Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 8:4 - પવિત્ર બાઇબલ C.L.

4 ત્યાં તેણે જોયું તો ઈશ્વરભક્ત એલિશાનો સેવક ગેહઝી રાજા સાથે વાત કરતો હતો; રાજા એલિશાના ચમત્કારો વિષે જાણવા માગતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 હવે રાજા ઈશ્વરભક્તના ચાકર ગેહઝી સાથે [તે વખતે] એવી વાત કરતો હતો, “એલિશાએ જે જે મોટાં કૃત્યો કર્યા છે તે બધા કૃપા કરીને મને કહે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 હવે રાજા ઈશ્વરભક્તના ચાકર ગેહઝી સાથે એવી વાત કરતો હતો, “એલિશાએ જે મોટા કામો કર્યાં છે તે કૃપા કરીને મને કહે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 હવે બન્યું એવું કે રાજા એલિશાના નોકર ગેહઝીની સાથે વાત કરતો હતો, તે કહેતો હતો, “દેવના માણસ એલિશાએ કરેલા બધા ચમત્કારોની તું મને વાત કર.”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 8:4
24 Iomraidhean Croise  

તેણે એલિયાનો ઝભ્ભો ફરીથી પાણી પર અફાળીને કહ્યું, “એલિયાના ઈશ્વર પ્રભુ ક્યાં છે?” તેણે તે પાણી પર અફાળ્યો કે પાણીના બે ભાગ થઈ ગયા અને તે ચાલીને સામે તટે ગયો.


એલિશાએ તેમના તરફ ફરીને તાકી રહ્યો અને ઈશ્વર યાહવેને નામે તેમને શાપ દીધો. પછી જંગલની ઝાડીમાંથી બે રીંછણોએ આવીને તેમનામાંથી બેંતાળીસ છોકરાંને ફાડી નાખ્યાં.


તેણે પોતાના સેવક ગેહઝીને મોકલીને શૂનેમની એ સ્ત્રીને બોલાવી લાવવા જણાવ્યું. તે આવી એટલે,


એમ તે ઊપડી અને ઈશ્વરભક્ત એલિશા જ્યાં રહેતો હતો ત્યાં ર્કામેલ પર્વત પર ગઈ. હજુ તે દૂર હતી ત્યાંથી એલિશાએ પેલી શૂનેમની સ્ત્રીને આવતી જોઈને પોતાના સેવક ગેહઝીને કહ્યું, “જો, શૂનેમની પેલી સ્ત્રી આવી રહી છે!


તેથી નામાને યર્દનમાં જઈને ઈશ્વરભક્ત એલિશાએ આપેલી સૂચના પ્રમાણે સાતવાર ડૂબકી મારી અને તે સંપૂર્ણ સાજો થઈ ગયો. તેનું માંસ બાળકના માંસ જેવું તંદુરસ્ત અને નીરોગી થઈ ગયું.


અને તેણે એલિશાને બોલાવવા સંદેશક મોકલ્યો. દરમ્યાનમાં એલિશા તેને મળવા આવેલા કેટલાક આગેવાનો સાથે ઘેર હતો. રાજાનો સંદેશક આવી પહોંચ્યો તે પહેલાં એલિશાએ આગેવાનોને કહ્યું, “પેલો ખૂની મને મારી નાખવા કોઈને મોકલે છે. હવે તે અહીં આવે ત્યારે બારણાં બંધ કરી દઈ તેને અંદર આવવા દેશો નહિ. રાજા પોતે પણ તેની પાછળ પાછળ જ આવે છે.”


ઈશ્વરભક્ત એલિશાએ પૂછયું, “તે ક્યાં પડી ગયો છે?” પેલા માણસે જગ્યા બતાવી એટલે એલિશાએ એક લાકડું કાપીને પાણીમાં નાખ્યું અને લોખંડના કુહાડાને પાણીમાં તરતો કર્યો.


એલિશાએ જવાબ આપ્યો, “પ્રભુ શું કહે છે તે સાંભળો! આવતી કાલે આ સમયે તમે સારામાં સારો ત્રણ કિલો મેંદો અથવા છ કિલો જવ ચાંદીના એક સિક્કાની કિંમતે ખરીદી શકશો.”


તેથી તેઓ અરામીઓની છાવણીમાંથી સમરૂન પાછા ગયા અને દરવાનોને બૂમ પાડી બોલાવ્યા: “અમે અરામીઓની છાવણીમાં ગયા હતા તો ત્યાં કોઈ નહોતું; ઘોડા અને ગધેડાં બાંધેલાં છે અને અરામીઓ તંબૂઓ યથાવત્ છોડી જતા રહ્યા છે.”


ચાર રક્તપિત્તિયા સમરૂનના દરવાજા બહાર એકબીજા સાથે વાત કરતા હતા, “આપણે મરી જઈએ ત્યાં સુધી અહીં રાહ જોવાની શી જરૂર છે?


સાત વર્ષ પૂરાં થયેથી તે ઇઝરાયલ પાછી ફરી અને રાજા પાસે જઈને પોતાનું ઘર અને જમીન પાછાં મળે તે માટે વિનંતી કરી.


ત્યાર પછી તેણે તેમને આ સૂચનાઓ આપી બેથલેહેમ મોકલ્યા: જાઓ, એ બાળકની ખંતથી શોધ કરો અને તમને મળે એટલે મને જાણ કરજો; જેથી હું પણ ત્યાં જઈને તેનું ભજન કરી શકું.


ઈસુને જોઈને હેરોદ ઘણો ખુશ થઈ ગયો, કારણ, તેણે તેમના સંબંધી સાંભળ્યું હતું, અને ઘણા લાંબા સમયથી તે તેમને મળવા માગતો હતો. ઈસુ કંઈક ચમત્કાર કરે તો તે જોવાની તે આશા રાખતો હતો.


હેરોદે કહ્યું, “મેં યોહાનનું માથું કપાવી નાખ્યું હતું; પણ જેના વિષે હું આ બધી વાતો સાંભળું છું તે માણસ કોણ છે?” અને તેથી તેણે ઈસુને મળવાની કોશિશ કરી.


તેણે જવાબ આપ્યો, “મેં હમણાં જ તમને કહ્યું, પણ તમે માનતા નથી. તમે કેમ ફરી ફરીને એનું એ જ સાંભળવા માંગો છો? તમે પણ તેમના શિષ્યો થવા ચાહો છો”


થોડા દિવસો પછી ફેલીક્ષ તેની યહૂદી પત્ની દ્રુસિલા સાથે આવ્યો. તેણે પાઉલને બોલાવડાવ્યો અને તેની પાસેથી ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ કરવા અંગે સાંભળ્યું.


Lean sinn:

Sanasan


Sanasan