Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 7:2 - પવિત્ર બાઇબલ C.L.

2 રાજાના અંગરક્ષકે ઈશ્વરભક્ત એલિશાને કહ્યું, “પ્રભુ અત્યારે જ આકાશમાંથી વરસાદ વરસાવે તોય તેવું બને ખરું?” એલિશાએ જવાબ આપ્યો, “એવું બનેલું તું જોશે પણ તું પોતે એ ખોરાક ખાવા પામશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 ત્યારે જે સરદારના હાથ પર રાજા ટેકતો હતો તેણે ઈશ્વરભક્તને ઉત્તર આપ્યો, “જો યહોવા આકાશમાં બારીઓ કરે તોપણ એ વાત બની શકે શું?” અને એલિશાએ કહ્યું, “જો, તું તે નજરે જોશે, પણ તેમાંથી ખાવા પામશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 ત્યારે જે સરદારના હાથ પર રાજા અઢેલતો હતો તેણે ઈશ્વરભક્તને કહ્યું, “જો, યહોવાહ આકાશમાં બારીઓ કરે તો પણ શું આ વાત શક્ય છે ખરી?” એલિશાએ કહ્યું, “જો, તું તે તારી આંખોથી જોશે, પણ તેમાંથી ખાવા પામશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 ત્યારે રાજાના અંગત મદદનીશે દેવના માણસ એલિશાને જવાબ આપ્યો, “જો યહોવા આકાશમાં બારીઓ કરે તો પણ એ વાત બની શકે શું?” અને તેણે કહ્યું કે, “જો તું તે નજરે જોશે, પણ તેમાંથી ખાવા પામશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 7:2
17 Iomraidhean Croise  

નૂહના આયુષ્યના છસોમા વર્ષના બીજા માસના સત્તરમા દિવસે આમ થયું: ભૂગર્ભજળનાં ઝરણાં ફૂટી નીકળ્યાં અને આકાશની બારીઓ ખૂલી ગઈ.


હું મારા રાજા સાથે અરામના દેવ રિમ્મોનના મંદિરમાં જઉં છું, ત્યારે તેની આગળ નમું છું એ બાબતમાં પ્રભુ મને ક્ષમા કરો. પ્રભુ મને જરૂર ક્ષમા કરશે.”


બીજે દિવસે સવારે લોકો તકોઆ પાસેના વેરાનપ્રદેશમાં પહોંચી ગયા. તેઓ ત્યાં જવા નીકળ્યા, ત્યારે યહોશાફાટે તેમને આવું સંબોધન કર્યું: “હે યહૂદિયા અને યરુશાલેમના લોકો, તમારા ઈશ્વર પ્રભુ પર ભરોસો મૂકો એટલે તમે અડીખમ રહેશો. તેમના સંદેશવાહકો જે કહે તે પર વિશ્વાસ મૂકો એટલે તમે દૃઢ થશો.”


પતનમાં પડીને વારંવાર તેમણે ઈશ્વરની ક્સોટી કરી અને ઇઝરાયલના પવિત્ર ઈશ્વરને ચીડવ્યા.


ઇઝરાયલનું પાટનગર સમરૂન છે અને પેકા સમરૂનનો રાજા છે. “તમે વિશ્વાસમાં અડગ રહેશો નહિ, તો તમે ટકી શકશો નહિ.”


તેથી હું પ્રભુ તેને વિષે આ પ્રમાણે કહું છું: હું શમાયાને અને તેનાં સંતાનોને સજા કરીશ. તેના વંશમાં કોઈ વ્યક્તિ આ પ્રજામાં બચશે નહિ અને હું મારા લોકને જે સુખશાંતિના દિવસો આપીશ તે જોવા તે જીવતો રહેશે નહિ; કારણ, તેણે મારા લોકને મારી વિરુદ્ધ બંડ કરવા ઉશ્કેર્યા છે. હું પ્રભુ આ બોલું છું.”


તમારાં પૂરેપૂરાં દશાંશ મંદિરમાં લાવો, એ માટે કે ત્યાં અન્‍નની અછત રહે નહિ. મારી પારખ કરી જુઓ કે હું આકાશની બારીઓ ખોલીને તમારે માટે સર્વ સારી વસ્તુઓ ભરપૂરીમાં વરસાવું છું કે નહિ.


તેઓ મારી પાસે આવીને રડી રડીને કહે છે, ‘અમને ખાવાને માંસ આપ’, પણ આ બધા લોકોને પૂરતું થાય એટલું માંસ હું ક્યાંથી લાવું?


ઈશ્વર માણસ નથી કે તે જૂઠું બોલે. એ કંઈ માનવપુત્ર નથી કે પોતાનો વિચાર બદલે. એ પોતાનું વચન પાળે છે, અને તે જે બોલે છે તે પ્રમાણે કરે છે.


શું તેમનું અવિશ્વાસુપણું ઈશ્વરના વિશ્વાસુપણાને રદબાતલ કરશે?


પિસ્ગા પર્વતના શિખર પર ચઢ અને તારી નજર પશ્ર્વિમ તરફ, ઉત્તર તરફ, દક્ષિણ તરફ અને પૂર્વ તરફ ફેરવીને જો. યાનપૂર્વક અવલોકન કર; કારણ, તું યર્દન નદીની પેલે પાર જઈ શકીશ નહિ.


જો આપણે અવિશ્વાસુ નીવડીએ, તો પણ તે વિશ્વાસુ રહે છે, કારણ, તે પોતાના સ્વભાવ વિરુદ્ધ જતા નથી.


Lean sinn:

Sanasan


Sanasan