Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 પિતર 2:17 - પવિત્ર બાઇબલ C.L.

17 આ માણસો સુકાઈ ગયેલા ઝરા જેવા, અને પવનથી ઘસડાતાં વાદળ જેવા છે. ઈશ્વરે તેમને માટે ઊંડા પાતાળમાં ઘોર અંધકાર તૈયાર કરેલો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 તેઓ પાણી વગરના ઝરા જેવા તથા તોફાનથી ઘસડાતી ધૂમર જેવા છે, તેઓને માટે ઘોર અંધકાર રાખી મૂકેલો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તેઓ પાણી વગરના ઝરા જેવા તથા તોફાનથી ઘસડાતી વાદળી જેવા છે, તેઓને સારુ ઘોર અંધકાર રાખેલો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 તે ખોટા પ્રબોધકો એવી નદીઓ સમાન છે જેમાં પાણી નથી. તેઓ વાદળા જેવા છે જે વંટોળિયામાં ફૂંકાઇ જાય છે, તેઓના માટે ઘોર અંધકારવાળું સ્થાન રાખવામાં આવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




2 પિતર 2:17
11 Iomraidhean Croise  

તેમના અમીરઉમરાવો નોકરોને પાણી લેવા મોકલે છે, તેઓ પાણીના ટાંકા પાસે જાય છે, પણ પાણી મળતું નથી; તેથી તેઓ ખાલી વાસણો સાથે પાછા ફરે છે. હતાશા અને મૂંઝવણમાં તેઓ શરમથી પોતાનાં મુખ ઢાંકે છે.


પ્રભુ કહે છે: “હે એફ્રાઈમ અને યહૂદિયા, હું તમને શું કરું? સવારના ધૂમ્મસની જેમ તમારો પ્રેમ ઝડપથી અદશ્ય થઈ જાય છે. તે જલદી ઊડી જતા ઝાકળના જેવો છે.


ત્યારે રાજાએ નોકરોને કહ્યું, ’તેના હાથપ બાંધીને તેને બહાર અંધકારમાં ફેંકી દો. ત્યાં તે રડયા કરશે ને દાંત કટકટાવીને દુ:ખી થશે.’


આ આળસુ નોકરને બહારના અંધકારમાં નાખી દો. ત્યાં તે વિલાપ કરશે ને દાંત કટકટાવશે.


પણ જેઓ રાજ્યમાં હોવા જોઈએ તેમને બહાર અંધકારમાં નાખી દેવામાં આવશે; જ્યાં તેઓ રડશે ને દાંત કટકટાવશે.


જેથી પોતાની ચાલાકીભરી કુયુક્તિઓથી બીજાઓને ભમાવનાર કપટી માણસોના શિક્ષણરૂપી મોજાંથી ઘસડાનાર અને પવનથી આમતેમ ડોલનાર બાળકો જેવા આપણે ન રહીએ.


ઇઝરાયલી લોકોની માફક તમે સ્પર્શી શકાય એવા સિનાઈ પર્વત આગળ આવીને ઊભા નથી. ત્યાં તો અગ્નિની જ્વાળાઓ ભડભડતી હતી,


જે દૂતોએ પાપ કર્યું તેમને ઈશ્વરે છોડયા નહિ પણ ન્યાયના દિવસ સુધી તેમને અંધકારમય ખાડામાં સાંકળોથી બાંધી રાખ્યા છે.


જે દૂતોએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું નહિ, પણ તેમને માટે ઠરાવેલ ક્ષેત્ર છોડી દીધું તેમને ઈશ્વરે ન્યાયના મહાન દિવસ સુધી નીચે ઘોર અંધકારમાં સનાતન બંધનની સાંકળોથી બાંધી રાખ્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan