Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 9:11 - પવિત્ર બાઇબલ C.L.

11 યેહૂ પોતાના સાથી અધિકારીઓ પાસે ગયો એટલે તેમણે તેને પૂછયું, “બધું બરાબર તો છે ને? પેલો પાગલ તમને શું કહેતો હતો?” યેહૂએ જવાબ આપ્યો, “તે પાગલ છે અને શું કહેવા માગતો હતો તેની તો તમને ખબર હશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 ત્યાર પછી યેહૂ પોતાના ધણીના ચાકરો પાસે બહાર આવ્યો; અને એક જણે તેને પૂછ્યું, “બધું ઠીક છે કે નહિ? એ ગાંડો માણસ તારી પાસે શા માટે આવ્યો હતો?” તેણે તેમને કહ્યું, ”એ માણસને તમે ઓળખો છો, ને તેણે શી વાત કરી તે તમે જાણો છો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 ત્યાર પછી યેહૂ તેના માલિકના ચાકરોની પાસે બહાર આવ્યો, એકે તેને પૂછ્યું, “બધું ક્ષેમકુશળ છે? આ પાગલ માણસ શા માટે તારી પાસે આવ્યો હતો?” યેહૂએ તેઓને જવાબ આપ્યો, “તે માણસને તમે ઓળખો છો અને તેણે શી વાતો કરી તે તમે જાણો છો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 યેહૂ તેના મિત્રોની પાસે પાછો ગયો. તેઓમાંના એકે તેને પૂછયું, “પેલા પાગલ માણસને શું જોઈતું હતું? બધું કુશળ તો છે ને?” યેહૂએ જવાબ આપ્યો, “તમને તે માણસ કેવા પ્રકારની વાતો કરે છે તે ખબર છે?”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 9:11
16 Iomraidhean Croise  

તેની પાસે ઉતાવળે જઈને પૂછી જો કે તે, તેનો પતિ અને તેનો પુત્ર કુશળ છે કે કેમ.” તેણે ગેહઝીને કહ્યું, “કુશળ છે.”


તેથી તે નામાન પાછળ ઉપડયો. નામાન પોતાની પાછળ માણસને દોડતો આવતો જોઈને તેને મળવા રથમાંથી ઊતરી પડયો અને તેને પૂછયું, “બધું ક્ષેમકુશળ છે ને?”


તેમણે જવાબ આપ્યો, “ના, અમને ખબર નથી. તેણે શું કહ્યું તે અમને કહો.” “તેણે મને કહ્યું કે પ્રભુ જાહેર કરે છે: ‘ઇઝરાયલના રાજા તરીકે હું તારો અભિષેક કરું છું.”


યિઝએલમાં ચોકીના બુરજ પર ફરજ બજાવતા સંરક્ષકે યેહૂ અને તેના માણસોને આવતા જોયા. તેણે બૂમ પાડી, “હું કેટલાક માણસોને સવારી કરી આવતા જોઉં છું.” યોરામે જવાબ આપ્યો, “એક ઘોડેસ્વાર મોકલીને તપાસ કરાવો કે તેઓ સુલેહશાંતિથી આવે છે?”


બીજો એક સંદેશક મોકલવામાં આવ્યો અને તેણે પણ યેહૂને એ જ પ્રશ્ર્ન પૂછયો. યેહૂએ ફરી એ જ જવાબ આપ્યો, “તારે સુલેહશાંતિનું શું કામ છે? મારી પાછળ જોડાઈ જા.”


અને તું ત્યાં જા એટલે નિમ્શીના પૌત્ર અને યહોશાફાટના પુત્ર યેહૂને શોધી કાઢીને તેને તેના સાથીદારોથી દૂર એકાંત ઓરડીમાં લઈ જજે.


યોરામે પૂછયું, “તમે સુલેહશાંતિથી આવ્યા છો?” યેહૂએ જવાબ આપ્યો, “તારી મા ઇઝબેલે ચાલુ કરેલ જાદુવિદ્યા અને મૂર્તિપૂજા ચાલુ હોય ત્યાં સુધી શાંતિ ક્યાંથી હોય.”


સત્યના સદંતર અભાવે દુરાચારથી દૂર રહેનારાઓ પોતે જ શિકાર બની જાય છે. પ્રભુએ જોયું કે ઇન્સાફનો અભાવ છે અને એ જોઈને તે નારાજ થયા.


‘પ્રભુએ યહોયાદા યજ્ઞકારને સ્થાને તને પ્રભુના મંદિરમાં મુખ્ય અધિકારી તરીકે નીમ્યો છે. તારી જવાબદારી છે કે જો કોઈ ઘેલો માણસ પોતાને સંદેશવાહક કહેવડાવે તો તેને ગળામાં સાંકળ પહેરાવી તેને લાકડાની હેડમાં પૂરવો.’


શિક્ષાનો સમય આવ્યો છે. બદલો લેવાના દિવસો આવી લાગ્યા છે. એ બધું બનશે ત્યારે ઇઝરાયલને ખબર પડશે. તમે કહો છો, “આ સંદેશવાહક મૂર્ખ છે, અને આ ઈશ્વર પ્રેરિત માણસ પાગલ છે.” પાપને લીધે તમે મારો આટલો તિરસ્કાર કરો છો.


જ્યારે તેમનાં કુટુંબીજનોએ આ બધું સાંભળ્યું ત્યારે તેઓ ઈસુને પકડી લાવવા નીકળી પડયા; કારણ, લોકો કહેતા હતા, “તે પાગલ થઈ ગયો છે!”


તેમનામાંના ઘણા કહેવા લાગ્યા, “તેને ભૂત વળગ્યું છે! તે પાગલ થઈ ગયો છે! તમે તેનું કેમ સાંભળો છો?”


એપીકાયુરિયન અને સ્ટોઈક મતના કેટલાક ફિલસૂફોએ પણ તેની સાથે વાદવિવાદ કર્યો. કેટલાકે કહ્યું, “આ લવરીખોર શું કહે છે?” બીજાઓએ કહ્યું, “તે કોઈ પરદેશી દેવદેવી સંબંધી બોલતો લાગે છે.” ઈસુ અને તેમના સજીવન થવા વિષે પાઉલ ઉપદેશ કરતો હોવાથી તેઓ એવું બોલ્યા.


પાઉલ આ રીતે પોતાનો બચાવ કરી રહ્યો હતો તેવામાં ફેસ્તસે તેને પોકારીને કહ્યું, “પાઉલ, તું પાગલ છે! તારા ઘણા જ્ઞાનને લીધે તારું મગજ ચસકી ગયું છે!”


ખ્રિસ્તને લીધે અમે મૂર્ખ, પણ તમે બુદ્ધિમાન; અમે નિર્બળ, પણ તમે બળવાન છો. અમને તુચ્છકારવામાં આવે છે, પણ તમને માન આપવામાં આવે છે.


શું અમે ખરેખર પાગલ બની ગયા છીએ? તો તે ઈશ્વરને લીધે છે. અથવા શું અમારું મગજ ઠેકાણે છે? તો તે તમારે માટે છે.


Lean sinn:

Sanasan


Sanasan