Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 7:17 - પવિત્ર બાઇબલ C.L.

17 હવે એવું બન્યું કે ઇઝરાયલના રાજાએ નગરના દરવાજાનો હવાલો તેના અંગરક્ષકને સોંપ્યો હતો. રાજા એલિશાને મળવા ગયો હતો ત્યારે ઈશ્વરભક્ત એલિશાએ ભવિષ્ય ભાખ્યું હતું તેમ એ અંગરક્ષક લોકોના પગ નીચે ચગદાઈને મરણ પામ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 જે સરદારના હાથ પર રાજા ટેકતો હતો, તેને રાજાએ દરવાજાની સંભાળ રાખવાનું સોંપ્યું. રાજા ઊતરીને તેની પાસે આવ્યો ત્યારે ઈશ્વરભક્તે જેમ કહ્યું હતું તેમ, તે [સરદાર] દરવાજામાં લોકોનાં પગ નીચે છૂંદાઈને મરણ પામ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 જે સરદારના હાથ પર રાજા અઢેલતો હતો, તેને નગરના દરવાજાની ચોકી કરવાનું કામ સોંપ્યું. જ્યારે રાજા ઊતરીને તેની પાસે નીચે આવ્યો ત્યારે ઈશ્વરભક્તના કહ્યા પ્રમાણે તે માણસ લોકોના પગ નીચે કચડાઈને મરણ પામ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 રાજાએ પોતાના અંગત મદદનીશને શહેરના દરવાજાની ચોકી કરવા રોકયો હતો; પણ લોકોએ તેને ત્યાં જ પગ તળે છૂંદીને મારી નાખ્યો. આમ રાજા જયારે દેવના માણસ એલિશાને મળવા આવ્યો હતો ત્યારે એલિશાએ જે વાતની ભવિષ્યવાણી કરી હતી તે સાચી પડી.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 7:17
8 Iomraidhean Croise  

હું મારા રાજા સાથે અરામના દેવ રિમ્મોનના મંદિરમાં જઉં છું, ત્યારે તેની આગળ નમું છું એ બાબતમાં પ્રભુ મને ક્ષમા કરો. પ્રભુ મને જરૂર ક્ષમા કરશે.”


અને તેણે એલિશાને બોલાવવા સંદેશક મોકલ્યો. દરમ્યાનમાં એલિશા તેને મળવા આવેલા કેટલાક આગેવાનો સાથે ઘેર હતો. રાજાનો સંદેશક આવી પહોંચ્યો તે પહેલાં એલિશાએ આગેવાનોને કહ્યું, “પેલો ખૂની મને મારી નાખવા કોઈને મોકલે છે. હવે તે અહીં આવે ત્યારે બારણાં બંધ કરી દઈ તેને અંદર આવવા દેશો નહિ. રાજા પોતે પણ તેની પાછળ પાછળ જ આવે છે.”


રાજાના અંગરક્ષકે ઈશ્વરભક્ત એલિશાને કહ્યું, “પ્રભુ અત્યારે જ આકાશમાંથી વરસાદ વરસાવે તોય તેવું બને ખરું?” એલિશાએ જવાબ આપ્યો, “એવું બનેલું તું જોશે પણ તું પોતે એ ખોરાક ખાવા પામશે નહિ.”


એટલે યેહૂએ તેમને કહ્યું, “તેને નીચે ફેંકી દો!” તેમણે તેને નીચે ફેંકી દીધી, અને તેનું લોહી દીવાલ પર અને ઘોડાઓ પર છંટાઈ ગયું. યેહૂએ તેને પોતાના ઘોડા અને રથ નીચે કચડી નાખી.


પ્રભુ પોતાના હાથ પ્રસારી સિયોન પર્વતનું રક્ષણ કરશે. પણ મોઆબના લોકોને તો તે જેમ ઘાસ ઉકરડામાં ખૂંદાય છે તેમ ખૂંદશે.


ત્યારે મારી દુશ્મન પ્રજા શરમિંદી બની જશે અને “તારો ઈશ્વર પ્રભુ ક્યાં છે” એવું પૂછનારને હું પરાજિત થયેલ અને શેરીના ખૂંદાતા ક્દવની જેમ ખૂંદાતા જોઈશ.


તો જે વ્યક્તિ ઈશ્વરના પુત્રનો તિરસ્કાર કરે છે, ઈશ્વરના કરારનું રક્ત જેના દ્વારા તેને પાપમાંથી શુદ્ધ કરવામાં આવ્યો હતો તેને અપવિત્ર ગણે છે તથા કૃપાના આત્માનું અપમાન કરે છે તેનું શું થશે? તે કેવી ઘોર શિક્ષાને પાત્ર ઠરશે!


તેઓ બિન્યામીનીઓને ઘેરી વળ્યા અને ગિબ્યાની પૂર્વ બાજુ તેની નજદીક સુધી તેમનો સતત પીછો કરીને તેમને માર્યા.


Lean sinn:

Sanasan


Sanasan