Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 4:40 - પવિત્ર બાઇબલ C.L.

40 માણસોને જમવા માટે સેરવો પીરસ્યો, પણ ચાખતાંની સાથે જ તેમણે એલિશાને કહ્યું, “ઈશ્વરભક્ત, એમાં તો મોત છે!” અને તેઓ તે ખાઈ શક્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 તેથી તેઓએ તે માણસોને ખાવા માટે પીરસ્યું. અને તે શાક તેઓએ ખાવા માંડ્યું, ત્યારે એમ થયું કે તેઓએ બૂમ પાડી, “રે ઈશ્વરભક્ત, તપેલામાં તો મોત છે.” અને તેઓ તે ખાઇ ન શક્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 પછી તેઓએ તે માણસોને ખાવા માટે શાક પીરસ્યું. પછી, જેવું તેઓએ તે ખાધું તે સાથે જ તેઓએ બૂમ પાડીને કહ્યું, “હે ઈશ્વરભક્ત, આ તપેલામાં તો મોત છે!” અને તેઓ તે ખાઈ શકયા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

40 પછી તેમણે માંણસોને આવીને ખાવા માંટે બોલાવ્યા જેવી તેમણે માંસની વાનગી ચાખી, તેઓ બોલી ઊઠયાં, “દેવના માંણસ, આ તપેલામાં તો મોંત ભર્યું છે!” અને તેઓ તે ખાઈ શકયાં નહિ.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 4:40
11 Iomraidhean Croise  

એકવાર યાકોબ શાક રાંધતો હતો. એવામાં એસાવ વનવગડામાંથી આવ્યો. તે ખૂબ ભૂખ્યો થયો હતો.


વિધવાએ એલિયાને કહ્યું, “ઓ ઈશ્વરભક્ત, તમે મને આમ કેમ કર્યું? તમે અહીં ઈશ્વરને મારાં પાપની યાદ દેવડાવવા અને મારા પુત્રનું મરણ નિપજાવવા આવ્યા હતા?”


રાજાએ બીજા એક અધિકારીને પચાસ માણસો લઈને મોકલ્યો. તેણે એલિયા પાસે ઉપર જઈને કહ્યું, “ઈશ્વરભક્ત, તમે તરત જ નીચે ઊતરી આવો એવો રાજાનો હુકમ છે.”


રાજાએ ફરીથી બીજા એક અધિકારીને પચાસ માણસો લઈને મોકલ્યો. તે ટેકરી પર ગયો અને એલિયા આગળ ધૂંટણિયે પડીને તેને વિનવણી કરી, “ઈશ્વરભક્ત, મારા પર અને મારા પચાસ માણસો પર દયા કરો અને અમને જીવતદાન આપો.


પછી તેણે એલિયાને પકડી લાવવા એક અધિકારીને તેના પચાસ માણસો લઈને મોકલ્યો. અધિકારીને એલિયા એક ટેકરીની ટોચ પર બેઠેલો મળી આવ્યો એટલે તેણે કહ્યું, “ઈશ્વરભક્ત, તમે નીચે ઊતરી આવો એવો રાજાનો હુકમ છે.”


તેઓમાંથી એક જણ ખેતરોમાંથી કંઈક છોડપાન લેવા ગયો. તેને એક જંગલી વેલો મળી ગયો અને તેણે પોતાના ઉપરણામાં સમાય તેટલાં ઇંદ્રવરણાં તોડી લીધાં. પછી તે લાવીને એ શું છે તે જાણ્યા વિના સેરવામાં નાખ્યાં.


તેણે પોતાના પતિને કહ્યું, “આપણે ત્યાં અવારનવાર આવનાર આ માણસ પવિત્ર ઈશ્વરભક્ત છે તેની મને ખાતરી થઈ છે.


માટે હું તમને વિનંતી કરું છું કે આટલી વખત મારા પાપની ક્ષમા કરો અને તમારા ઈશ્વર પ્રભુને વિનંતી કરો કે મને આ જીવલેણ આફતમાંથી છોડાવે.”


પછી તેઓ ‘મારા’ નામના સ્થળે આવ્યા. પરંતુ ત્યાંનાં પાણી એટલાં કડવાં હતાં કે તેઓ તે પી શકાયા નહિ. માટે તે સ્થળનું નામ મારા (એટલે, કડવાશ) પડયું.


જો તેઓ સાપ પકડી લે અથવા ઝેર પી જાય, તોપણ તેમને કંઈ ઈજા થશે નહિ; તેઓ બીમાર માણસો પર પોતાના હાથ મૂકશે, એટલે તેઓ સાજા થશે.”


ઈશ્વરભક્ત મોશેએ પોતાના મૃત્યુ પહેલાં ઇઝરાયલી લોકોને જે આશીર્વાદો આપ્યા તે આ પ્રમાણે છે:


Lean sinn:

Sanasan


Sanasan