છૂપી રાખે એવું બની શકે નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan