Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 8:9 - પવિત્ર બાઇબલ C.L.

9 તેથી દમાસ્ક્સની સર્વ જાતની ઉત્તમ પેદાશ ચાલીસ ઊંટો પર લાદીને હઝાએલ એલિશા પાસે ગયો. હઝાએલે તેને મળીને કહ્યું, “તમારા સેવક અરામના રાજા બેનહદાદે મને તમારી પાસે પૂછવા મોકલ્યો છે તે પોતાની માંદગીમાંથી સાજા થશે કે કેમ?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 માટે હઝાએલ તેને મળવા ગયો, ને પોતાની સાથે દમસ્કસમાંથી બધી સારી સારી વસ્તુઓની ચાળીસ ઊંટભાર ભેટ લીધી, ને આવીને તેની આગળ ઊભા રહીને કહ્યું, “તમારા દીકરા અરામના રાજા બેન-હદાદે મને તમારી પાસે એમ પૂછવા મોકલ્યો છે કે, ‘શું હું આ મંદવાડમાંથી સાજો થઈશ?’”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 માટે હઝાએલ તેની સાથે દમસ્કસની સારી મૂલ્યવાન વસ્તુઓ ચાલીસ ઊંટો પર એ વસ્તુઓ ભેટ તરીકે લઈને તેને મળવા ગયો. હઝાએલે આવીને એલિશા આગળ આવીને કહ્યું, “તારા દીકરા અરામના રાજા બેન-હદાદે મને તારી પાસે એવું પૂછવા મોકલ્યો છે કે, ‘શું હું આ બીમારીમાંથી સાજો થઈશ?’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 આથી હઝાએલ દમસ્કની ઉત્તમોત્તમ વસ્તુઓથી લાદેલાં 40 ઊંટો ભેટરૂપે સાથે લઈને એલિશાને મળવા ગયો. દેવના માણસ સમક્ષ જઈ તેમની સામે ઊભા રહીને તેણે કહ્યું, “તમારા દીકરા અરામના રાજા બેન-હદાદે મને તમને એ પૂછવા મોકલ્યો છે કે, હું મારી માંદગીમાંથી સાજો થઈશ ખરો?”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 8:9
13 Iomraidhean Croise  

તેને માટે દસ રોટલી, થોડી પોળીઓ અને મધની બરણી લઈ જા, આપણા પુત્રનું શું થશે તે તેને પૂછજે, એટલે તે તને કહેશે.”


તેથી આસા રાજાએ પ્રભુના મંદિરમાં અને રાજમહેલમાં બાકી રહેલું સઘળું સોનુંચાંદી લઈ પોતાના કેટલાક અમલદારો મારફતે હેઝિયોનના પૌત્ર અને તાબ્રીમ્મોનના પુત્ર દમાસ્ક્સમાં રહેતા અરામના રાજા બેનહદાદ પર આવા સંદેશા સાથે મોકલ્યું:


પ્રભુએ કહ્યું, “પાછો ફર અને દમાસ્ક્સના રણપ્રદેશમાં જા. ત્યાં નગરમાં જઈને હઝાએલનો અરામના રાજા તરીકે અભિષેક કરજે;


ઇઝરાયલનો રાજા અહાઝયા સમરૂનમાંના તેના મહેલના ઉપલા માળના ઝરુખામાંથી ગબડી પડયો અને તે ગંભીર રીતે ઘવાયો. તેથી પોતે સાજો થશે કે નહિ તે જાણવા માટે તેણે કેટલાક સંદેશકોને પલિસ્તી નગર એક્રોનના દેવ બઆલ- ઝબૂલને પૂછવા મોકલ્યા.


સંદેશવાહક એલિશા મરણતોલ માંદો પડયો, અને તે મરવા પડયો હતો ત્યારે ઇઝરાયલનો રાજા યોઆશ તેની મુલાકાતે ગયો. તે રડતાં રડતાં બોલી ઊઠયો, “મારા પિતા, મારા પિતા, તમે તો રથો અને ઘોડેસ્વારોની સમાન ઇઝરાયલનું રક્ષણ કરનાર છો!”


આહાઝે આશ્શૂરના સમ્રાટ તિગ્લાથ પિલેસેર પાસે આવો સંદેશ લઈ માણસો મોકલ્યા: “હું તમારો વફાદાર સેવક અને પુત્રતુલ્ય છું. મારા પર હુમલો લઈ આવેલ અરામ અને ઇઝરાયલના રાજાઓથી મને બચાવો.”


તેના સેવકોએ તેની પાસે જઈ તેને કહ્યું, “સાહેબ, સંદેશવાહકે તમને કોઈ અઘરું કામ કહ્યું હોત તો તે તમે ન કરત? તો પછી તમે જઈને તેમના કહેવા મુજબ સ્નાન કરીને સાજા કેમ થતા નથી?”


અરામના રાજાએ તેને કહ્યું, “તો ઇઝરાયલના રાજા પાસે જાઓ; અને તેના પર આ પત્ર લઈ જાઓ.” એમ નામાન ચાંદીના ત્રીસ હજાર સિક્કા, સોનાના છ હજાર સિક્કા અને મુલાયમ વસ્ત્રોની દસ જોડ લઇને ઉપડયો.


ઇઝરાયલના રાજાએ અરામીઓને જોઈને એલિશાને પૂછયું, “ગુરુજી, હું તેમને મારી નાખું? તેમને મારી નાખું?”


છતાં તું મને મદદ કરે તેવું દબાણ કરવા હું માગતો નથી; પણ તું સ્વેચ્છાથી તેમ કરે તેવું હું ઇચ્છું છું. આથી તારી સંમતિ વિના હું કંઈ કરીશ નહિ.


તેમને પૂછી જુઓ, એટલે તેઓ તમને તે કહેશે. અમે અહીં ઉત્સવ માટે આવ્યા છીએ. આ જુવાનો પ્રત્યે મમતા દાખવજો. તમારા સેવકોને અને દાવિદ, તમારા પુત્ર સમાન દાવિદને બની શકે તે કૃપા કરીને આપો.”


શાઉલે પૂછયું, “આપણે તેની પાસે જઇએ તો તેને આપણે શું આપી શકવાના છીએ? આપણી થેલીમાં ખોરાક ખલાસ થઈ ગયો છે અને આપણી પાસે એ ઈશ્વરભક્તને આપવાનું કંઈ નથી.”


Lean sinn:

Sanasan


Sanasan