Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 7:1 - પવિત્ર બાઇબલ C.L.

1 એલિશાએ જવાબ આપ્યો, “પ્રભુ શું કહે છે તે સાંભળો! આવતી કાલે આ સમયે તમે સારામાં સારો ત્રણ કિલો મેંદો અથવા છ કિલો જવ ચાંદીના એક સિક્કાની કિંમતે ખરીદી શકશો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 એલિશાએ કહ્યું, “તમે યહોવાનું વચન સાંભળો:યહોવા એમ કહે છે, ‘કાલે આશરે આ સમયે સમરુનની ભાગળમાં એક માપ મેંદો એક શેકેલે, ને બે માપ જવ એક શેકેલે [વેચાશે].”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 એલિશાએ કહ્યું, “તમે યહોવાહનું વચન સાંભળો. યહોવાહ એવું કહે છે: “આવતી કાલે આ સમયે સમરુનની ભાગળમાં એક માપ મેંદો એક શેકેલે અને બે માપ જવ એક શેકેલે વેચાશે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 એલિશાએ જવાબ આપ્યો, “આ યહોવાનાં વચન છે: ‘આવતી કાલે આ સમયે સમરૂનના બજારમાં એક શેકેલની સાટે એક માપ લોટ અને એક શેકેલ સામે બે માપ જવ વેચાશે.’”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 7:1
19 Iomraidhean Croise  

વળી, મિખાયાએ કહ્યું, “હવે પ્રભુનો સંદેશ સાંભળો. મેં પ્રભુને આકાશમાં તેમના રાજ્યાસન પર બિરાજેલા જોયા; તેમની બન્‍ને તરફ તેમના સર્વ દૂતો ઊભા હતા.


યશાયાએ તેને કહ્યું, “તો હવે સર્વસમર્થ પ્રભુનો સંદેશ સાંભળો:


બીજી એકવાર બઆલશાલીશાથી એક માણસ આવ્યો. તે ઈશ્વરભક્ત એલિશા માટે તે વર્ષે નવી ફસલના પ્રથમ કાપેલા જવમાંથી બનાવેલી વીસ રોટલી અને તાજાં કાપેલાં અનાજનાં થોડાં ડૂંડાં લાવ્યો હતો. એલિશાએ તેના નોકરને એમાંથી સંદેશવાહકોના સંઘને જમાડવા કહ્યું.


ઘેરાને લીધે નગરમાં ખોરાકની એટલી તીવ્ર તંગી પ્રવર્તતી હતી કે ગધેડાના માથાની કિંમત ચાંદીના એંસી સિક્કા અને કબૂતરની પાંચસો ગ્રામ હગારની કિંમત ચાંદીના પાંચ સિક્કા હતી.


તેણે હજી એ બોલવાનું પૂરું પણ નહોતું કર્યું ત્યાં રાજા આવી પહોંચ્યો અને કહ્યું, “આપણા પર પ્રભુએ જ આ આપત્તિ મોકલી છે તો પછી મારે તેમની સહાયને માટે ક્યાં રાહ જોવાની રહી?”


સમરૂનના લોકોએ બહાર ધસી આવીને અરામીઓની છાવણી લૂંટી અને પ્રભુએ કહ્યું હતું તેમ સારામાં સારા ત્રણ કિલો જવ, ચાંદીના એક સિક્કાના ભાવે વેચાયા.


ઈશ્વર તે નગરમાં છે, તેથી તેને કદી ઉથલાવી શકાશે નહિ; સત્વરે ઈશ્વર તેને સહાય કરશે.


મોશેએ જવાબ આપ્યો, “ગભરાશો નહિ. મક્કમ રહો, અને તમારો બચાવ કરવા પ્રભુ આજે શું કરશે તે તમે જોશો.


તેમને કહે કે સાંજે તમે માંસ ખાશો અને સવારે ધરાઈને રોટલી ખાશો; ત્યારે તમે જાણશો કે હું પ્રભુ, તમારો ઈશ્વર છું.”


આ રીતે મારા લોકો અને તારા લોકો વચ્ચે હું ભેદ રાખીશ. આવતી કાલે આ ચમત્કાર થશે.”


હે યરુશાલેમ, તારા રાજર્ક્તાઓ અને તારા લોકો સદોમ અને ગમોરા જેવા છે. તમે પ્રભુની વાત સાંભળો. ઈશ્વરના નિયમ પ્રત્યે લક્ષ આપો.


તેમણે કહ્યું,: “તું આ હાડકાંને સંદેશ સંભળાવ. એ સૂકાં હાડકાંને કહે કે તેઓ પ્રભુનો સંદેશ સાંભળે.


“અહીં એક છોકરો છે. તેની પાસે જવની પાંચ રોટલી અને બે માછલી છે. પણ તે આટલા બધાંને કેમ પહોંચે?”


યહોશુઆએ લોકોને કહ્યું, “પોતાને શુદ્ધ કરો; કારણ, આવતી કાલે પ્રભુ તમારી વચ્ચે અદ્‍ભુત કાર્યો કરશે.”


પછી, જાણે ચાર જીવંત પ્રાણીઓની મયમાંથી આવતી હોય એવી વાણી મેં સાંભળી: “એક દીનારના આશરે અર્ધો કિલો ઘઉં અને એક દીનારના આશરે દોઢ કિલો જવ. પરંતુ ઓલિવ તેલ અને દ્રાક્ષાસવનો બગાડ કરીશ નહિ.”


તેમણે ગિલ્યાદ પ્રદેશના સંદેશકોને કહ્યું, “તમારા લઠોકને કહેજો કે આવતી કાલે બપોર પહેલાં તમારો બચાવ થશે.” સંદેશો સાંભળીને યાબેશના લોકો ખૂબ આનંદમાં આવી ગયા.


શમુએલે શાઉલને કહ્યું, “પોતાના ઇઝરાયલી લોક પર રાજા તરીકે તારો અભિષેક કરવા પ્રભુએ મને મોકલ્યો હતો. હવે સેનાધિપતિ પ્રભુના આદેશ પર ધ્યાન આપ.


Lean sinn:

Sanasan


Sanasan