Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 7:7 - પવિત્ર બાઇબલ C.L.

7 તેથી તે સાંજે અરામીઓ તેમના તંબૂ, ઘોડા અને ગધેડાં પડતાં મૂકી છાવણીને યથાવત્ છોડી દઈ જીવ લઈને ભાગી ગયા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 માટે સંધ્યાકાળ થતાં ઊઠીને તેઓ નાસી ગયા હતા. અને તેઓના તંબુઓને, તેઓના ઘોડાઓને તથા તેઓના ગધેડાંને, એટલે છાવણી જેમ હતી તેમ ને તેમ મૂકીને તેઓ જીવ લઈને નાઠા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેથી સાંજના સમયે સૈનિકો ઊઠીને તેમના ઘોડાઓ, તંબુઓ, ગધેડાંઓ અને છાવણી જેમ હતી એમની એમ મૂકીને પોતાના જીવ લઈને નાસી ગયા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 તેથી સંધ્યાકાળે જ તેઓ તેમના ઘોડાઓ, તંબુઓ અને બીજી બધી વસ્તુઓ છોડીને ભાગી ગયા, અને તેઓએ તેમનો પડાવ છોડી દીધો અને તેમનો જીવ બચાવવા માટે ભાગી ગયા.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 7:7
18 Iomraidhean Croise  

પ્રત્યેક સૈનિકે તેની સાથે લડનારને મારી નાખ્યો. અરામના માણસો ભાગ્યા, અને ઇઝરાયલીઓએ તેમનો જબરો પીછો કર્યો, પણ બેનહદાદ ઘોડા ઉપર બેસીને કેટલાક ઘોડેસ્વારોની સાથે નાસી છૂટયો.


આતંકો તેને ચોમેરથી ડરાવે છે, અને તેનાં પગલાંનો પીછો કરે છે.


યુદ્ધમાં વિજય માટે અશ્વદળ પર રાખેલી આશા નિરર્થક છે; ઘોડો પોતાની તાક્તથી તેના સવાર સૈનિકને ઉગારી શક્તો નથી.


રાજાઓ અને તેમનાં સૈન્યો નાસી છૂટે છે. તેઓ નાસી જાય છે અને ઘેર રહેનારી સ્ત્રીઓને પણ લૂંટમાં ભાગ મળે છે.


રાજાનું મન પાણીના પ્રવાહ જેવું છે અને પ્રભુના અંકુશ નીચે છે; તે જ્યાં ચાહે ત્યાં તેને વાળે છે.


કોઈ પીછો કરતું ન હોય તો પણ દુષ્ટ નાસે છે, પરંતુ નેકજનો સિંહ જેવા હિમ્મતવાન હોય છે.


પણ હરણી શિકારીના હાથમાંથી નાસી છૂટે, અને પંખી પારધીની જાળમાંથી છટકી જાય, તેમ તું સત્વરે આ બંધનમાંથી મુક્ત થઈ જા.


તે સમયે માણસો હાથે ઘડેલી પોતાની સોનાચાંદીની મૂર્તિઓ ફેંકી દેશે અને તેમને ખંડિયેરોમાં છછુંદર અને ચામાચિડિયાની પાસે તજી દેશે.


તેથી વચન તથા શપથ એ બે બાબતો એવી છે કે તે કદી બદલાઈ શકે નહિ. તેમજ તેના સંબંધી ઈશ્વર જૂઠું બોલી શક્તા નથી. તેથી તેની સાથે સલામતી મેળવનાર એવા આપણને આપણી સમક્ષ મૂકવામાં આવેલી આશાને દૃઢતાથી વળગી રહેવા માટે ઘણું પ્રોત્સાહન મળે છે.


છાવણીની આસપાસ પ્રત્યેક જણ પોતાના સ્થાને ઊભો હતો, અને શત્રુનું સમસ્ત સૈન્ય બૂમ પાડતાં પાડતાં નાસભાગ કરવા લાગ્યું.


છાવણીમાં તેમ જ રણક્ષેત્રમાં સર્વ લોકો ભયથી ધ્રૂજી ઊઠયા. સર્વ પલિસ્તીઓ ગભરાઈ ગયા; સંરક્ષકો અને ત્રાટકનારા સૈનિકો પણ થથરી ગયા. ધરતી પણ ધ્રૂજી ઊઠી અને ચોમેર આતંક વ્યાપી ગયો.


Lean sinn:

Sanasan


Sanasan