Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 7:16 - પવિત્ર બાઇબલ C.L.

16 સમરૂનના લોકોએ બહાર ધસી આવીને અરામીઓની છાવણી લૂંટી અને પ્રભુએ કહ્યું હતું તેમ સારામાં સારા ત્રણ કિલો જવ, ચાંદીના એક સિક્કાના ભાવે વેચાયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 ત્યાર પછી લોકોએ બહાર નીકળી આવીને અરામીઓની છાવણી લૂટી. એમ યહોવાના વચન પ્રમાણે મેંદાનું એક માપ એક શેકેલે, ને જવનાં બે માપ એક શેકેલે વેચાયાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પછી લોકોએ બહાર જઈને અરામીઓની છાવણી લૂંટી લીધી. માટે યહોવાહના વચન પ્રમાણે એક માપ મેંદો એક શેકેલે અને બે માપ જવ એક શેકેલે વેચાયાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 પછી લોકોએ બહાર જઈને અરામીઓની છાવણી લૂંટી લીધી, અને યહોવાએ કહ્યું હતું તેમ એ દિવસે સમરૂનના બજારમાં એક માપ મેંદો એક શેકેલે અને બે માપ જવ એક શેકેલે વેચાયાં.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 7:16
14 Iomraidhean Croise  

એલિશાએ જવાબ આપ્યો, “પ્રભુ શું કહે છે તે સાંભળો! આવતી કાલે આ સમયે તમે સારામાં સારો ત્રણ કિલો મેંદો અથવા છ કિલો જવ ચાંદીના એક સિક્કાની કિંમતે ખરીદી શકશો.”


પેલા માણસો છેક યર્દન સુધી ગયા અને નાસી છૂટતી વખતે અરામીઓએ રસ્તે પડતાં મૂકેલાં વસ્ત્રો અને સાધન- સરંજામ તેમણે જોયાં. પછી તેમણે આવીને રાજાને અહેવાલ આપ્યો.


યહોશાફાટ અને તેનું સૈન્ય લૂંટ મેળવવા આગળ ગયું તો તેમને ઘણાં ઢોરઢાંક, પુરવઠો, વસ્ત્રો અને અન્ય કીમતી ચીજવસ્તુઓ મળ્યાં. લૂંટ એકત્ર કરતાં તેમને ત્રણ દિવસ લાગ્યા, પણ લૂંટ એટલી બધી હતી કે તેઓ બધું લઈ જઈ શક્યા નહિ.


રાજાઓ અને તેમનાં સૈન્યો નાસી છૂટે છે. તેઓ નાસી જાય છે અને ઘેર રહેનારી સ્ત્રીઓને પણ લૂંટમાં ભાગ મળે છે.


તમારામાંના જેઓ ઘેટાં સાચવવા ઘેટાંના વાડામાં રહ્યા હતા, તે તમને ય ચાંદીના ઢાળવાળી કબૂતરોની પ્રતિમાઓ મળી, જેમની પાંખો શુદ્ધ સુવર્ણથી ચમક્તી હતી.


હે વિનાશક, તારી કેવી દુર્દશા થશે! તારો પોતાનો વિનાશ થયો નથી. હે દગાખોર, હજી તને દગો દેખાયો નથી. તું વિનાશ કરી રહે એટલે તારો વિનાશ કરાશે. તારી દગાખોરી પૂરી થાય એટલે તને દગો દેવાશે.


જુવાન તીડોનાં ટોળાં પાક પર ઊતરી પડીને તેને સફાચટ કરી નાખે તેમ હે પ્રજાઓ, તમારી માલમિલક્ત તરાપ મારી લૂંટી લેવાશે.


પણ મારા સેવકોનાં ભવિષ્યકથનોને તો હું સાચાં ઠરાવું છું અને મારા સંદેશવાહકોએ ભાખેલી ભાવિ યોજનાઓ પાર પાડું છું. હું યરુશાલેમને કહું છું: ‘તારે ત્યાં ફરીથી લોકો વસશે,’ અને યહૂદિયાનાં નગરોને કહું છું: ‘તમે ફરીથી બંધાશો. તમને તમારાં ખંડિયેરોમાંથી બાંધવામાં આવશે.’


ઈશ્વર માણસ નથી કે તે જૂઠું બોલે. એ કંઈ માનવપુત્ર નથી કે પોતાનો વિચાર બદલે. એ પોતાનું વચન પાળે છે, અને તે જે બોલે છે તે પ્રમાણે કરે છે.


આકાશ અને પૃથ્વી જતાં રહેશે, પણ મારાં વચનો નિષ્ફળ જશે નહિ.


પલિસ્તીઓનો પીછો મૂકીને ઇઝરાયલીઓ પાછા ફર્યા અને તેમની છાવણીમાં લૂંટ ચલાવી.


Lean sinn:

Sanasan


Sanasan