Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 7:18 - પવિત્ર બાઇબલ C.L.

18 ઈશ્વરભક્ત એલિશાએ રાજાને કહ્યું હતું કે આવતી કાલે આ સમયે સારામાં સારા ત્રણ કિલો ઘઉં અને છ કિલો જવ ચાંદીના એક સિક્કાને ભાવે વેચાશે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 ઈશ્વરભક્તે રાજાને બોલાવીને કહ્યું હતું, ‘કાલે આશરે આ સમયે સમરુનની ભાગળમાં બે માપ જવ એક શેકેલે, ને એક માપ મેંદો એક શેકેલે વેચાશે, ’ તેમ થયું,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 ઈશ્વરભક્તે રાજાને કહ્યું હતું “કાલે, આ સમયે સમરુનના દરવાજા પાસે એક માપ મેંદો એક શેકેલે અને બે માપ જવ એક શેકેલે વેચાશે” તેવું જ થયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 એલિશાએ રાજાને કહ્યું હતું કે, “આવતી કાલે, આ વખતે સમરૂનના દરવાજા પાસે એક માપ મેંદો એક શેકેલે અને બે માપ જવ એક શેકેલે વેચાશે.” આમ પણ પ્રબોધકે રાજાને કહ્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 7:18
5 Iomraidhean Croise  

શું પ્રભુને કંઈ અશક્ય છે? આવતે વર્ષે નિયત સમયે હું તારી પાસે પાછો આવીશ અને સારાને ત્યારે પુત્ર થયો હશે.”


અને તેણે એલિશાને બોલાવવા સંદેશક મોકલ્યો. દરમ્યાનમાં એલિશા તેને મળવા આવેલા કેટલાક આગેવાનો સાથે ઘેર હતો. રાજાનો સંદેશક આવી પહોંચ્યો તે પહેલાં એલિશાએ આગેવાનોને કહ્યું, “પેલો ખૂની મને મારી નાખવા કોઈને મોકલે છે. હવે તે અહીં આવે ત્યારે બારણાં બંધ કરી દઈ તેને અંદર આવવા દેશો નહિ. રાજા પોતે પણ તેની પાછળ પાછળ જ આવે છે.”


તો એ અધિકારીએ જવાબ આપ્યો હતો, “પ્રભુ અત્યારે જ આકાશમાંથી વરસાદ વરસાવે તોય એવું બને ખરું?” અને ઈશ્વરભક્ત એલિશાએ જવાબ આપ્યો હતો, “એવું બનેલું તું જોશે, પણ તું એ ખોરાકમાંથી ખાવા પામશે નહિ.”


પણ મારા સેવકોનાં ભવિષ્યકથનોને તો હું સાચાં ઠરાવું છું અને મારા સંદેશવાહકોએ ભાખેલી ભાવિ યોજનાઓ પાર પાડું છું. હું યરુશાલેમને કહું છું: ‘તારે ત્યાં ફરીથી લોકો વસશે,’ અને યહૂદિયાનાં નગરોને કહું છું: ‘તમે ફરીથી બંધાશો. તમને તમારાં ખંડિયેરોમાંથી બાંધવામાં આવશે.’


Lean sinn:

Sanasan


Sanasan