Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 5:1 - પવિત્ર બાઇબલ C.L.

1 અરામના રાજાની દૃષ્ટિમાં તેનો સેનાપતિ નામાન માનીતો અને પ્રતિષ્ઠિત હતો. કારણ, તેની મારફતે પ્રભુએ અરામના સૈન્યને વિજય અપાવ્યો હતો. તે શૂરવીર લડવૈયો હતો, પણ તેને કોઢ હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હવે અરામના રાજાનો સેનાપતિ નામાન પોતાના ધણી આગળ મોટો તથા માનવંત માણસ ગણાતો હતો; કેમ કે તેની મારફતે યહોવાએ અરામને જય અપાવ્યો હતો. વળી એ પરાક્રમી શૂરવીર પુરુષ હતો. [પણ તે] કોઢિયો [હતો].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 અરામના રાજાનો સેનાપતિ નામાન તેના માલિકની આગળ મોટો અને આદરણીય માણસ હતો. કારણ કે, યહોવાહે તેની મારફતે અરામને વિજય અપાવ્યો હતો. તે બળવાન, હિંમતવાન માણસ હતો. પણ તેને કુષ્ઠ રોગની બીમારી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 અરામના રાજાનો સેનાપતિ નામાંન તેના રાજાનો માંનીતો અને કૃપાપાત્ર માંણસ ગણાતો હતો, કારણ, યહોવાએ એની માંરફતે અરામીઓને વિજય અપાવ્યો હતો. તે વીર યોદ્ધો હતો, પણ તે કોઢથી પીડાતો હતો.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 5:1
20 Iomraidhean Croise  

એના ખૂનની સજા યોઆબ અને તેના આખા કુટુંબ પર આવી પડો. એની સર્વ પેઢીમાં કોઈક ને કોઈક એવો માણસ હોય કે જેને પરમિયો કે રક્તપિત્તનો રોગ હોય અથવા જે માત્ર સ્ત્રીનું જ કામ કરવા યોગ્ય હોય અથવા તે યુદ્ધમાં મરી જાય અથવા તેની પાસે પૂરતું ખાવાનું ન હોય.”


એક દિવસે એલિશા શૂનેમ ગયો, જ્યાં એક ધનવાન સ્ત્રી રહેતી હતી. તેણે તેને જમવા આમંત્રણ આપ્યું, અને તે પછી તે જ્યારે જ્યારે શૂનેમ જતો ત્યારે ત્યારે તેને ત્યાં જ જમતો.


ઇઝરાયલ પરના એક હુમલામાં અરામીઓ એક નાની ઇઝરાયલી છોકરીને પકડી લાવ્યા હતા, જે નામાનની પત્નીની દાસી બની.


હવે નામાનનો કોઢ તારા પર અને તારા વંશજો પર હમેશાં ઊતરશે!” ગેહઝી ગયો ત્યારે તેને કોઢ લાગેલો હતો. તેની ચામડી બરફ જેવી શ્વેત થઈ ગઈ હતી.


ચાર રક્તપિત્તિયા સમરૂનના દરવાજા બહાર એકબીજા સાથે વાત કરતા હતા, “આપણે મરી જઈએ ત્યાં સુધી અહીં રાહ જોવાની શી જરૂર છે?


સામ્રાજ્યમાં અહાશ્વેરોશ રાજા પછી યહૂદી મોર્દખાયનું બીજું સ્થાન હતું. આથી યહૂદીઓમાં તે માનવંત અને માનીતો હતો. તેણે પોતાના લોકોની આબાદી અને ભાવિ પેઢીની સલામતી માટે ઘણું કામ કર્યું.


મોર્દખાય રાજમહેલમાં ઘણી સત્તા ધરાવતો હતો અને તેની સત્તા વધતી ગઈ. વળી, એ વાત બધા પ્રાંતોમાં ફેલાઈ ગઈ હતી.


પ્રભુએ પોતાના લોકો પ્રત્યે ઇજિપ્તીઓ સદ્ભાવના દાખવે તેમ કર્યું. વળી, ઇજિપ્તમાં એટલે ફેરોના અમલદારોની અને લોકોની દૃષ્ટિમાં મોશે મહાન વ્યક્તિ ગણાયો.


ઘોડો યુદ્ધના દિવસ માટે તૈયાર કરવામાં આવે છે, પણ વિજય તો પ્રભુ જ અપાવે છે.


વળી, સંદેશવાહક એલીશાના સમય દરમિયાન ઇઝરાયલમાં ઘણા કોઢિયા હતા. છતાં સિરિયાના નાઅમાન સિવાય એમાંના કોઈને શુદ્ધ કરવામાં આવ્યો ન હતો.”


ઈસુએ જવાબ આપ્યો, “ઈશ્વર તરફથી તમને મળી છે એ સિવાય તમને મારા પર બીજી કોઈ સત્તા નથી. તેથી મને તમારા હાથમાં સોંપી દેનાર વધારે દોષિત છે.”


હું તો તમને ખ્રિસ્તે મારા દ્વારા કરેલું કાર્ય હિંમતથી જણાવીશ.


મેં ઘણી અદ્‍ભુત બાબતો જોઈ હોવાથી હું ગર્વિષ્ઠ બની ન જાઉં, માટે શેતાનના સંદેશવાહક તરીકે કાર્ય કરતો એક દર્દજનક ક્ંટો મને મારા શરીરમાં આપવામાં આવ્યો હતો; જેથી તે મને ડંખ્યા કરે તથા મને ગર્વિષ્ઠ થતાં રોકે.


આપણા ઈશ્વર પ્રભુએ આપણને મના કરી હતી તે પ્રમાણે આમ્મોનીઓની સરહદ અથવા યાબ્બોકના વહેળાના ઉપરવાસમાં કે પહાડી પ્રદેશનાં નગરો પર કે અન્ય સ્થળો પર આક્રમણ કરવા આપણે ગયા નહિ.


Lean sinn:

Sanasan


Sanasan