૨ રાજા 5:22 - પવિત્ર બાઇબલ C.L.22 ગેહઝીએ જવાબ આપ્યો, “ના. મને મારા માલિકે તમને કહેવા મોકલ્યો છે કે એફ્રાઈમના પહાડીપ્રદેશમાંથી સંદેશ- વાહકોના સંઘના બે માણસો હમણાં જ આવી પહોંચ્યા છે અને તમે તેમને ચાંદીના ત્રણ હજાર સિક્કા અને મુલાયમ વસ્ત્રની બે જોડ આપો.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 ગેહઝીએ કહ્યું, “સર્વ ક્ષેમકુશળ છે. મારા શેઠે મને મોકલીને કહાવ્યું છે, ‘જો, હમણાં જ એફ્રાઈમના પહાડી મુલકમાંથી પ્રબોધકોના પુત્રોમાંના બે જુવાન મારી પાસે આવ્યા છે. કૃપા કરીને તેમને માટે એક તાલંત રૂપું તથા બે જોડ વસ્ત્ર આપો.’” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 ગેહઝીએ કહ્યું, “બધું ક્ષેમકુશળ છે. મારા માલિકે મને મોકલ્યો છે. તેણે કહ્યું કે, ‘જો, એફ્રાઇમના પહાડી પ્રદેશના પ્રબોધકોના દીકરાઓમાંથી બે જુવાનો હમણાં જ મારી પાસે આવ્યા છે. કૃપા કરી તેઓને માટે એક તાલંત ચાંદી અને બે જોડ વસ્ત્ર આપ.” Faic an caibideilપવિત્ર બાઈબલ22 તેણે કહ્યું, “બધું કુશળ છે. માંરા શેઠે મને મોકલ્યો છે. તેણે કહ્યું કે, ‘એફ્રાઈમના ટેકરી પ્રદેશના પ્રબોધકોના સમૂહમાંથી બે યુવાનો હમણાં જ આવ્યા છે, તેમને લગભગ 34 કિલો ચાંદી અને બે જોડી કપડાં જોઇએ છે.’” Faic an caibideil |
શિમશોને તેમને કહ્યું, “હું તમને એક ઉખાણું કહીશ. લગ્નની મિજબાનીના સાત દિવસ પૂરા થયા પહેલાં તમે મને તેનો અર્થ કહેશો તો તમારામાંથી ત્રીસે જણને હું મુલાયમ અળસીરેસાનાં ત્રીસ ઝભ્ભા અને ત્રીસ જોડ વસ્ત્રો આપીશ. પણ જો તમે મને એનો અર્થ ન કહી શકો તો તમારે મને ત્રીસ ઝભ્ભા અને ત્રીસ જોડ વસ્ત્રો આપવાં પડશે.” તેમણે કહ્યું, “અમને ઉખાણું તો કહી સંભળાવ.”