Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 5:16 - પવિત્ર બાઇબલ C.L.

16 એલિશાએ જવાબ આપ્યો, “જેમની સેવા હું કરું છું તે પ્રભુના જીવના સમ, કે હું કંઈ ભેટ સ્વીકારીશ નહિ.” નામાને એ ભેટ સ્વીકારવા આગ્રહ કર્યો, પણ તેણે માન્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 પણ એલિશાએ કહ્યું, “યહોવા જેમની સામે હું ઊભો રહું છું, તેમના જીવના સમ કે, હું કંઈ પણ લઈશ નહિ.” તેણે તે લેવા એલિશાને આગ્રહ કર્યો; પણ એણે માન્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પણ એલિશાએ કહ્યું, “જીવતા યહોવાહ કે જેમની આગળ હું ઊભો છું તેમના સમ ખાઈને કહું છું કે, હું કોઈ ભેટ લઈશ નહિ.” નામાને તેને ભેટ લેવા માટે આગ્રહ કર્યો, પણ તેણે ના પાડી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 પણ એલિશાએ કહ્યું, “જે યહોવાનો હું સેવક છું તેના સમ ખાઈને કહું છું કે, હું કોઈ ભેટ સ્વીકારીશ નહિ.” નામાંને તેને કંઈક સ્વીકારવા માંટે આગ્રહ કર્યો, પણ તેણે માંન્યું નહિ,

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 5:16
15 Iomraidhean Croise  

ઈશ્વરભક્તે કહ્યું, “તમે મને તમારી અડધી સંપત્તિ આપી દો, તો પણ તમારી સાથે આવીને હું કંઈપણ ખાવાપીવાનો નથી.


ગિલ્યાદમાં આવેલા તિશ્બેના સંદેશવાહક એલિયાએ આહાબ રાજાને કહ્યું, “ઇઝરાયલના જીવંત ઈશ્વર પ્રભુ જેમની સેવા હું કરું છું તેમને નામે હું તમને કહું છું કે આવતાં બે કે ત્રણ વર્ષ દરમ્યાન મારા કહ્યા સિવાય ઝાકળ કે વરસાદ પડશે નહિ.”


*એલિયાએ જવાબ આપ્યો, “સર્વસમર્થ પ્રભુ જેમની સેવા હું કરું છું તેમના જીવના સમ દઈને કહું છું કે હું આજે રાજા સમક્ષ રજૂ થઈશ.”


એલિશાએ કહ્યું, “જેમની સેવા હું કરું છું તે સેનાધિપતિ પ્રભુના જીવના સમ, જો હું યહૂદિયાના રાજા યહોશાફાટનું માન રાખતો ન હોત તો હું તમારી સામું જોવા નજર સરખીય નાખત નહિ.


એવામાં ઈશ્વરભક્ત એલિશાના સેવક ગેહજીએ પોતાના મનમાં કહ્યું, “મારા ગુરુએ નામાનને તેની પાસેથી બદલામાં કશું લીધા વિના જવા દીધો! એ અરામી તેમને જે આપતો હતો તે તેમણે સ્વીકારી લેવાની જરૂર હતી. પ્રભુના જીવના સમ હું તેની પાછળ દોડીશ અને તેની પાસેથી કંઈક મેળવીશ.”


પણ એલિશાએ તેને કહ્યું, “એ માણસ તને મળવા રથમાંથી નીચે ઊતર્યો ત્યારે મારું હૃદય ત્યાં તારી સાથે નહોતું? અત્યારે પૈસા, વસ્ત્રો, ઓલિવવાડીઓ કે દ્રાક્ષવાડીઓ, ઘેટાં, પશુઓ કે નોકરો સ્વીકારવાનો આ સમય છે?


દાનિયેલે જવાબ આપ્યો, “આપની બક્ષિસો આપની પાસે જ રહેવા દો અથવા તે કોઈ બીજાને આપો. તેમ છતાં હે રાજા, હું લેખ વાંચીને તમને તેનો અર્થ જણાવીશ.


માંદાંઓને સાજાં કરો, મરેલાંઓને સજીવન કરો, રક્તપિત્તિયાઓને શુદ્ધ કરો અને અશુદ્ધ આત્માઓને હાંકી કાઢો. તમને એ દાન મફત મળેલાં છે; તેથી મફત આપો.


કોઈ એમ કહેશે, “મને બધું જ કરવાની છૂટ છે,” પણ તમારે માટે બધું લાભકારી નથી. હું આમ કહીશ, “મને બધું કરવાની છૂટ છે, પણ હું કશાનો ગુલામ બનવાનો નથી.”


આ ત્રીજી વાર તમારી મુલાકાત લેવાને માટે હું તૈયાર છું, અને તમારી પાસેથી હું કંઈ મેળવવાની આશા રાખતો નથી. હું તો તમારું દ્રવ્ય નહિ, પણ તમને મેળવવાની ઇચ્છા ધરાવું છું. ખરી રીતે તો બાળકો તેમનાં માતાપિતાના ભરણપોષણની જોગવાઈ કરતાં નથી, પણ માતાપિતા તેમનાં બાળકો માટે જોગવાઈ કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan