Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 1:16 - પવિત્ર બાઇબલ C.L.

16 દાવિદે અમાલેકીને ઉદ્દેશીને કહ્યું, “તારા મરણની જવાબદારી તારે શિર. પ્રભુને પસંદ કરેલા અભિષિક્ત રાજાને તેં મારી નાખ્યો છે એવી કબૂલાત કરીને તેં પોતાને દોષિત ઠરાવ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને દાઉદે તેને કહ્યું, “તારું લોહી તારે માથે. કેમ કે તારા મુખે તારી વિરુદ્ધ સાક્ષી પૂરી છે કે, યહોવાના અભિષિક્તને મેં મારી નાખ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પછી દાઉદે તેને કહ્યું કે, “તેનું લોહી તારે માથે. કેમ કે તેને મુખે જ તેની વિરુદ્ધ સાક્ષી આપી હતી. અને કહ્યું કે, “ઈશ્વરના અભિષિક્તને મેં મારી નાખ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 ત્યાર પછી દાઉદે કહ્યું, તારા મૃત્યુ માંટે તું જ જવાબદાર છે, કારણ કે તે પોતે જ કબૂલ કર્યુ છે કે તેં જ યહોવાથી અભિષ્કિત રાજાને માંરી નાખ્યો, તારા પોતાના શબ્દોએ તને અપરાધી સાબિત કર્યો.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 1:16
24 Iomraidhean Croise  

તેથી તેમની પાસે જઈને મેં તેમને મારી નાખ્યા. કારણ, હું જાણતો હતો કે તે પડીને મરી જશે. પછી મેં તેમના માથા પરથી મુગટ અને હાથ પરથી કડાં ઉતારી લીધાં અને હવે આપની સમક્ષ તે લાવ્યો છું.”


તેં શાઉલનું રાજ પચાવી પાડયું. હવે શાઉલના કુટુંબના ઘણા બધાનું ખૂન કરવા બદલ પ્રભુ તને શિક્ષા કરી રહ્યા છે. પ્રભુએ તારા પુત્ર આબ્શાલોમને રાજ આપ્યું છે. તું તારી દુષ્ટતામાં જ સપડાયો છે. કારણ, તું ખૂની છે.”


જો તું કિદ્રોનના વહેળાને પેલે પાર ગયો તો ચોક્કસ માર્યો જશે, અને તેનો દોષ તારે શિર રહેશે.”


હું નહિ, પણ તારું જ મુખ તને દોષિત ઠરાવે છે; તારા જ હોઠ તારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે.


શું તું તારા બોલથી બંધાયો છે? શું તું તારા પોતાના વચનથી ફસાયો છે?


વ્યાજે નાણા ધીરતો હોય ને વટાવ ખાતો હોય તો શું તે જીવશે? તે નહિ જ જીવે. તેણે આ બધાં ઘૃણાસ્પદ કાર્યો કર્યાં છે અને તેથી એ નક્કી માર્યો જશે. તેનું રક્ત તેને માથે.


કારણ, તેણે ચેતવણી લક્ષમાં લીધી નહિ. તેથી તેના ખૂનની જવાબદારી તેને પોતાને જ શિર રહે. રણશિંગડાનો અવાજ સાંભળીને તે ચેત્યો હોત તો તે પોતાનો પ્રાણ બચાવી શક્યો હોત.


જો કોઈ સ્ત્રી પ્રાણીની સાથે સમાગમ કરવા પ્રયત્ન કરે તો તે બન્‍નેને મારી નાખવાં. તેમના ખૂનની જવાબદારી તેમને પોતાને જ શિર રહેશે.


“જો કોઈ પુરુષ કે સ્ત્રી મૃતાત્મા- ઓનો સંપર્ક સાધે અને સલાહ લે તો તેમને પથ્થરે મારી નાખવાં. તેમના ખૂનની જવાબદારી તેમને શિરે રહેશે.”


“પોતાનાં માતાપિતાને શાપ આપનારને મારી નાખવો. તેના ખૂનની જવાબદારી તેને પોતાને જ શિર રહેશે.


ત્યારે ટોળાંએ જવાબ આપ્યો, એના ખૂનની જવાબદારી ભલે અમારા અને અમારાં સંતાનોને શિર આવે!


તેણે તેને કહ્યું, ‘ઓ દુષ્ટ નોકર! તને અપરાધી ઠરાવવા હું તારા જ શબ્દોનો ઉપયોગ કરીશ! તું જાણે છે કે હું કડક માણસ છું; જે મારું ન હોય તે લઈ લઉં છું અને મેં વાવ્યું ન હોય તેને લણી લઉં છું.


જ્યારે તેમણે તેનો વિરોધ કર્યો અને તેના સંબંધી ખોટી વાતો કહી ત્યારે પોતાનાં કપડાં પરથી ધૂળ ખંખેરતા પાઉલે તેમનો વિરોધ કર્યો અને કહ્યું, “તમારા વિનાશ માટે તમે જ જવાબદાર છો, હું નહિ; હવેથી હું બિનયહૂદીઓ પાસે જઈશ.”


તેથી હું આજે જ આ વાત ગંભીરપણે જાહેર કરું છું! જો તમારામાંના કોઈનો નાશ થાય તો હું જવાબદાર નથી.


આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્રમાં જે કંઈ લખેલું છે, તે જેઓ નિયમશાસ્ત્ર પ્રમાણે ચાલે છે તેમને લાગુ પડે છે; જેથી સર્વ માનવીબહાનાં બંધ થાય અને સમગ્ર દુનિયા ઈશ્વરના ન્યાયશાસન નીચે આવે.


એમ કરવાથી નિર્દોષજનોના ખૂનનો દોષ લાગશે નહિ.


જો કોઈ તારા ઘરમાંથી બહાર શેરીમાં જાય, તો તેના ખૂનનો દોષ તેને શિર રહેશે; એમાં અમારો દોષ ગણાશે નહિ; પણ તારી સાથેનાં ઘરમાંનાં કોઈને કંઈ ઇજા પહોંચે તો તેના ખૂનનો દોષ અમારે શિર રહે.


અબિમેલેખે યરૂબ્બઆલના સિત્તેર પુત્રોને મારી નાખ્યા હતા અને શખેમના માણસોએ તેને એમાં સાથ આપ્યો હતો; અને તેથી તેમની પાસેથી એ ખૂનનો બદલો લેવાય માટે એમ બન્યું.


નાબાલ મરી ગયો એવું સાંભળીને દાવિદે કહ્યું, “પ્રભુની સ્તુતિ થાઓ. મારું અપમાન કરવા બદલ તેમણે નાબાલ પર વેર લીધું છે. અને મને, તેમના સેવકને ભૂંડું કરતાં રોક્યો છે. પ્રભુએ નાબાલને તેની ભૂંડાઈની શિક્ષા કરી છે.” પછી દાવિદે અબિગાઈલ સાથે લગ્ન કરવાનું કહેણ મોકલ્યું.


પણ દાવિદે કહ્યું, “એને કંઈ ઈજા પહોંચાડતો નહિ. પ્રભુના પસંદ કરેલા અભિષિક્ત રાજાને ઈજા પહોંચાડનાર સજા પામ્યા વિના રહેશે નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan