Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 પિતર 1:12 - પવિત્ર બાઇબલ C.L.

12 એ જ કારણથી તમને એ વાતોની ખબર છે અને તમને પ્રાપ્ત થયેલા સત્યમાં તમે દૃઢ છો, તેમ છતાં હું તમને તેની હંમેશાં યાદ અપાવું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 માટે જો કે તમે એ વાતો જાણો છો, અને હાલ પ્રગટ થયેલા સત્યમાં સ્થિર છો, તોપણ તમને તે બાબતોનું નિત્ય સ્મરણ કરાવવાને હું ચૂકીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 એ માટે જોકે તમે એ વાતો જાણો છો અને અત્યારે સત્યમાં દૃઢ થયા છો, તોપણ તમને તે નિત્ય યાદ કરાવવાનું હું ભૂલીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 તમે આ બાબતો જાણો છો. તમને જે સત્ય પ્રગટ થયું છે તેમાં તમે ઘણા સ્થિર છો. પરંતુ આ બાબતોનું સ્મરણ કરાવવામાં હું હંમેશ તમને મદદ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




2 પિતર 1:12
20 Iomraidhean Croise  

એમ મંડળીઓ વિશ્વાસમાં દઢ થતી ગઈ અને સંખ્યામાં વધતી ગઈ.


અંતમાં, મારા ભાઈઓ, પ્રભુમાં હંમેશાં આનંદ કરો. એની એ જ વાત ફરીથી લખતાં મને કંટાળો આવતો નથી. તે તો તમારી સલામતીને માટે છે.


તમે જેની આશા રાખો છો તે સ્વર્ગમાં સાચવી રખાયેલ છે અને એ આશા પર તમારા એ વિશ્વાસ અને પ્રેમનો આધાર છે. સાચો સંદેશ, એટલે શુભસંદેશ તમારી પાસે આવ્યો ત્યારે તેમાં જણાવેલી એ આશા વિષે તમે સૌ પ્રથમ સાંભળ્યું હતું.


તેમનામાં તમારાં મૂળ ઊંડાં નાખો, તેમના પર તમારા જીવનનું બાંધક્મ કરો અને તમને શીખવવામાં આવ્યું છે તે પ્રમાણે તમારા વિશ્વાસમાં દૃઢ થાઓ અને આભારસ્તુતિ કરતા રહો.


તું પોતે વિશ્વાસનાં સત્યો અને સાચા શિક્ષણને અનુસરીને આત્મિક રીતે પોષણ પામતાં ભાઈઓને આ શિક્ષણ આપીશ, તો તું ખ્રિસ્તનો ઉત્તમ કાર્યકર બનીશ.


માટે હું તને યાદ દેવડાવું છું કે મેં તારા પર હાથ મૂક્યો ત્યારે ઈશ્વરે તને જે કૃપાદાન બક્ષ્યું હતું તેને સતેજ રાખજે.


તમારા ભૂતકાળને યાદ કરો. તે દિવસોમાં તમારા પર ઈશ્વરનો પ્રકાશ પ્રકાશ્યો. ત્યાર પછી તમે ઘણી બાબતો સહન કરી, છતાં મુશ્કેલીઓમાં તમે હારી ગયા નહિ.


ભિન્‍નભિન્‍ન પ્રકારનું વિચિત્ર શિક્ષણ તમને સારા માર્ગોમાંથી દૂર ન લઈ જાય માટે સાવચેત રહો. ખોરાક સંબંધીના નિયમોને આધીન રહેવાથી નહિ, પણ આપણા આત્માઓ ઈશ્વરની કૃપા દ્વારા દૃઢ બને તે સારું છે. કારણ, ખોરાક સંબંધીના આ નિયમો પાળનારાઓને કશો જ લાભ થયો નથી.


ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા હોવાથી થોડીવાર સુધી સહન કર્યા પછી તમને પોતાના સાર્વકાલિક મહિમાના ભાગીદાર થવાને બોલાવનાર સર્વ કૃપાના દાતા ઈશ્વર પોતે તમને સંપૂર્ણ કરશે અને તમને સ્થિર, બળવાન અને મજબૂત કરશે.


સિલ્વાનસ, જેને હું વિશ્વાસુ ભાઈ ગણું છું તેની મદદથી આ ટૂંકો પત્ર હું તમને પાઠવું છું. હું તમને પ્રોત્સાહન આપવા માગું છું અને આ જ ઈશ્વરની સાચી કૃપા છે એવી મારી સાક્ષી આપવા માગું છું. તેમાં તમે અડગ રહો.


હું જીવું ત્યાં સુધી આ બાબતોની યાદ તાજી કરાવવી મને યોગ્ય લાગે છે.


આથી મારા મરણ પછી પણ આ બધી બાબતો તમે યાદ રાખો તે માટે હું મારાથી બનતું બધું કરું છું.


પ્રિયજનો, હવે આ બીજો પત્ર પણ હું તમને લખું છું. આ બંને પત્રોમાં તમને આ બાબતોની યાદ દેવડાવીને મેં તમારા મનમાં શુદ્ધ વિચારો ઉત્પન્‍ન કરવાનો પ્રયત્ન કર્યો છે.


પ્રિયજનો, તમને આ બધી ખબર છે તેથી સાવધ રહો, જેથી તમે નીતિભ્રષ્ટ લોકોની ભૂલથી ભરમાઈ ન જાઓ અને તમારી સલામત સ્થિતિથી દૂર ચાલ્યા ન જાઓ.


તમે સત્ય જાણતા નથી માટે હું તમને લખું છું એવું નથી. એથી ઊલટું, તમે સત્ય જાણો છો માટે લખું છું. અને તમને એ ખબર છે કે સત્યમાંથી જૂઠ નીકળી શકે જ નહિ.


કારણ, સત્ય આપણામાં રહે છે, અને હંમેશાં રહેશે.


પ્રિયજનો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેષિતોએ તમને ભૂતકાળમાં કહેલી વાત યાદ રાખો.


પ્રિયજનો, જે ઉદ્ધારના આપણે સહભાગી છીએ તે અંગે તમને લખવા હું ઘણો આતુર હતો; ઈશ્વરે પોતાના લોકોને કાયમને માટે એકીવારે આપેલા વિશ્વાસને માટે ઝઝૂમવા તમને પ્રોત્સાહન મળે તે માટે તમને લખવાની મને જરૂર જણાઈ છે.


જો કે તમે બધું જાણો છો તોપણ કેવી રીતે પ્રભુએ ઇઝરાયલ પ્રજાને ઇજિપ્તમાંથી બચાવી હતી અને જેમણે વિશ્વાસ ન કર્યો તેમનો કેવો નાશ કર્યો તેની હું તમને યાદ અપાવવા માગું છું.


Lean sinn:

Sanasan


Sanasan