Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 6:5 - પવિત્ર બાઇબલ C.L.

5 તેઓમાંથી એક જણ વૃક્ષ કાપતો હતો ત્યારે અચાનક તેનો કુહાડો પાણીમાં પડી ગયો. તેણે એલિશાને કહ્યું, “ગુરુજી, હવે શું કરું? એ તો માગી આણેલો કુહાડો હતો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 પણ એક જણ મોભ કાપતો હતો તેવામાં તેની કુહાડી પાણીમાં પડી ગઈ. તેણે બૂમ પાડીને કહ્યું, “ હે મારા ગુરુજી, અફસોસ! કેમ કે એ તો માગી લાવેલી હતી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પણ એક જણ લાકડાં કાપતો હતો, તેવામાં તેની કુહાડી પાણીમાં પડી ગઈ; તેણે બૂમ પાડીને કહ્યું, “હે મારા ગુરુજી! એ કુહાડી તો હું માંગી લાવ્યો હતો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 પણ થયું એવું કે એક જણ લાકડા કાપતો હતો, એવામાં તેની કુહાડી જળમાં પડી ગઇ; તે બોલી ઊઠયો, “ગુરુજી, એ કુહાડી તો કોઈની માંગી લાવેલી હતી!”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 6:5
12 Iomraidhean Croise  

યોરામ બોલી ઊઠયો, “આપણું આવી બન્યું. પ્રભુએ જ આપણ ત્રણે રાજાઓને મોઆબના રાજાના હાથમાં સોંપી દેવા ભેગા કર્યા છે.”


તેણે ઈશ્વરભક્ત એલિશા પાસે જઈને તેને જાણ કરી. તેણે તેને કહ્યું, જા, ઓલિવ તેલ વેચી દે અને તારું સઘળું દેવું ચૂકવી દે; એ પછી પણ તારા અને તારા પુત્રોના ગુજરાન માટે પૂરતા પૈસા વયા હશે.”


બીજી સવારે ઈશ્વરભક્ત એલિશાના નોકરે વહેલા ઊઠીને ઘર બહાર જોયું તો અરામના લશ્કરે તેમના ઘોડાઓ અને રથો સાથે આવી નગરને ઘેરી લીધું હતું. તેણે એલિશા પાસે જઈને તેને કહ્યું, “ગુરુજી, આપણું આવી બન્યું. આપણે શું કરીએ?”


પછી તેઓ સાથે ઉપડયા. તેઓ યર્દન આવ્યા એટલે કામ શરૂ કર્યું.


ઈશ્વરભક્ત એલિશાએ પૂછયું, “તે ક્યાં પડી ગયો છે?” પેલા માણસે જગ્યા બતાવી એટલે એલિશાએ એક લાકડું કાપીને પાણીમાં નાખ્યું અને લોખંડના કુહાડાને પાણીમાં તરતો કર્યો.


દુર્જન ઉછીનું લીધેલું ય પાછું આપતો નથી, પણ નેકજન ઉદારતાથી દાન આપે છે.


જો કુહાડી બુઠ્ઠી હોય અને તેની ધાર કાઢવામાં ન આવે તો વધુ બળ વાપરવું પડશે. બુદ્ધિ દ્વારા સફળતા પ્રાપ્ત થાય છે.


કુહાડાથી ગીચ જંગલને કાપી નાખવામાં આવે અને લબાનોનનાં મજબૂત વૃક્ષો ઢળી પડે તેમ પ્રભુ તેમને કાપી નાખશે.


તેને થતી વેદનાથી ગભરાઈને તેઓ દૂર ઊભા રહીને કહેશે, “અરે, મહાનગરી, તને હાય હાય! ઓ પ્રતાપી બેબિલોન, ફક્ત એક ઘડીમાં તને સજા મળી ચૂકી!”


અને કહેશે, “ઓ મહાનગરી તને હાય હાય! તે તો અળસીના શ્વેત રેસાનાં, જાંબુડી અને લાલ રંગના વસ્ત્રો જ પહેરતી તથા સોનાથી, ઝવેરાતથી અને મોતીથી પોતાને શણગારતી હતી!


તેમણે પોતાને માથે ધૂળ નાખી અને તેઓ મોટેથી રડીને શોક કરવા લાગ્યા, “ઓ મહાનગરી તને હાય હાય! આ તો એ નગરી છે, જ્યાં વહાણવટું કરનાર બધા જ તેની સંપત્તિથી ધનવાન બન્યા છે! અને ફક્ત એક ઘડીમાં જ તે ઉજ્જડ થઈ ગઈ.”


Lean sinn:

Sanasan


Sanasan