Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 9:3 - પવિત્ર બાઇબલ C.L.

3 પછી તેના માથા પર આ ઓલિવ તેલ રેડીને તેને કહેજે કે, “પ્રભુ આમ જાહેર કરે છે: ‘હું તારો અભિષેક કરીને તને ઇઝરાયલનો રાજા જાહેર કરું છું.’ પછી ત્યાંથી બનતી ત્વરાએ નીકળી જજે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 પછી તેલની સીસી લઈને તેના માથા પર રેડજે, ને કહેજે, ’યહોવા એમ કહે છે કે, મેં તને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો છે.’ પછી બારણું ઉઘાડીને નાસી આવજે, વિલંબ કરીશ નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પછી આ તેલની શીશીનું તેલ તેના માથા પર રેડજે. અને કહેજે કે, “યહોવાહ એવું કહે છે કે, મેં તને ઇઝરાયલના રાજા તરીકે અભિષિક્ત કર્યો છે.’ પછી દરવાજો ખોલીને તરત નાસી આવજે; વિલંબ કરીશ નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 પછી આ તેલની કુપ્પીમાંથી તેના માથા પર તેલ રેડજે અને કહેજે કે, ‘આ યહોવાનાં વચન છે, હું તારો ઇસ્રાએલના રાજા તરીકે અભિષેક કરું છું.’ પછી બારણાં ઉઘાડીને જીવ લઈને ભાગી જજે.”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 9:3
23 Iomraidhean Croise  

ત્યાં સાદોક અને નાથાન ઇઝરાયલના રાજા તરીકે તેનો અભિષેક કરે. પછી તમે રણશિંગડું વગાડીને “શલોમોન રાજા અમર રહો,” એવો પોકાર કરજો.


ઇઝરાયલના રાજા તરીકે નિમ્શીના પુત્ર યેહૂનો અભિષેક કર અને તારા પર સંદેશવાહક થવા આબેલ-મહોલાના શાફાટના પુત્ર એલિશાનો અભિષેક કરજે.


હઝાએલે કહ્યું, “આ તમારો સેવક તો કૂતરા બરાબર છે; એની શી વિસાત કે તે આવું મોટું કામ કરી શકે?” એલિશાએ જવાબ આપ્યો, “પ્રભુએ મને બતાવ્યું છે કે તું અરામનો રાજા બનશે.”


પછી તેઓ બન્‍ને ઓરડીમાં ગયા અને યુવાન સંદેશવાહકે યેહૂના માથા પર ઓલિવતેલ રેડીને તેને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ આમ જાહેર કરે છે: ‘મારા ઇઝરાયલી લોક પર રાજા તરીકે હું તારો અભિષેક કરું છું.


અહાઝયાએ લીધેલી યોરામની એ મુલાકાતનો ઈશ્વરે અહાઝયાની પાયમાલી અર્થે ઉપયોગ કર્યો. તે ત્યાં હતો ત્યારે તેને અને યોરામને નિમ્શીના પુત્ર યેહૂનો ભેટો થઈ ગયો. પ્રભુએ તેને આહાબના રાજવંશનો ઉચ્છેદ કરવા પસંદ કર્યો હતો.


પછી અભિષેક કરવાનું તેલ લઈને તેના માથા પર રેડીને તેનો અભિષેક કરવો.


નબૂખાદનેસ્સારને પોતાના અમલના બીજા વર્ષમાં એક સ્વપ્ન આવ્યું. એથી તે એવો ચિંતાતુર બની ગયો કે તેની ઊંઘ પણ ઊડી ગઈ.


તેમની દષ્ટિમાં પૃથ્વીવાસીઓ તુચ્છ છે; આકાશી દૂતો અને પૃથ્વીના લોકો તેમના નિયંત્રણ હેઠળ છે. કોઈ તેમની ઇચ્છાનો વિરોધ કરી શકતું નથી કે તેમનાં કાર્યો અંગે કોઈ પ્રશ્ર્ન ઉઠાવી શકતું નથી.


સર્વોચ્ચ ઈશ્વરે આપના પિતા નબૂખાદનેસ્સારને રાજ્ય, મહત્તા, મહિમા તથા પ્રતાપ આપ્યાં હતાં.


ત્યાર પછી તેણે આરોનના માથા પર અભિષેકનું તેલ રેડીને તેની પદપ્રતિષ્ઠાનો વિધિ કર્યો.


જુઓ, હું તમને વરૂઓની મધ્યે ઘેટાંના જેવા મોકલું છું. તમે સાપના જેવા ચાલાક ને કબૂતરના જેવા સાલસ બનો.


તેમના ગયા પછી પ્રભુના દૂતે યોસેફને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, ઊઠ, બાળક તથા તેની માતાને લઈને ઇજિપ્તમાં નાસી જા અને હું તને ન જણાવું ત્યાં સુધી ત્યાં જ રહેજે. કારણ, હેરોદ બાળકને મારી નાખવાનો લાગ શોધે છે.


તે વખતે એક સ્ત્રી આરસપહાણની શીશીમાં ખૂબ કીમતી અત્તર લઈને આવી. તેણે તે અત્તર ઈસુ જમતા હતા ત્યારે તેમના માથા પર રેડયું.


પછી શમુએલે તેની શીશી લઈને શાઉલના માથા પર તેલ રેડયું અને તેને ચુંબન કરતાં કહ્યું, “પ્રભુએ પોતાના ઇઝરાયલી લોકો પર રાજા તરીકે તારો અભિષેક કર્યો છે. તું પ્રભુના લોક પર રાજ કરીશ અને તેમને તેમના સર્વ શત્રુઓથી બચાવીશ. ઈશ્વરે પોતાના લોકો પર તને રાજા તરીકે પસંદ કર્યો છે તેનો આ પુરાવો છે.


શમુએલે શાઉલને કહ્યું, “પોતાના ઇઝરાયલી લોક પર રાજા તરીકે તારો અભિષેક કરવા પ્રભુએ મને મોકલ્યો હતો. હવે સેનાધિપતિ પ્રભુના આદેશ પર ધ્યાન આપ.


શમુએલે જવાબ આપ્યો, “જો કે તું પોતાને વિસાત વિનાનો ગણતો હતો તો પણ તને ઇઝરાયલનાં કુળોનો આગેવાન બનાવવામાં આવ્યો. પ્રભુએ તારો ઇઝરાયલના રાજા તરીકે અભિષેક કર્યો.


શમુએલે કહ્યું, “હું એવું કઈ રીતે કરી શકું? શાઉલ એ જાણશે તો મને મારી નાખશે.” પ્રભુએ જવાબ આપ્યો, “તારી સાથે એક વાછરડી લે અને તું પ્રભુને બલિ અર્પવા આવ્યો છે એમ કહેજે.


“આવતી કાલે આ સમયે હું તારી પાસે બિન્યામીનના કુળનો એક માણસ મોકલીશ. મારા ઇઝરાયલી લોક પર તેનો રાજા તરીકે અભિષેક કરજે. તે તેમનો પલિસ્તીઓથી છુટકારો કરશે. મેં મારા લોકનું દુ:ખ જોયું છે અને સહાય માટેનો તેમનો પોકાર સાંભળ્યો છે.”


Lean sinn:

Sanasan


Sanasan