Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 9:6 - પવિત્ર બાઇબલ C.L.

6 પછી તેઓ બન્‍ને ઓરડીમાં ગયા અને યુવાન સંદેશવાહકે યેહૂના માથા પર ઓલિવતેલ રેડીને તેને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ આમ જાહેર કરે છે: ‘મારા ઇઝરાયલી લોક પર રાજા તરીકે હું તારો અભિષેક કરું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 ત્યારે એ ઊઠીને ઘરમાં ગયો. જુવાને યેહૂના માથા પર તેલ રેડીને એને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવા એમ કહે છે, ‘મેં તને યહોવાના લોક પર, એટલે ઇઝરાયલ પર, રાજા તરીકે અભિષિક્ત કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 પછી યેહૂ ઊઠીને ઘરમાં ગયો અને પ્રબોધકે તેના માથા પર તેલ રેડીને તેને કહ્યું, “ઇઝરાયલના યહોવાહ એવું કહે છે, ‘મેં તને યહોવાહના લોકો એટલે ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 પછી યેહૂ ઊઠીને ઘરમાં ગયો અને પ્રબોધકે તેના માથા પર તેલ રેડી દીધું અને કહ્યું, “આ ઇસ્રાએલના દેવ યહોવાનાં વચન છે, ‘હું તારો યહોવાના લોકો પર ઇસ્રાએલીઓના રાજા તરીકે અભિષેક કરું છું.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 9:6
20 Iomraidhean Croise  

ત્યાં સાદોક અને નાથાન ઇઝરાયલના રાજા તરીકે તેનો અભિષેક કરે. પછી તમે રણશિંગડું વગાડીને “શલોમોન રાજા અમર રહો,” એવો પોકાર કરજો.


તમારા ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ! તમને ઇઝરાયલના રાજા બનાવી પ્રભુ તમારા પર કેવા પ્રસન્‍ન છે તે તેમણે બતાવ્યું છે. ઇઝરાયલ પ્રત્યેના તેમના અવિરત પ્રેમને કારણે ન્યાય અને નેકી પ્રવર્તાવાને માટે તેમણે તમને તેમના રાજા બનાવ્યા છે.”


જા, જઈને યરોબામને જણાવ કે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ તેને આમ કહે છે: ‘મેં તને લોકોમાંથી પસંદ કરી મારા ઇઝરાયલી લોકનો શાસક બનાવ્યો.


“હે બાશા, તારી કંઈ વિસાત નહોતી, પણ મેં તને મારા લોક ઇઝરાયલનો શાસક બનાવ્યો. પણ હવે તેં યરોબામની માફક પાપ કર્યું છે અને મારા લોક પાસે પાપ કરાવ્યું છે. તમારાં પાપથી હું રોષે ભરાયો છું,


ઇઝરાયલના રાજા તરીકે નિમ્શીના પુત્ર યેહૂનો અભિષેક કર અને તારા પર સંદેશવાહક થવા આબેલ-મહોલાના શાફાટના પુત્ર એલિશાનો અભિષેક કરજે.


તમે પસંદ કરેલા તમારા અગણિત લોક મધ્યે હું છું.


પછી તેના માથા પર આ ઓલિવ તેલ રેડીને તેને કહેજે કે, “પ્રભુ આમ જાહેર કરે છે: ‘હું તારો અભિષેક કરીને તને ઇઝરાયલનો રાજા જાહેર કરું છું.’ પછી ત્યાંથી બનતી ત્વરાએ નીકળી જજે.”


ત્યાં તે લશ્કરી અધિકારીઓની બેઠકમાં ગયો. તેણે કહ્યું, “સાહેબ, તમારે માટે હું સંદેશો લાવ્યો છું.” યેહૂએ પૂછયું, “અમારામાંથી તું કોને સંબોધીને બોલે છે?” તેણે જવાબ આપ્યો, “હે સેનાપતિ આપને.”


અહાઝયાએ લીધેલી યોરામની એ મુલાકાતનો ઈશ્વરે અહાઝયાની પાયમાલી અર્થે ઉપયોગ કર્યો. તે ત્યાં હતો ત્યારે તેને અને યોરામને નિમ્શીના પુત્ર યેહૂનો ભેટો થઈ ગયો. પ્રભુએ તેને આહાબના રાજવંશનો ઉચ્છેદ કરવા પસંદ કર્યો હતો.


પ્રભુ કહે છે, “મારા પવિત્ર પર્વત સિયોનમાં મેં મારા રાજાનો રાજ્યાભિષેક કર્યો છે.”


પૂર્વથી કે પશ્ર્વિમથી, ઉત્તરના પર્વતોથી કે દક્ષિણના રણપ્રદેશમાંથી ઉન્‍નતિ આવતી નથી.


પ્રભુ કહે છે, કોરેશ મારો અભિષિક્ત છે. પ્રજાઓ તેને તાબે કરવા અને રાજાઓની સત્તા આંતરી લેવા મેં તેનો જમણો હાથ પકડી રાખ્યો છે.તેની આગળ હું બધાં નગરોના દરવાજા ખોલી દઈશ; એક પણ બંધ નહિ રહે.”


તે સમય અને ઋતુઓનું નિયમન કરે છે; તે જ રાજાઓને ગાદીએ બેસાડે છે અને તેમને પદભ્રષ્ટ પણ કરે છે. તે જ જ્ઞાન અને સમજશક્તિ આપે છે.


આ તો જાગૃત અને સાવધ રહેનાર દૂતોનો નિર્ણય છે; જેથી સર્વ માણસો જાણે કે સર્વોચ્ચ ઈશ્વર માનવી રાજ્યો પર સત્તા ધરાવે છે. વળી, પોતાની પસંદગી પ્રમાણે તે ચાહે તો સૌથી નીચલી પાયરીના માણસોને પણ એ રાજ્યો આપે છે.’


તને માનવ સમાજમાંથી હાંકી કાઢવામાં આવશે. સાત વર્ષ સુધી તું વન્ય પ્રાણીઓ મધ્યે વસશે અને બળદની જેમ ઘાસ ખાશે ત્યારે તું કબૂલ કરશે કે સર્વોચ્ચ ઈશ્વર માનવી રાજ્યો પર સત્તા ધરાવે છે અને પોતે ચાહે તેને તે આપે છે.”


પછી શમુએલે તેની શીશી લઈને શાઉલના માથા પર તેલ રેડયું અને તેને ચુંબન કરતાં કહ્યું, “પ્રભુએ પોતાના ઇઝરાયલી લોકો પર રાજા તરીકે તારો અભિષેક કર્યો છે. તું પ્રભુના લોક પર રાજ કરીશ અને તેમને તેમના સર્વ શત્રુઓથી બચાવીશ. ઈશ્વરે પોતાના લોકો પર તને રાજા તરીકે પસંદ કર્યો છે તેનો આ પુરાવો છે.


પ્રભુ ગરીબ બનાવી દે છે અને ધનવાન પણ કરે છે. તે કેટલાકને નમાવી દે છે અને બીજાઓને ઊંચા લાવે છે.


તે ગરીબોને ધૂળમાંથી ઊભા કરે છે, અને શોક્તિ કંગાલોને રાખના ઢગલામાંથી ઉઠાવે છે, તે તેમને રાજવીઓની કક્ષામાં પહોંચાડે છે અને તેમને સન્માનપાત્ર જગ્યાએ મૂકે છે. પૃથ્વીના પાયા પ્રભુને હાથે નંખાયા છે અને તેમના પર તેમણે દુનિયા સ્થાપી છે.


Lean sinn:

Sanasan


Sanasan