Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 6:16 - પવિત્ર બાઇબલ C.L.

16 એલીશાએ જવાબ આપ્યો, “ગભરાઈશ નહિ. તેમના પક્ષે જેટલા છે તેના કરતાં આપણે પક્ષે વધારે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તેણે ઉત્તર આપ્યો, “બીતો નહિ; કેમ કે જેઓ આપણી સાથે છે તેઓ તેમની સાથે જેઓ છે તેઓના કરતાં વિશેષ છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 એલિશાએ કહ્યું, “બીશ નહિ, કેમ કે, જેઓ આપણી સાથે છે તેઓ, તેમની સાથે જેઓ છે તેઓના કરતાં મહાન છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 તેણે કહ્યું, “ગભરાઈશ નહિ, કારણ, જેઓ આપણી સાથે છે તેઓ તેમની સાથે જેઓ છે તેઓનાં કરતાં વિશેષ છે.”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 6:16
23 Iomraidhean Croise  

પછી યાકોબ પોતાના રસ્તે ચાલતો થયો, અને તેને ઈશ્વરના દૂતો સામા મળ્યા.


બીજી સવારે ઈશ્વરભક્ત એલિશાના નોકરે વહેલા ઊઠીને ઘર બહાર જોયું તો અરામના લશ્કરે તેમના ઘોડાઓ અને રથો સાથે આવી નગરને ઘેરી લીધું હતું. તેણે એલિશા પાસે જઈને તેને કહ્યું, “ગુરુજી, આપણું આવી બન્યું. આપણે શું કરીએ?”


પ્રભુની દૃષ્ટિ સમસ્ત દુનિયાનું નિરીક્ષણ કરે છે, કે જેથી જેમનાં હૃદય તેમના પ્રત્યે પૂરાં નિષ્ઠાવાન છે તેમને તે સમર્થ બનાવી સહાય કરે છે. તમે મૂર્ખાઈ કરી છે અને તેથી હવેથી તમારે હમેશાં લડાઈ રહેશે.”


હું તો રક્ષણ માટે પ્રભુને શરણે આવ્યો છું; તો પછી તમે મને એમ કેમ કહો છો કે, “હે પક્ષી, તું તારા પર્વત પર ઊડી જા?”


જો કે આખું સૈન્ય મને ઘેરી વળે, તો યે મારું હૃદય ભયભીત થશે નહિ; જો કે મારી વિરુદ્ધ યુદ્ધ જાગે, તો યે હું ઈશ્વર પર ભરોસો રાખીશ.


ચારે બાજુએથી મને ઘેરી વળેલા હજારો સૈનિકોથી હું ડરતો નથી.


સેનાધિપતિ પ્રભુ અમારી સાથે છે; અમારા પૂર્વજ યાકોબના ઈશ્વર અમારા આશ્રય છે. (સેલાહ)


સેનાધિપતિ પ્રભુ અમારી સાથે છે; અમારા પૂર્વજ યાકોબના ઈશ્વર અમારા આશ્રય છે. (સેલાહ)


તે મારા જીવને પ્રત્યેક હુમલાખોરથી બચાવી સલામત રાખશે; કારણ, મારા વિરોધીઓ ઘણા છે.


મોશેએ જવાબ આપ્યો, “ગભરાશો નહિ. મક્કમ રહો, અને તમારો બચાવ કરવા પ્રભુ આજે શું કરશે તે તમે જોશો.


યુદ્ધ માટે વ્યૂહ રચો, પણ તે નિષ્ફળ જશે. મંત્રણાઓ કરો, પણ તે પડી ભાંગશે! કારણ, ઈશ્વર અમારી સાથે છે.


પણ હું તે સમયે તારું રક્ષણ કરીશ અને જે માણસોની તને બીક લાગે છે તેમના હાથમાં તને સોંપવામાં આવશે નહિ. હું પ્રભુ આ બોલું છું.


શું તને ખબર નથી કે જો હું મારા પિતાની મદદ માગું તો તે તરત જ દૂતોના સૈન્યની બારથી પણ વધારે ટુકડીઓ મોકલી આપશે?


તેણે કહ્યું, “ડરશો નહિ, હું જાણું છું કે ક્રૂસે જડવામાં આવેલા નાઝારેથના ઈસુને તમે શોધો છો. તે અહીં નથી. તેમને સજીવન કરવામાં આવ્યા છે! તેમણે તેમને જ્યાં મૂક્યા હતા તે જગ્યા જુઓ.


આ બધું જાણ્યા પછી આપણે શું કહીશું? જો ઈશ્વર આપણા પક્ષના છે, તો આપણી વિરુદ્ધ કોણ?


અને વિરોધ કરનારાઓની જરાપણ બીક રાખતા નથી. તેમનો તો નાશ થશે પણ તમારો ઉદ્ધાર થશે એની ઈશ્વર તરફથી આ સ્પષ્ટ નિશાની છે.


પ્રભુએ યહોશુઆને કહ્યું, “તેમનાથી ગભરાઈ જઈશ નહિ. આવતી કાલે આ સમય સુધીમાં તો હું તેમનો સંહાર કરીને તેમને ઇઝરાયલને સ્વાધીન કરી દઈશ.


પણ મારાં બાળકો, તમે તો ઈશ્વરના છો અને જૂઠા સંદેશવાહકોને તમે હરાવ્યા છે. કારણ, તમારામાં રહેતો પવિત્ર આત્મા દુનિયામાં રહેલા આત્મા કરતાં વધુ શક્તિશાળી છે.


Lean sinn:

Sanasan


Sanasan