Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 8:24 - પવિત્ર બાઇબલ C.L.

24 યહોરામ મરણ પામ્યો અને તેને દાવિદ નગરમાં રાજવી કબરોમાં દાટયો. તેના પછી તેનો પુત્ર અહાઝયા રાજા બન્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 યહોરામ પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો, ને તેને તેના પિતૃઓ સાથે દાઉદનગરમાં દાટવામાં આવ્યો. અને તેની જગાએ તેના દીકરા અહાઝ્યાએ રાજ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 ત્યાર પછી યોરામ તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો, તેને દાઉદનગરમાં તેના પિતૃઓ સાથે દફનાવવામાં આવ્યો. પછી તેનો દીકરો અહાઝયાહ તેની જગ્યાએ રાજા બન્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 ત્યાર પછી યહોરામ પિતૃલોકને પામ્યો. અને તેને દાઉદના નગરમાં તેના પિતૃઓ ભેગો દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર અહાઝયા ગાદીએ આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 8:24
18 Iomraidhean Croise  

તે મરણ પામ્યો અને તેને તેના પિતા દાવિદના નગરમાં દફનાવવામાં આવ્યો અને તેના પછી તેનો પુત્ર રહાબામ રાજા બન્યો.


યરોબામે બાવીસ વર્ષ રાજ કર્યું. તે મરણ પામ્યો. તેના પછી તેનો પુત્ર નાદાબ રાજા બન્યો.


રહાબામ મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં તેના પૂર્વજો સાથે રાજવી કબરોમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર અબિયામ રાજા બન્યો.


દાવિદ મૃત્યુ પામ્યો, અને તેને દાવિદનગરમાં દફનાવવામાં આવ્યો.


તેને યહૂદિયાના રાજા અહાઝયાના કેટલાક સંબંધીઓ મળ્યા. તેણે તેમને પૂછયું, “તમે કોણ છો?” તેમણે જવાબ આપ્યો, “અમે અહાઝયાના સગાસંબંધીઓ છીએ અને ઇઝબેલ રાણીનાં સંતાનો અને બાકીના રાજકુટુંબને શુભેચ્છા પાઠવવા યિઝએલ જઈએ છીએ.”


તેનું શરીર ઘોડા પર યરુશાલેમ લવાયું અને તેને દાવિદનગરમાં રાજકુટુંબની કબરોમાં તેના પૂર્વજો સાથે દફનાવ્યો.


યોથામ મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં રાજકુટુંબની કબરોમાં તેના પૂર્વજો સાથે દફનાવ્યો. તેના પછી તેનો પુત્ર આહાઝ રાજા બન્યો.


આહાઝ મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં રાજકુટુંબની કબરોમાં તેના પૂર્વજો સાથે દફનાવ્યો. તેના પછી તેનો પુત્ર હિઝકિયા રાજા બન્યો.”


યહોરામનાં બાકીનાં કૃત્યો યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે.


તેના અમલદારો તેનું શબ રથમાં મૂકીને યરુશાલેમ લઈ ગયા અને તેને દાવિદનગરમાં રાજવી કબરોમાં દાટયો.


યહોરામ, અહાઝયા, યોઆશ, અમાસ્યા, ઉઝિયા યોથામ,


યહોશાફાટ રાજા મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં તેના પૂર્વજો સાથે રાજવી કબરમાં દફનાવ્યો. તેના પછી તેનો પુત્ર યહોરામ રાજા બન્યો.


તેમણે યહૂદિયા પર હુમલો કર્યો, રાજમહેલ લૂંટયો અને રાજાની બધી પત્નીઓને અને સૌથી નાના પુત્ર અહાઝયા સિવાયના બધા પુત્રોને કેદ કરી લઈ ગયા.


યહોરામ બત્રીસ વર્ષની વયે રાજા થયો અને તેણે યરુશાલેમમાં આઠ વર્ષ રાજ કર્યું. તેના મરણ પર કોઈએ શોક પાળ્યો નહિ. તેમણે તેને દાવિદનગરમાં દફનાવ્યો, પણ રાજવી કબરમાં નહિ.


પણ પ્રભુ દાવિદનો રાજવંશ ખતમ કરી નાખવા રાજી નહોતા. કારણ, તેમણે દાવિદ સાથે કરાર કર્યો હતો કે, “હું તારા વંશમાં રાજવારસરૂપી દીવો સતત સળગતો રાખીશ.”


કેટલાક આરબોની દોરવણી હેઠળ થયેલા હુમલામાં યહોરામ રાજાના સૌથી નાના પુત્ર અહાઝયા સિવાય અન્ય બધા વડા પુત્રો છાવણીમાં માર્યા ગયા હતા. તેથી યહોરામ પછી તેનો પુત્ર અહાઝયા યહૂદિયાનો રાજા બન્યો.


પોતાને પડેલા ઘામાંથી સાજો થવા તે યિઝએલ નગરમાં પાછો ફર્યો અને અહાઝયા ત્યાં તેની મુલાકાતે ગયો.


યોઆશ બેથશેમેશથી અમાસ્યાને પકડીને યરુશાલેમ લઈ ગયો. ત્યાં તેણે એફ્રાઈમના દરવાજાથી માંડીને ખૂણાના દરવાજા સુધી નગરની લગભગ બસો મીટરની દીવાલ તોડી પાડી.


Lean sinn:

Sanasan


Sanasan