Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 9:26 - પવિત્ર બાઇબલ C.L.

26 ‘મેં ગઈકાલે નાબોથ અને તેના પુત્રોનાં ખૂન થયેલાં જોયાં છે મારું વચન છે કે હું તને આ જ ખેતરમાં શિક્ષા કરીશ.’ તેથી યોરામનું શબ ઉઠાવી લે, અને યિભએલી નાબોથની જમીનમાં ફેંકી દે, અને પ્રભુનું વચન પૂર્ણ કર.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 યહોવા કહે છે કે, ‘ખરેખર, મેં કાલે નાબોથનું રક્ત તથા તેના દીકરાઓનું રક્ત જોયું છે.’ અને યહોવા કહે છે કે, ‘એ વાંટામાં હું તારી પાસેથી બદલો લઈશ.’ તો હવે યહોવાના વચન પ્રમાણે એને ઉઠાવીને તે વાંટામાં નાખ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 યહોવાહ કહે છે, ‘ખરેખર ગઈકાલે મેં નાબોથનું અને તેના દીકરાઓનું રક્ત જોયું છે.’ યહોવાહ કહે છે કે, ‘આ જ ખેતરમાં હું તારી પાસેથી બદલો લઈશ.’ હવે ચાલો, યહોવાહના વચન પ્રમાણે તેને ઉઠાવી લઈને તે ખેતરમાં નાખી દો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 ગઈકાલે મેં નાબોથનું અને તેના પુત્રોનું રકત નજરે નિહાળ્યું છે. હું પ્રતિજ્ઞા કરું છુ કે, ‘એ જ ખેતરમાં હું તારા પર બદલો લઈશ.’ આ હું યહોવા બોલું છું. માટે એને ઉપાડીને ખેતરમાં ફેંકી દે અને યહોવાની વાણી સાચી પાડ.”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 9:26
12 Iomraidhean Croise  

બે હરામખોરોએ તેના પર ઈશ્વર અને રાજાને શાપ દીધો હોવાનો આક્ષેપ મૂક્યો અને તેથી તેમણે તેને નગર બહાર લઈ જઈ પથ્થરો મારીને મારી નાખ્યો.


તેને કહેજે કે હું પ્રભુ તેને કહું છું, ‘માણસને મારી નાખીને તું તેની મિલક્ત પણ પચાવી પાડે છે?’ તેને કહેજે હું તેને આમ કહું છું: ‘જે જગાએ કૂતરાંએ નાબોથનું રક્ત ચાટયું છે તે જ જગાએ તેઓ તારું રક્ત પણ ચાટશે!”


યોરામે કહ્યું, “મારો રથ તૈયાર કરો.” એ તૈયાર થયો, એટલે તે તથા અહાઝયા પોતપોતાના રથમાં યેહૂને મળવા નીકળી પડયા. તેઓ તેને યિઝએલી નાબોથની જમીન પાસે મળ્યા.


યેહૂએ પોતાના મદદનીશ બિદકારને કહ્યું, “તેનું શબ ઉઠાવીને યિઝએલી નાબોથની જમીનમાં ફેંકી દે. યોરામના પિતા આહાબની પાછળ પાછળ હું અને તું સવારી કરતા હતા ત્યારે પ્રભુએ આહાબ વિરુદ્ધ જે શબ્દો કહ્યા હતા તે યાદ કર:


તે સખત ઘવાયો, અને શત્રુ સૈન્ય પાછું ગયું ત્યારે તેના બે અધિકારીઓએ કાવતરું કરીને તેને તેની પથારીમાં જ મારી નાખ્યો, અને એમ યહોયાદા યજ્ઞકારના પુત્રના ખૂનનો બદલો લીધો. તેને દાવિદનગરમાં દાટવામાં આવ્યો, પણ રાજકુટુંબની કબરોમાં નહિ.


જો કે તેણે તેમનાં સંતાનોને મારી નાખ્યાં નહિ પણ મોશેના નિયમશાસ્ત્રમાં આપેલા પ્રભુના આ ફરમાનનું અનુસરણ કર્યું: “સંતાનોના ગુના માટે માબાપને અથવા માબાપના ગુના માટે સંતાનોને મારી નાખવાં નહિ; પ્રત્યેક જણ માત્ર પોતે કરેલા પાપને લીધે જ માર્યો જાય.”


હે પ્રભુ, મારા પર દયા કરો, મારો દ્વેષ કરનારા મને રીબાવે છે તે જુઓ અને મને મૃત્યુના દરવાજેથી ઉગારો;


તમે મૂર્તિઓને નમન કરશો નહિ અથવા તેમની ઉપાસના કરશો નહિ; કારણ, હું યાહવે તમારો ઈશ્વર મારા પ્રત્યે અનન્ય નિષ્ઠા માગનાર છું. તેથી તો માતાપિતાના પાપને લીધે તેમને અને તેમની ત્રીજી કે ચોથી પેઢી સુધી મારો તિરસ્કાર કરનાર સૌને સજા કરું છું;


“તમે પૂછશો કે, ‘પોતાના પિતાનાં પાપને લીધે પુત્રને કેમ સજા થવી ન જોઈએ?’ તેનો ઉત્તર આ છે: પુત્ર ન્યાય, નીતિ અને સચ્ચાઇથી વર્ત્યો છે. તેણે મારા સર્વ નિયમો નિષ્ઠાથી પાળ્યા છે, તેથી તે નક્કી જીવશે.


પણ તમારા બદઇરાદાઓથી તમારા કુટુંબને લાંછન લાગ્યું છે; ઘણી પ્રજાઓનો નાશ કરીને તમે પોતાનો વિનાશ વહોરી લીધો છે.


“સંતાનના ગુનાહા માટે માબાપને મૃત્યુદંડની સજા મળે નહિ અને માબાપના અપરાધ માટે સંતાનોને મૃત્યુદંડની સજા મળે નહિ. દરેક માણસ પોતે કરેલા અપરાધ માટે જ મૃત્યુદંડ પામે.


તમે મૂર્તિઓને નમન કરશો નહિ, અથવા તેમની ભક્તિ કરશો નહિ, કારણ, હું યાહવે તમારો ઈશ્વર મારા પ્રત્યે અનન્ય નિષ્ઠા માગનાર છું. તેથી તો માતપિતાના પાપને લીધે તેમને અને તેમની ત્રીજી કે ચોથી પેઢી સુધી મારો તિરસ્કાર કરનારા સૌને સજા કરું છું.


Lean sinn:

Sanasan


Sanasan