Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 5:10 - પવિત્ર બાઇબલ C.L.

10 એલિશાએ પોતાના નોકરને મોકલીને તેને કહેવડાવ્યું કે, “તે યર્દન નદીમાં જઈ સાત વાર ડૂબકી મારે એટલે તેનો કોઢ બિલકુલ મટી જશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 એલિશાએ તેની પાસે માણસ મોકલીને કહાવ્યું, “તમે જઈને યર્દનમાં સાત વાર સ્નાન કરો, એટલે તમને નવું માસ આવશે, ને તમે શુદ્ધ થશો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 એલિશાએ તેની પાસે સંદેશાવાહક મોકલીને કહ્યું, “તું જઈને યર્દન નદીમાં સાત વખત ડૂબકી માર, એટલે તને નવું માંસ આવશે અને તું શુદ્ધ થઈશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 એલિશાએ અંદર રહીને જ તેને કહેવડાવ્યું કે, “તું યર્દન નદીએ જા; અને તેમાં સાત વખત સ્નાન કર, તારો કોઢનો રોગ મટી જશે અને તું શુદ્વ થશે.”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 5:10
23 Iomraidhean Croise  

એટલે તે ઝરણાએ ગયો અને પાણીમાં મીઠું નાખી બોલ્યો, “પ્રભુ આમ કહે છે: ‘મેં આ પાણી શુદ્ધ કર્યાં છે. એનાથી હવે મૃત્યુ કે કસુવાવડ થશે નહિ.”


અને તે બોલ્યો, “પ્રભુ આમ કહે છે: ‘સુકાઈ ગયેલા ઝરણાના આ પટમાં બધે ખાઈઓ ખોદો.


એલિશા ઊભો થયો, અને ઓરડીમાં ફરવા લાગ્યો અને ફરીથી છોકરા પર સૂતો. છોકરાએ સાત વાર છીંક ખાધી અને પછી પોતાની આંખો ઉઘાડી.


એલિશાએ થોડોક લોટ મંગાવીને તપેલામાં નાખ્યો અને કહ્યું, “હવે તેમને થોડો વધારે સેરવો પીરસો.” હવે તેમાં કંઈ નુક્સાનકારક રહ્યું નહોતું.


પણ નામાન ક્રોધથી તપી ઊઠયો અને ત્યાંથી જતો રહ્યો. તેણે કહ્યું, “મેં તો એમ ધાર્યું હતું કે તે બહાર આવીને તેના ઈશ્વર યાહવેને નામે પ્રાર્થના કરશે અને કોઢવાળાં અંગ પર હાથ ફેરવી મને સાજો કરશે!


તેથી નામાને યર્દનમાં જઈને ઈશ્વરભક્ત એલિશાએ આપેલી સૂચના પ્રમાણે સાતવાર ડૂબકી મારી અને તે સંપૂર્ણ સાજો થઈ ગયો. તેનું માંસ બાળકના માંસ જેવું તંદુરસ્ત અને નીરોગી થઈ ગયું.


તેથી નામાન પોતાના ઘોડા અને રથો લઈને ગયો અને એલિશાના ઘરના પ્રવેશદ્વારે ઊભો રહ્યો.


મોશેએ તેના સસરા યિથ્રો પાસે જઈને તેને કહ્યું, “મને મારા ભાઈઓ પાસે ઇજિપ્તમાં પાછો જવા દો; જેથી હું જઈને જોઉં કે તેઓ હજી જીવે છે કે કેમ.” યિથ્રોએ મોશેને કહ્યું, “ભલે, શાંતિથી જા.”


જો વસ્તુને ધોઈ નાખવાથી ફૂગનો ડાઘ જતો રહે તો તેને ફરીથી ધોઈ નાખવું એટલે તે વિધિગત રીતે શુદ્ધ થઈ જશે.


અને તેમાં પોતાની જમણી આંગળી બોળી પ્રભુની સમક્ષ સાતવાર તે છાંટે.


ત્યાર પછી ગંધતરુનું લાકડું, જાંબલી વસ્ત્ર અને ઝુફાની ડાળી તથા જીવંત પક્ષીને કાપેલા પક્ષીના રક્તમાં તથા ઝરાના નિર્મળ પાણીમાં બોળવા અને પછી ઘર પર તે સાત વાર છાંટવું.


શુદ્ધિકરણ કરાવનાર પર યજ્ઞકારે સાતવાર રક્ત છાંટીને તેને શુદ્ધ જાહેર કરવો.


ત્યાર પછી તેણે આખલાનું રક્ત લઈને પોતાની આંગળીથી દયાસનની ઉપર આગળની બાજુએ છાંટવું અને બાકીનું રક્ત સાતવાર પોતાની આંગળીથી સાક્ષ્યલેખની કરારપેટી પરના દયાસન સામે છાંટવું.


અને બાકીના રક્તમાંથી આંગળી વડે યજ્ઞવેદી પર તેનો સાત વાર છંટકાવ કરવો. આ રીતે યજ્ઞવેદીને ઇઝરાયલી લોકનાં પાપની અશુદ્ધિથી મુક્ત કરીને તેને પવિત્ર કરવી.”


જે કોઈ શુદ્ધ હોય તેણે ત્રીજે અને સાતમે દિવસે અશુદ્ધ થયેલા માણસ ઉપર તે પાણી છાંટવું. સાતમે દિવસે તેણે એ માણસનું શુદ્ધિકરણ કરવું. અશુદ્ધ થયેલા માણસે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં, અને પાણીમાં સ્નાન કરવું, પછી સાંજે તે શુદ્ધ થયેલો ગણાશે.


ત્યાર પછી યજ્ઞકાર એલાઝાર તેના રક્તમાંથી થોડું આંગળી ઉપર લઈને મુલાકાતમંડપના પ્રવેશદ્વારની દિશામાં સાત વાર છાંટે.


કારણ, કોઈ કોઈ વાર પ્રભુનો દૂત આવીને સ્નાનાગારમાં ઊતરતો અને પાણીને હલાવતો. પાણી હલાવ્યા પછી જે માંદો માણસ પાણીમાં પ્રથમ ઊતરતો તેની ગમે તેવી બીમારી દૂર થતી].


અને તેને કહ્યું, “જા, શિલોઆમ (અર્થાત્ મોકલાયેલો)ના કુંડમાં જઈને તારું મોં ધોઈ આવ.” તેથી તે ગયો, મોં ધોયું અને દેખતો થઈને પાછો આવ્યો.


તમારામાંના કેટલાક તો એવા જ હતા, પણ ઈશ્વરના આત્માથી અને આપણા પ્રભુ ઈસુના નામની મારફતે તમને પાપમાંથી શુદ્ધ કરવામાં આવ્યા, અલગ કરવામાં આવ્યા અને ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં લાવવામાં આવ્યા.


સાત યજ્ઞકારો પોતાની સાથે રણશિંગડાં લઈને કરારપેટીની આગળ ચાલે. સાતમે દિવસે યજ્ઞકારો રણશિંગડાં વગાડતા હોય ત્યારે તારે અને તારા સૈનિકોએ કૂચ કરતાં કરતાં શહેરની સાતવાર પ્રદક્ષિણા કરવી.


Lean sinn:

Sanasan


Sanasan