Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 4:42 - પવિત્ર બાઇબલ C.L.

42 બીજી એકવાર બઆલશાલીશાથી એક માણસ આવ્યો. તે ઈશ્વરભક્ત એલિશા માટે તે વર્ષે નવી ફસલના પ્રથમ કાપેલા જવમાંથી બનાવેલી વીસ રોટલી અને તાજાં કાપેલાં અનાજનાં થોડાં ડૂંડાં લાવ્યો હતો. એલિશાએ તેના નોકરને એમાંથી સંદેશવાહકોના સંઘને જમાડવા કહ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

42 બાલ-શાલીશાથી એક માણસ આવ્યો. તે ઈશ્વરભક્તને માટે પ્રથમફળનું અન્‍ન, એટલે જવની વીસ રોટલી, ને અનાજનાં તાજાં કણસલાં પોતાની ઝોળીમાં લાવ્યો. અને એલિશાએ કહ્યું, “લોકોને આપ કે તેઓ ખાય.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

42 બાલ-શાલીશાથી એક માણસ ઈશ્વરભક્ત પાસે પ્રથમ ફળનું અન્ન, જવમાંથી બનાવેલી વીસ રોટલી અને ભરેલા દાણાવાળાં તાજા કણસલાં પોતાના થેલીમાં લઈને આવ્યો. એલિશાએ કહ્યું, “આ લોકોને આપો કે તેઓ ખાય.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

42 બઆલ-શાલીશાહથી એક માંણસ એલિશા પાસે, પહેલા પાકના જવમાંથી બનાવેલા વીસ રોટલા અને ભરેલાં દાણાવાળાં તાજાં કણસલાં લઈને આવ્યો. એલિશાએ કહ્યું, “આ લોકોને તે ખાવા આપી દો.”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 4:42
22 Iomraidhean Croise  

તેને માટે દસ રોટલી, થોડી પોળીઓ અને મધની બરણી લઈ જા, આપણા પુત્રનું શું થશે તે તેને પૂછજે, એટલે તે તને કહેશે.”


એકવાર આખા દેશમાં દુકાળ હતો ત્યારે એલિશા ગિલ્ગાલ આવ્યો. તે સંદેશવાહકોના સંઘને શિક્ષણ આપી રહ્યો હતો ત્યારે તેણે તેના નોકરને આગ પર મોટું તપેલું મૂકી તેમને માટે થોડું માંસ બાફીને સેરવો બનાવવા કહ્યું.


અરામના રાજાએ તેને કહ્યું, “તો ઇઝરાયલના રાજા પાસે જાઓ; અને તેના પર આ પત્ર લઈ જાઓ.” એમ નામાન ચાંદીના ત્રીસ હજાર સિક્કા, સોનાના છ હજાર સિક્કા અને મુલાયમ વસ્ત્રોની દસ જોડ લઇને ઉપડયો.


એલિશાએ જવાબ આપ્યો, “પ્રભુ શું કહે છે તે સાંભળો! આવતી કાલે આ સમયે તમે સારામાં સારો ત્રણ કિલો મેંદો અથવા છ કિલો જવ ચાંદીના એક સિક્કાની કિંમતે ખરીદી શકશો.”


“તમારા ખેતરમાં વાવેલું પાકે ત્યારે પાકના પ્રથમ ઉતારથી તમે કાપણીનું પર્વ ઊજવો. “પાનખર ઋતુમાં તમે તમારી વાડીઓમાંથી ફળ એકઠાં કરો ત્યારે સંગ્રહપર્વ પાળો.


“દર વર્ષે ઇઝરાયલીઓ પોતાની પેદાશનો જે ઉત્તમ ભાગ એટલે ઓલિવ તેલ, દ્રાક્ષાસવ અને અનાજ પ્રથમફળ તરીકે મને ચડાવે છે તે બધું હું તને આપું છું.


લોકો પોતાની જમીનની પેદાશના પ્રથમ પાકેલા ફળ તરીકે જે કંઈ પ્રભુને ચડાવે તે બધું તારું થશે. તારા કુટુંબના જે કોઈ શુધ હોય તે તે ખાય.


તેથી તેમણે તે ઉપાડી લીધા અને લોકોએ ખાધેલી જવની પાંચ રોટલીમાંથી વધેલા ટુકડાઓની બાર ટોપલીઓ ભરી.


“અહીં એક છોકરો છે. તેની પાસે જવની પાંચ રોટલી અને બે માછલી છે. પણ તે આટલા બધાંને કેમ પહોંચે?”


અમે તમારામાં આત્મિક શિક્ષણ વાવ્યું છે. તેથી જો અમે તમારી પાસેથી ભૌતિક લાભની અપેક્ષા રાખીએ તો શું એ વધારે પડતું છે?


ખ્રિસ્તી સંદેશનું શિક્ષણ લેતા માણસે પોતાના શિક્ષકને સર્વ સારી બાબતોમાંથી ભાગ આપવો જોઈએ.


એ જ સ્થાને તમારે તમારાં દહનબલિ તથા તમારાં બલિદાનો, તમારા દશાંશ તથા તમારાં વિશિષ્ટ હિસ્સાના ઉચ્છાલિત અર્પણ, તમારી માનતાનાં અર્પણો તથા તમારાં સ્વૈચ્છિક-અર્પણો તથા તમારા ઢોરઢાંકનાં તેમજ તમારાં ઘેટાંબકરાંનાં પ્રથમ બચ્ચાંના બલિ ચડાવવા,


વળી, ગાયોનું માખણ, ઘેટાંબકરાંનું દૂધ, ઘેટાંબકરાંની ચરબી, બાશાન પ્રદેશના આખલા અને બકરાં અને ઉત્તમ પ્રકારના ઘઉં અને શ્રેષ્ઠ દ્રાક્ષાસવથી તેમનું પોષણ કર્યું.


ત્યાં ઘઉં અને જવ પાકે છે, ત્યાં દ્રાક્ષ, અંજીર અને દાડમ થાય છે, ત્યાં ઓલિવ તેલ અને મધ ઉપજે છે.


તેઓ એફ્રાઈમના પહાડીપ્રદેશમાં અને શાલીશાના પ્રદેશમાં ફર્યા. પણ ત્યાં ગધેડાં મળ્યાં નહિ. ત્યાંથી તેઓ શાઅલીમના પ્રદેશમાં ફર્યા, પણ ત્યાંય તે ન મળ્યાં. પછી તેઓ બિન્યામીનના કુળપ્રદેશમાં ફર્યા. છતાં ત્યાં પણ તેમને તે ન મળ્યાં.


શાઉલે પૂછયું, “આપણે તેની પાસે જઇએ તો તેને આપણે શું આપી શકવાના છીએ? આપણી થેલીમાં ખોરાક ખલાસ થઈ ગયો છે અને આપણી પાસે એ ઈશ્વરભક્તને આપવાનું કંઈ નથી.”


Lean sinn:

Sanasan


Sanasan