Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 પિતર 2:7 - પવિત્ર બાઇબલ C.L.

7 લોત સારો માણસ હતો; છતાં દુષ્ટ માણસોએ તેમના દુરાચારથી તેને હેરાન કર્યો હતો; પણ ઈશ્વરે તેનો બચાવ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને ન્યાયી લોત જે અધર્મીઓના દુરાચારથી ત્રાસ પામતો હતો તેને છોડાવ્યો,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 અને ન્યાયી લોત જે અધર્મીઓના દુરાચારથી ત્રાસ પામતો હતો તેને છોડાવ્યો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 પરંતુ દેવે તે શહેરોમાંથી લોતને બચાવી લીધો. લોત ન્યાયી માણસ હતો. તે દુષ્ટ લોકોના દુરાચારથી ત્રાસ પામતો હતો.

Faic an caibideil Dèan lethbhreac




2 પિતર 2:7
14 Iomraidhean Croise  

સદોમના લોકો અતિ દુષ્ટ અને પાપાચારી હતા.


લોત જતાં ખચકાતો હતો, પણ ઈશ્વર તેના પર દયાળુ હોવાથી પેલા બે પુરુષો તેને, તેની પત્નીને અને તેની બે દીકરીઓને હાથ પકડીને શહેર બહાર લઈ ગયા.


ત્યાં જલદી નાસી જા, કારણ, તું ત્યાં પહોંચે નહિ ત્યાં સુધી હું કંઈ કરી શક્તો નથી.” આથી એ નગરનું નામ ‘સોઆર’ [નાનું] પડયું.


ઈશ્વરે ખીણપ્રદેશનાં શહેરોનો નાશ કર્યો ત્યારે તેમણે અબ્રાહામને સંભાર્યો, એટલે જે શહેરમાં લોત રહેતો હતો તેનો નાશ કર્યો ત્યારે તેમણે લોતને ઉગારી લીધો.


તેમણે લોતને હાંક મારીને કહ્યું, “આજે રાત્રે તારે ત્યાં આવેલા માણસો કયાં છે? તેમને અમારી પાસે બહાર લાવ કે જેથી અમે તેમની ઝડતી લઈએ.”


અરેરે, તેમની મધ્યે વસવું એ તો મારે માટે મેશેખમાં દેશનિકાલ થવા જેવું અથવા કેદારના તંબૂઓમાં વસવા બરાબર છે.


સંદેશવાહકો વિષે સંદેશ: મારું હૃદય તદ્દન ભાંગી પડયું છે, અને મારા બધાં હાડકાં ધ્રૂજી ઊઠયાં છે. પ્રભુ અને તેમના પવિત્ર સંદેશ પ્રત્યેની નિષ્ઠાને લીધે હું નશામાં ચકચૂર થયેલા માણસના જેવો અને પુષ્કળ દ્રાક્ષાસવ પીધેલા માણસની જેમ વિવશ થઇ ગયો છું.


લોકોની સામાન્ય રીતે જે ક્સોટી થતી હોય છે તે કરતાં તમારી વિશેષ ક્સોટી નથી. કારણ, ઈશ્વર પોતાનું વચન પાળે છે. તે તમારી શક્તિ બહારની ક્સોટી તમારા પર આવવા દેશે નહિ. જ્યારે જ્યારે તમારી ક્સોટી થાય ત્યારે ત્યારે તેને સહન કરવાની શક્તિ ઈશ્વર તમને આપશે અને તેમાંથી બચાવનો માર્ગ પણ બતાવશે.


ભ્રમણામાં પડેલા માણસોમાંથી નાસી છૂટવાની જેમણે હજી હમણાં જ શરૂઆત કરી છે તેવા લોકોને સપડાવવાને તેઓ શારીરિક દુર્વાસનાઓનો ઉપયોગ કરે છે.


અને પોતા પર અચાનક વિનાશ વહોરી લેશે. તેમના અનૈતિક માર્ગે ઘણા ચાલશે અને તેમનાં કાર્યોને લીધે લોકો સત્યના માર્ગ વિષે ભૂંડું બોલશે.


પ્રિયજનો, તમને આ બધી ખબર છે તેથી સાવધ રહો, જેથી તમે નીતિભ્રષ્ટ લોકોની ભૂલથી ભરમાઈ ન જાઓ અને તમારી સલામત સ્થિતિથી દૂર ચાલ્યા ન જાઓ.


કારણ, કેટલાક નાસ્તિકો આપણામાં ખબર ન પડે એવી રીતે ધૂસી ગયા છે. પોતાના અનૈતિક સંબંધોને યોગ્ય ઠરાવવા માટે તેઓ ઈશ્વરની કૃપાનો દુરુપયોગ કરે છે અને ઈસુ ખ્રિસ્ત, જે એકલા જ આપણા માલિક અને પ્રભુ છે, તેમનો ઇનકાર કરે છે. આ લોકોને થનાર સજા વિષે શાસ્ત્રમાં બહુ પ્રાચીન સમયથી લખવામાં આવ્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan