Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 1:2 - પવિત્ર બાઇબલ C.L.

2 ત્રીજે દિવસે શાઉલની છાવણીમાંથી એક યુવાન નાસી આવ્યો. પોતાનો શોક દર્શાવવાને તેણે પોતાનાં વસ્ત્ર ફાડી નાખ્યાં હતાં અને માથા પર ધૂળ નાખી હતી. તેણે દાવિદ પાસે જઈને તેને ભૂમિ સુધી શિર ટેકવીને નમન કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 ત્રીજે દિવસે એમ થયું કે, જુઓ, છાવણીમાંથી એક માણસ શાઉલ પાસેથી આવ્યો. તેનાં વસ્‍ત્રો ફાટેલાં તથા તેના માથા પર ધૂળ હતી. અને તે દાઉદ પાસે આવ્યો, ત્યારે તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 ત્રીજે દિવસે, છાવણીમાંથી એક માણસ શાઉલ પાસેથી આવ્યો તેનાં વસ્ત્રો ફાટેલાં હતાં, માથા પર ધૂળ હતી. તે દાઉદ પાસે આવ્યો. તેણે દાઉદને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 ત્રીજા દિવસે શાઉલની છાવણીમાંથી એક યુવાન આવ્યો. તે માંણસના કપડાં ફાટેલાઁ હતાં, અને તેના માંથા પર ધૂળ હતી, તેણે દાઉદ પાસે જઈને જમીન પર લાંબા થઈને તેને પ્રણામ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 1:2
25 Iomraidhean Croise  

ત્રીજે દિવસે અબ્રાહામે નજર ઉઠાવીને દૂરથી તે સ્થળ જોયું.


રૂબેને જ્યારે ખાડાની પાસે આવીને જોયું કે યોસેફ ખાડામાં નથી ત્યારે તેણે પોતાનાં વસ્ત્ર ફાડયાં.


યાકોબે દુ:ખથી પોતાનાં વસ્ત્ર ફાડયાં, અને શોક દર્શાવવા માટે પોતાની કમરે શ્વેત અળસીરેસાનું વસ્ત્ર વીંટાળ્યું. પોતાના દીકરાને માટે તેણે ઘણા દિવસો સુધી શોક કર્યો.


તેમણે જવાબ આપ્યો, “તમારો દાસ, અમારા પિતાજી કુશળ છે અને હજી જીવે છે.” અને તેઓ તેની આગળ ધૂંટણિયે પડીને નમ્યા.


દાવિદે તેને પૂછયું, “તું ક્યાંથી આવે છે?” તેણે જવાબ આપ્યો, “હું ઇઝરાયલની છાવણીમાંથી નાસી છૂટયો છું.”


તેણે પોતાના માથા પર રાખ નાખી, પોતાનો ઝભ્ભો ફાડી નાખ્યો અને પોતાના હાથથી મોં ઢાંકીને રડતી રડતી જતી રહી.


તકોઆ નગરની સ્ત્રી રાજા પાસે ગઈ અને ભૂમિ સુધી શિર નમાવીને નમન કરીને બોલી, “મહારાજા, મને બચાવો.”


દાવિદ પર્વતની ટોચ પર પહોંચ્યો ત્યારે ભક્તિસ્થાન પાસે તેને તેનો મિત્ર હુશાય આર્કી મળ્યો. તેનાં વસ્ત્ર ફાડી નાંખેલા અને માથા પર ધૂળ હતી.


અરાવ્નાએ જોયું તો રાજા અને તેના અધિકારીઓ તેની પાસે આવી રહ્યા હતા. અરાવ્નાએ દાવિદ પાસે આવીને તેને ભૂમિ પર શિર ટેકવીને પ્રણામ કરતાં પૂછયું,


સિકલાગમાં આવીને મને શાઉલના મરણના સમાચાર કહેનાર સંદેશકના મનમાં એમ હતું કે તે શુભ સમાચાર લાવે છે. મેં એને પકડીને મારી નંખાવ્યો હતો. એના શુભ સમાચારનું મેં એ ઇનામ આપ્યું હતું.


“જાઓ, સૂસાના બધા યહૂદીઓને એકત્ર કરો અને આજથી તમે બધા મારે માટે ઉપવાસ કરો. ત્રણ દિવસ સુધી રાત કે દિવસ કંઈ ખાશો કે પીશો નહિ. હું તથા મારી તહેનાતમાં રહેતી યુવતીઓ પણ તેમ જ કરીશું. તે પછી કાયદાથી વિરુદ્ધ હોવા છતાં હું રાજાને મળવા જઈશ. એમ કરવા જતાં મારું મૃત્યુ થાય તો તે પણ હું સ્વીકારી લઈશ.”


