Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 7:5 - પવિત્ર બાઇબલ C.L.

5 તેથી અંધારું થવા માંડયું એટલે તેઓ ત્યાં પહોંચ્યા, પણ ત્યાં કોઈ નહોતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેઓ સંધ્યાકાળે અરામીઓની છાવણીમાં જવા માટે ઊઠ્યા. અને તેઓ અરામીઓની છાવણીની સરહદ પર પહોંચ્યા, ત્યારે જુઓ, ત્યાં કોઈ પણ માણસ નહોતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 માટે તેઓ સાંજના સમયે અરામીઓની છાવણીમાં જવા ઊઠ્યા; જ્યારે તેઓ અરામીઓની છાવણીની હદમાં પહોચ્યા, ત્યારે ત્યાં કોઈ નહોતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 આથી સંધ્યા સમયે તેઓ અરામીઓની છાવણીએ જવા નીકળી પડયા; પણ જયારે તેઓ છાવણીની હદમાં પહોચ્યાં ત્યારે ત્યાં કોઈ નહોતું.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 7:5
10 Iomraidhean Croise  

નગરમાં જવાનો કોઈ અર્થ નથી, કારણ, ત્યાં ભૂખે મરવું પડશે; અને અહીં રોકાઈ રહીએ તોય મરવાના છીએ. તેથી ચાલો, અરામીઓની છાવણીમાં જઈએ. તેઓ આપણને મારી ન નાખે, તો આપણે જીવતા રહીશું; વળી, કદાચ મારી નાખે તો ય શું? કારણ, આમે ય આપણે મરવાના તો છીએ.”


પ્રભુએ અરામીઓને જાણે ઘોડા અને રથો સહિતનું મોટું સૈન્ય આગેકૂચ કરતું હોય તેવો અવાજ સંભળાવ્યો અને તેથી અરામીઓને લાગ્યું કે ઇઝરાયલના રાજાએ હિત્તી અને ઇજિપ્તી રાજાઓને અને તેમનાં લશ્કરોને તેમના પર હુમલો કરવા ભાડે રાખ્યાં છે.


તમારો રાજવી અંધારામાં પોતાના ખભે પોતાનો સરસામાન ઉપાડીને ચાલી નીકળશે અને તેને માટે લોકોએ કોટમાં પાડેલા બાકોરામાંથી તે બહાર નાસી છૂટશે. પોતે દેશ જોઈ ન શકે તે માટે તે પોતાનું મોં ઢાંકશે.


દરેક પ્રથમજનિત પ્રાણી પ્રભુનું જ ગણાય; તેથી કોઈ સ્વૈચ્છિક રીતે એવા વાછરડાનું, હલવાનનું, લવારાનું સમર્પણ કરે નહિ; એ તો પ્રભુનું જ છે.


“જો કોઈએ માનતા લીધી હોય અને પછી ગરીબીને લીધે નિયત કરેલું મુક્તિમૂલ્ય ચૂકવવા અસમર્થ હોય તો તેણે તે માણસને યજ્ઞકાર પાસે લાવવો. યજ્ઞકાર માનતા લેનાર માણસ ચૂકવી શકે તે પ્રમાણે તેનું મુક્તિમૂલ્ય નક્કી કરે.


“તમારા પર આક્રમણ કરનાર તમારા શત્રુઓને પ્રભુ હાર પમાડશે. તેઓ તમારા પર એક માર્ગે હુમલો કરશે, પણ તમારી સામેથી સાત માર્ગે નાસી જશે.


ઘરબહાર તલવાર તેમનો સંહાર કરશે અને તેઓ આંતકથી ઘરમાં ફફડી મરશે. યુવાનો અને યુવતીઓ મૃત્યુ પામશે. શિશુઓ અને વૃધો પણ માર્યા જશે.


જો તેમના ખડક સમા ઈશ્વરે તેમને તજી દીધા ન હોત, અને તેમના પ્રભુએ તેમને શત્રુઓને હવાલે કર્યા ન હોત, તો શું શત્રુના એકે તેમના હજારને નસાડયા હોત? અથવા બે માણસે તેમના દશ હજારને હરાવ્યા હોત?


બીજે દિવસે વહેલી સવારે દાવિદે તેમના પર હુમલો કર્યો અને સાંજ સુધી લડયો. ઊંટ પર બેસીને ભાગી ગયેલા ચારસો જુવાન માણસો સિવાય તેમાંનું કોઈ બચ્યું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan