Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 4:39 - પવિત્ર બાઇબલ C.L.

39 તેઓમાંથી એક જણ ખેતરોમાંથી કંઈક છોડપાન લેવા ગયો. તેને એક જંગલી વેલો મળી ગયો અને તેણે પોતાના ઉપરણામાં સમાય તેટલાં ઇંદ્રવરણાં તોડી લીધાં. પછી તે લાવીને એ શું છે તે જાણ્યા વિના સેરવામાં નાખ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 એક જણ શાકપાંદડું વીણવા માટે સીમમાં ગયો. તેણે એક જંગલી વેલો જોયો, ને તે પરથી તેણે ખોળો ભરીને જંગલી ઈંદ્રવરણાં વીણ્યાં. પછી તેણે આવીને તે શાકના તપેલામાં મોળી નાખ્યાં; કેમ કે તેઓ તે ઓળખતા ન હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 તેઓમાંથી એક જણ ખેતરમાં શાકભાજી લેવા માટે ગયો. તેણે એક જંગલી દ્રાક્ષવેલો જોયો, તે પરથી તેણે દૂધી તોડીને પોતાના ઝભ્ભામાં ખોળો ભરીને દૂધી ભેગી કરી. તેઓએ તેને કાપીને તે રસાવાળા શાકમાં નાખી. જો કે તેઓ તે જંગલી કડવી દૂધીને ઓળખતા નહોતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

39 એક જણ ખેતરમાં શાકપાંદડું ભેગા કરવા ગયો ત્યાં તેણે એક જંગલી વેલામાંથી તેના ગોળ નાના ફળ તોડીને માંસની વાનગી રંધાતી હતી તેમાં નાખ્યાં. પણ તેઓ આને ઓળખતા નહોતા.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 4:39
9 Iomraidhean Croise  

એકવાર યાકોબ શાક રાંધતો હતો. એવામાં એસાવ વનવગડામાંથી આવ્યો. તે ખૂબ ભૂખ્યો થયો હતો.


ગંધતરુનાં પાટિયાં વેલ અને ફૂલોની કોતરણીથી શણગારેલાં હતાં. દીવાલના પથ્થરો દેખાય નહિ તે માટે અંદરનો આખોય ભાગ ગંધતરુનાં પાટિયાંથી મઢેલો હતો.


એકવાર આખા દેશમાં દુકાળ હતો ત્યારે એલિશા ગિલ્ગાલ આવ્યો. તે સંદેશવાહકોના સંઘને શિક્ષણ આપી રહ્યો હતો ત્યારે તેણે તેના નોકરને આગ પર મોટું તપેલું મૂકી તેમને માટે થોડું માંસ બાફીને સેરવો બનાવવા કહ્યું.


માણસોને જમવા માટે સેરવો પીરસ્યો, પણ ચાખતાંની સાથે જ તેમણે એલિશાને કહ્યું, “ઈશ્વરભક્ત, એમાં તો મોત છે!” અને તેઓ તે ખાઈ શક્યા નહિ.


વિદ્યા વિનાનો ઉત્સાહ નકામો છે; એમ જ ઉતાવળે જવું અને માર્ગ ચૂકી જવો એ અર્થહીન છે.


મેં મારી દ્રાક્ષવાડીમાં કરવા જેવું કોઈ કામ બાકી રાખ્યું હતું? તો પછી મારી આશા પ્રમાણે મીઠી દ્રાક્ષને બદલે ખાટી દ્રાક્ષ કેમ ઊપજી?


મેં તને ઉત્તમ દ્રાક્ષાવેલાની શુદ્ધ કલમની જેમ રોપી હતી, પણ હવે તો તું સડીને દુર્ગંધ મારતા વેલા જેવી બની ગઈ છે.


ઈસુએ જવાબ આપ્યો, જે કોઈ છોડ મારા આકાશમાંના ઈશ્વરપિતાએ વાવ્યો નથી તે દરેકને ઉખેડી નાખવામાં આવશે.


કદાચ કોઈ ઈશ્વરની કૃપાથી વિમુખ થાય માટે સાવધ રહો. કડવો છોડ ઊગીને પોતાના ઝેર દ્વારા બીજાઓને નુક્સાન પહોંચાડે છે. તમારામાંનો કોઈ તેના જેવો ન થાય માટે સાવધ રહો.


Lean sinn:

Sanasan


Sanasan