ઉપવાસના ત્રીજા દિવસે એસ્તેર રાણીનો પોશાક પહેરીને રાજમહેલના અંદરના ચોકમાં રાજ્યાસનના ખંડ સામે ઊભી રહી. રાજા પ્રવેશદ્વાર તરફ મોં રાખી રાજ્યાસન પર બિરાજ્યો હતો.


ઈશ્વરને કહો, “તમારાં કાર્યો કેવાં અદ્‍ભુત છે! તમારા મહા સામર્થ્યને લીધે તમારા શત્રુઓ તમારી સમક્ષ ભયથી નમી પડે છે.


તેઓ સૌ તારે માટે પોક મૂકીને વિલાપ કરે છે, પોતાના માથાં પર ધૂળ નાખે છે અને રાખમાં આળોટે છે.


બે દિવસમાં તે આપણામાં ચૈતન્ય લાવશે અને ત્રીજે દિવસે તો ઉઠાવશે.


તમારાં ભગ્ન હૃદયોમાં શોક છે એવું દેખાવા દો, કારણ, તમે માત્ર તમારાં વસ્ત્રો ફાડો એટલું પૂરતું નથી. પ્રભુ, તમારા ઈશ્વર પાસે પાછા આવો. તે દયાળુ અને કરુણાથી ભરપૂર છે. તે ધીરજવાન છે અને પોતાનું વચન પાળે છે; તે શિક્ષા નહિ, પણ ક્ષમા કરવાને હમેશાં તત્પર છે.


જેમ યોના મોટી માછલીના પેટમાં ત્રણ રાતદિવસ રહ્યો, તેમ માનવપુત્ર પણ પૃથ્વીના ઊંડાણમાં ત્રણ રાતદિવસ રહેશે.


ત્યાર પછી ઈસુ તેમના શિષ્યોને સ્પષ્ટ રીતે જણાવવા લાગ્યા કે, મારે યરુશાલેમ જવું જ જોઈએ. ત્યાં આગેવાનો, મુખ્ય યજ્ઞકારો તથા નિયમશાસ્ત્રના શિક્ષકો મને ખૂબ દુ:ખ દેશે, મને મારી નાખવામાં આવશે અને ત્રીજે દિવસે મને સજીવન કરવામાં આવશે.


પછી યહોશુઆએ પોતાનાં વસ્ત્ર ફાડયાં અને સંયાના સમય સુધી પ્રભુની કરારપેટી આગળ ભૂમિ પર ઊંધો પડયો રહ્યો; ઇઝરાયલના આગેવાનોએ પણ તેમ જ કર્યું, અને પોતાના શોક પ્રદર્શિત કરવા પોતાના માથા પર ધૂળ નાખી.


સાંભળ, પેલા શેતાનના સાગરીતો, એટલે, પેલા જૂઠાઓ પોતાને યહૂદી કહેવડાવે છે, પણ તેવા નથી, તેમને હું તારે ચરણે નમાવીશ ત્યારે તેઓ જાણશે કે હું તારા પર પ્રેમ રાખું છું.


છોકરાના ગયા પછી દાવિદ પથ્થરોના ઢગલા પાછળથી નીકળી આવ્યો અને યોનાથાનને ભૂમિ પર શિર ટેકવીને તેને ત્રણવાર નમન કર્યું. દાવિદ અને યોનાથાને એકબીજાને ભેટીને ચુંબન કર્યું અને રડવા લાગ્યા. યોનાથાન કરતાં પણ દાવિદ વધારે રડયો.


દાવિદને જોઈને અબિગાઇલ તરત જ ગધેડા પરથી ઊતરી પડી અને ભૂમિ પર નમીને દાવિદને પગે પડતાં તેને કહ્યું, “મહોદય, કૃપા કરીને મારું કહેવું ધ્યનથી સાંભળો. જે બન્યું છે એનો દોષ મારે માથે આવો, પણ એ નકામા નાબાલ (અર્થાત્ મૂર્ખ) તરફ ધ્યાન ન આપશો.


રણક્ષેત્રમાંથી બિન્યામીનના કુળનો એક માણસ નાઠો અને એ જ દિવસે શીલોમાં આવી પહોંચ્યો. શોક દર્શાવવા તેણે પોતાનાં વસ્ત્ર ફાડી નાખ્યાં હતાં અને પોતાના માથા પર ધૂળ નાખી હતી.


પેલા માણસે કહ્યું, “હું લડાઈમાંથી નાસી છૂટયો છું અને આખે રસ્તે દોડતો દોડતો આજે અહીં આવી પહોંચ્યો છું.” એલીએ તેને પૂછયું, “મારા દીકરા, ત્યાં શું થયું?”


Lean sinn:

Sanasan


Sanasan