Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 7:6 - પવિત્ર બાઇબલ C.L.

6 પ્રભુએ અરામીઓને જાણે ઘોડા અને રથો સહિતનું મોટું સૈન્ય આગેકૂચ કરતું હોય તેવો અવાજ સંભળાવ્યો અને તેથી અરામીઓને લાગ્યું કે ઇઝરાયલના રાજાએ હિત્તી અને ઇજિપ્તી રાજાઓને અને તેમનાં લશ્કરોને તેમના પર હુમલો કરવા ભાડે રાખ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 કેમ કે યહોવાએ અરામીઓના સૈન્યને રથોનો અવાજ તથા ઘોડાઓનો અવાજ, એટલે મોટા સૈન્યનો અવાજ સંભળાવ્યો હતો. તેથી તેઓએ એકબીજાને કહ્યું હતું, “જુઓ, ઇઝરાયલના રાજાએ હિત્તીઓના રાજાઓને તથા મિસરીઓના રાજાઓને નાણાં આપીને આપણી વિરુદ્ધ ચઢાઈ કરવા માટે મોકલ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 કેમ કે, પ્રભુ યહોવાહે અરામીઓના સૈન્યને રથોનો અવાજ, ઘોડાઓનો અવાજ અને મોટા સૈન્યનો અવાજ સંભળાવ્યો હતો, તેથી તેઓએ એકબીજાને કહ્યું, “ઇઝરાયલના રાજાએ હિત્તીઓના રાજાઓને અને મિસરના રાજાઓને નાણાં આપીને આપણા પર હુમલો કરવા મોકલ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 કારણ, યહોવાએ એવું કર્યું કે અરામીઓને રથો, ઘોડાઓ અને મોટા સૈન્યના અવાજ જેવો અવાજ સંભળાયો, અને તેથી છાવણીમાં વાત ફેલાઈ ગઈ કે, “ઇસ્રાએલના રાજાએ હિત્તીઓના અને મિસરના રાજાઓને આપણા પર હુમલો કરવા મોકલ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 7:6
21 Iomraidhean Croise  

આમ્મોનીઓને સમજાયું કે તેમણે દાવિદને પોતાનો શત્રુ બનાવ્યો છે અને તેથી તેમણે બેથરહોબ અને સોબામાંથી વીસ હજાર અરામી સૈનિકો, ટોબમાંથી બાર હજાર માણસો અને માખા રાજાને તેના એક હજાર માણસો સહિત ભાડે રાખ્યા.


શેતૂર વૃક્ષોની ટોચ પર તું લશ્કરની કૂચનો અવાજ સાંભળે ત્યારે હુમલો કરજે. કારણ, પલિસ્તીઓના સૈન્યને હરાવવા હું તારી અગાઉ કૂચ કરીશ.”


પ્રત્યેક સૈનિકે તેની સાથે લડનારને મારી નાખ્યો. અરામના માણસો ભાગ્યા, અને ઇઝરાયલીઓએ તેમનો જબરો પીછો કર્યો, પણ બેનહદાદ ઘોડા ઉપર બેસીને કેટલાક ઘોડેસ્વારોની સાથે નાસી છૂટયો.


હું તેને એવી પ્રેરણા કરીશ કે તે માત્ર અફવા સાંભળીને તેના દેશમાં પાછો ચાલ્યો જશે અને ત્યાં તેના દેશમાં જ તે તલવારથી માર્યો જાય એવું હું કરીશ.”


તેથી અંધારું થવા માંડયું એટલે તેઓ ત્યાં પહોંચ્યા, પણ ત્યાં કોઈ નહોતું.


તેના કાનમાં ભયના ભણકારા વાગશે; આબાદીના સમયે જ લૂંટારા તેના પર ત્રાટકશે.


પરંતુ જુઓ, તેઓ મહાભયથી કંપી ઊઠશે; કારણ, ઈશ્વર તેમના ભક્તજનોના પક્ષમાં છે.


ઇજિપ્તની મદદ માટે દોડી જનારાઓની કેવી દુર્દશા થવાની! તેઓ ઇજિપ્તના ઘોડાઓ પર આધાર રાખે છે અને તેમના પુષ્કળ રથો અને સમર્થ ઘોડેસ્વારો પર ભરોસો રાખે છે. પણ તેઓ ઇઝરાયલના પવિત્ર ઈશ્વર પ્રભુ તરફ મીટ માંડતા નથી, કે તેમની મદદ માગતા નથી.


જો તારાથી એટલું ય ન થાય તો ઇજિપ્તના રથો અને ઘોડેસવારોના આધારે તું મારા માલિકના સૌથી નીચલી પાયરીના અધિકારીને પણ કેવી રીતે હરાવી શકીશ?


તેના ભાડૂતી સૈનિકો પણ વાછરડા જેવા લાચાર છે. તેઓ સામનો કરીને લડી શક્યા નહિ, બધા પીછેહઠ કરીને નાઠા છે; કારણ, તેમના પર આફતનો દિવસ અને વિનાશનો સમય આવી પહોંચ્યો છે.


તેઓ ઊડતાં હતાં ત્યારે તેમની પાંખોનો અવાજ મને સંભળાયો હતો. તે અવાજ સાગરની ગર્જના જેવો, વિશાળ સૈન્યના કોલાહલ જેવો અને સર્વસમર્થના સાદ જેવો હતો. તેઓ ઊડતાં ઊડતાં થોભતાં ત્યારે પોતાની પાંખો નીચે નમાવી દેતાં.


કરુબોની પાંખોનો અવાજ બહારના ચોક સુધી સંભળાતો હતો. એ અવાજ સર્વશક્તિમાન ઈશ્વરના બોલવાના અવાજ જેવો લાગતો હતો.


તેમની છાતી લોઢાના બખ્તર જેવી દેખાતી વસ્તુથી ઢંક્યેલી હતી. તેમની પાંખોના ફફડાટનો અવાજ ઘણા ઘોડા જોડેલા રથના ગડગડાટ જેવો હતો.


છાવણીની આસપાસ પ્રત્યેક જણ પોતાના સ્થાને ઊભો હતો, અને શત્રુનું સમસ્ત સૈન્ય બૂમ પાડતાં પાડતાં નાસભાગ કરવા લાગ્યું.


છાવણીમાં તેમ જ રણક્ષેત્રમાં સર્વ લોકો ભયથી ધ્રૂજી ઊઠયા. સર્વ પલિસ્તીઓ ગભરાઈ ગયા; સંરક્ષકો અને ત્રાટકનારા સૈનિકો પણ થથરી ગયા. ધરતી પણ ધ્રૂજી ઊઠી અને ચોમેર આતંક વ્યાપી ગયો.


પછી દાવિદે હિત્તી અહિમેલેખ અને સરુયાના પુત્ર, યોઆબના ભાઈ અબિશાયને કહ્યું, “શાઉલની છાવણીમાં જવા તમારામાંનો કોણ મારી સાથે આવશે?” અબિશાયે કહ્યું, “હું આવીશ.”


Lean sinn:

Sanasan


Sanasan