Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 પિતર 2:9 - પવિત્ર બાઇબલ C.L.

9 અને દરરોજ એ લોકોના ભૂંડા વર્તનથી તેનું હૃદય દુ:ખી થતું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 પ્રભુ તે ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે, અને અન્યાયીઓને તથા વિશેષે કરીને જેઓ દુર્વાસનાઓથી

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પ્રભુ ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે, અને અન્યાયીઓને તથા વિશેષે કરીને જેઓ દુર્વાસનાઓથી દૈહિક વિકારો પ્રમાણે ચાલે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 હા, દેવે આ બધુંજ કર્યુ. અને પ્રભુ દેવની સેવા કરનાર બધા જ લોકોને જ્યારે પરીક્ષણ આવશે ત્યારે પ્રભુ દેવ દ્ધારા તેઓને હંમેશા બચાવશે. જ્યારે પ્રભુ અનિષ્ટ કાર્યો કરનારાં લોકોને ધ્યાનમા રાખશે અને ન્યાયના દિવસે તેઓને શિક્ષા કરશે.

Faic an caibideil Dèan lethbhreac




2 પિતર 2:9
22 Iomraidhean Croise  

દુર્જન તો આપત્તિમાંથી બચી જાય છે, અને ઈશ્વરના કોપના દિવસે તે ઉગરી જાય છે.


છ સંકટોમાંથી તે તને બચાવશે; સાત સંકટમાં તને કંઈ હાનિ થશે નહિ.


હે પ્રભુ, અમને બચાવો; કારણ, ધાર્મિકજનોની ભારે ખોટ વર્તાય છે; અને જનસમાજમાંથી ઈમાનદારો નામશેષ થઈ ગયા છે.


તેથી તમારા પ્રત્યેક ભક્તે પોતાનાં પાપનું ભાન થતાં જ પ્રાર્થના કરવી જોઈએ; પછી તો ઘોડાપૂર ધસી આવે તો પણ તે તેને પહોંચશે નહિ.


પ્રભુ નેકજનને દુષ્ટના હાથમાં પડવા દેશે નહિ; નેકજનનો ન્યાય તોળાશે ત્યારે તે તેને દોષિત ઠરવા દેશે નહિ.


યાદ રાખો કે પ્રભુ તેમને સમર્પિત થયેલા લોકની પડખે છે, અને હું પોકારું ત્યારે તે સાંભળે છે.


દુષ્ટો પોતાનાં જૂઠાણાની જાળમાં સપડાય છે, પણ નેકજનો સંકટમાંથી માર્ગ શોધી કાઢે છે.


પ્રભુએ દરેક વસ્તુને કોઈ ને કોઈ હેતુસર બનાવી છે; દુષ્ટોને તો જાણે વિનાશના દિવસ માટે સર્જ્યા છે!


હું તમને સાચે જ કહું છું: ન્યાયને દિવસે એ લોકો કરતાં સદોમ અને મોરાના લોકોની દશા વધુ સારી હશે!


અમારી કપરી ક્સોટી થવા દેશો નહિ, પણ અમને શેતાનથી બચાવો. [કારણ, રાજ્ય, સામર્થ્ય અને મહિમા સર્વકાળ તમારાં છે, આમીન.]


તારું હૃદય તો હઠીલું અને રીઢું થઈ ગયું છે. ન્યાયને દિવસે તને થનાર સજામાં તું વધારો કર્યા કરે છે.


લોકોની સામાન્ય રીતે જે ક્સોટી થતી હોય છે તે કરતાં તમારી વિશેષ ક્સોટી નથી. કારણ, ઈશ્વર પોતાનું વચન પાળે છે. તે તમારી શક્તિ બહારની ક્સોટી તમારા પર આવવા દેશે નહિ. જ્યારે જ્યારે તમારી ક્સોટી થાય ત્યારે ત્યારે તેને સહન કરવાની શક્તિ ઈશ્વર તમને આપશે અને તેમાંથી બચાવનો માર્ગ પણ બતાવશે.


જો કે ખ્રિસ્ત ઈસુના અનુયાયી હોવાને લીધે ભક્તિમય જીવન જીવનારાઓની સતાવણી તો થવાની જ.


આપણને સર્વ દુષ્ટતામાંથી મુક્ત કરવા અને આપણને તેમના શુદ્ધ અને સર્વ સારાં કાર્યો કરવાને આતુર એવા ખાસ લોક બનાવવા માટે પોતાનું સ્વાર્પણ કરનાર પણ તે જ છે.


જે દૂતોએ પાપ કર્યું તેમને ઈશ્વરે છોડયા નહિ પણ ન્યાયના દિવસ સુધી તેમને અંધકારમય ખાડામાં સાંકળોથી બાંધી રાખ્યા છે.


હાલમાં અસ્તિત્વ ધરાવતાં આકાશ અને પૃથ્વીને પણ તેમનો અગ્નિથી નાશ થાય તે માટે એ જ ઈશ્વરની આજ્ઞા વડે નિભાવી રાખવામાં આવ્યાં છે; નાસ્તિકોને પણ તેમનો ન્યાય કરવામાં આવે અને તેમનો નાશ થાય તે દિવસને માટે રાખી મૂકવામાં આવ્યા છે.


જે દૂતોએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું નહિ, પણ તેમને માટે ઠરાવેલ ક્ષેત્ર છોડી દીધું તેમને ઈશ્વરે ન્યાયના મહાન દિવસ સુધી નીચે ઘોર અંધકારમાં સનાતન બંધનની સાંકળોથી બાંધી રાખ્યા છે.


ધીરજપૂર્વક સહન કરવાની મારી આજ્ઞાનું તેં પાલન કર્યું છે તેથી લોકોની ક્સોટી કરવા આખી દુનિયા પર આવી પડનાર વિપત્તિમાં હું તને સંભાળી રાખીશ.


તેથી હે દાવિદ, શાઉલને છોડીને મારી પાસે આવેલા તમે સૌ આવતી કાલે વહેલા ઊઠીને સવાર થતાં જ જલદી જતા રહેજો.”


Lean sinn:

Sanasan


Sanasan