Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 9:34 - પવિત્ર બાઇબલ C.L.

34 મહેલમાં પ્રવેશી તેણે ભોજન લીધું. પછી તેણે કહ્યું, “પેલી દુષ્ટ સ્ત્રીને લઈ જઈને દફનાવો; છેવટે તો તે રાજાની પુત્રી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 પછી અંદર જઈને તેણે ખાધુંપીધું; અને તેણે કહ્યું, “હવે પેલી શાપિત સ્ત્રીને સંભાળીને દાટો, કેમ કે તે રાજપુત્રી છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 પછી યેહૂએ મહેલમાં જઈને ખાધું અને પીધું. પછી તેણે કહ્યું, “હવે આ શાપિત સ્ત્રીને સંભાળીને દફનાવો, કેમ કે તે રાજાની દીકરી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 પછી તે ખાવા અને પીવા માટે અંદર ગયો અને કહ્યું, “આ શાપિત સ્રીને લઇ જાવ અને તેને દફનાવો; કારણ કે આખરે તો તે રાજાની પુત્રી હતી.”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 9:34
10 Iomraidhean Croise  

યરોબામ રાજાની જેમ પાપ કરવું તેના માટે પૂરતું ન હોય તેમ તેણે સિદોનના રાજા એથબાલની પુત્રી ઇઝબેલ સાથે લગ્ન કર્યાં અને બઆલની ભક્તિ કરી.


પછી એલિયાએ આહાબ રાજાને કહ્યું, “જાઓ, હવે જઈને ખાઓ. મને આવનાર વરસાદની ગર્જના સંભળાય છે.”


(ઇઝબેલની ઉશ્કેરણીથી પોતાની જાતને સંપૂર્ણપણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવાં આચરણ કરવા સોંપી હોય એવું આહાબ સિવાય બીજું કોઈ નહોતું.


એટલે યેહૂએ તેમને કહ્યું, “તેને નીચે ફેંકી દો!” તેમણે તેને નીચે ફેંકી દીધી, અને તેનું લોહી દીવાલ પર અને ઘોડાઓ પર છંટાઈ ગયું. યેહૂએ તેને પોતાના ઘોડા અને રથ નીચે કચડી નાખી.


પણ તેને દાટવા લઈ જનાર માણસોએ જઈને જોયું તો તેની ખોપરી અને હાથપગનાં હાડકાં સિવાય કંઈ નહોતું.


રાજાની આજ્ઞા પ્રમાણે શીઘ્ર સંદેશકો તાકીદે રવાના થયા. રાજધાની સૂસામાં પણ એ હુકમની જાહેરાત કરવામાં આવી. રાજા અને હામાન મદિરાપાન કરવા બેઠા, પણ સૂસા નગરમાં તો લોકોમાં ગભરાટ મચી ગયો.


નેકજનોનું સ્મરણ આશીર્વાદિત હોય છે, પણ દુષ્ટોના નામનું નિકંદન થઈ જાય છે.


મારા પસંદ કરેલા લોકમાં તમારું નામ માત્ર શાપ દેવા પૂરતું રહી જશે. હું પ્રભુ પરમેશ્વર તમારો સંહાર કરીશ. પણ મારા સેવકોને તો હું નવું જ નામ આપીશ.


હાથીદાંતના વિલાસી પલંગો પર આરામથી આળોટનારાઓ અને કુમળા વાછરડા અને ઘેટાંના માંસની મિજબાની ઉડાવનારાઓ, તમારે માટે તે દિવસ કેટલો ભયાનક બની રહેશે!


ત્યાર પછી જેઓ ડાબી તરફ છે તેમને તે કહેશે, ’તમે જેઓ ઈશ્વરના કોપ નીચે છો તેઓ મારાથી દૂર થાઓ. શેતાન અને તેના સેવકોને માટે જે સાર્વકાલિક અગ્નિ તૈયાર કરવામાં આવેલો છે તેમાં પડો.


Lean sinn:

Sanasan


Sanasan