Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 3:27 - પવિત્ર બાઇબલ C.L.

27 તેથી તેણે પોતાનો જયેષ્ઠપુત્ર જે તેના પછી રાજા થનાર હતો તેનું નગરની દીવાલ પર બલિદાન ચઢાવ્યું. ઇઝરાયલીઓએ એથી ભયભીત થઈને નગરમાંથી પીછેહઠ કરી અને પોતાના દેશમાં પાછા ફર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 પછી તેણે પોતાનો વડો દીકરો, જે તેને સ્થાને રાજા થવાનો હતો, તેને લઈને દહનીયાર્પણ તરીકે કોટ પર તેનું બલિદાન આપ્યું. એથી ઇઝરાયલ પર [ઈશ્વરને] બહુ ક્રોધ ચઢ્યો; અને તેઓ તેની પાસેથી ચાલી નીકળીને પોતાના દેશમાં પાછા ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 મોઆબના રાજાએ પોતાના જ્યેષ્ઠ દીકરાને દિવાલ ઉપર દહનીયાર્પણ ચઢાવ્યું જેના કારણે ઇઝરાયલીઓ ભયભીત થઈને પોતાનાં દેશમાં ચાલ્યા ગયાં. તેથી ઇઝરાયલ પર ઈશ્વરને ક્રોધ ચઢ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 મોઆબના રાજાએ તેના પછી તેનો જયે પુત્ર જે રાજા થવાનો હતો તેને લઇને નગરના કોટ પર તેનું બલિદાન ચઢાવ્યું, આથી ઇસ્રાએલીઓ એટલા તો બેબાકળા બની ગયા કે, તેઓએ પીછે હઠ કરીને પોતાને દેશ પાછા ચાલ્યા ગયા.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 3:27
14 Iomraidhean Croise  

અબ્રાહામે આસપાસ જોયું તો ઝાડીમાં શિંગડાથી ભરાઈ પડેલા એક ઘેટાને જોયો. અબ્રાહામ ત્યાં જઈને ઘેટાને લઈ આવ્યો અને તેણે પોતાના દીકરાને બદલે એ ઘેટાનું બલિદાન ચડાવ્યું.


ઈશ્વરે કહ્યું, “તારો પુત્ર, તારો એકનોએક પુત્ર ઇસ્હાક, જેના પર તું અત્યંત પ્રેમ રાખે છે તેને લઈને મોરિયા પ્રદેશમાં જા, અને ત્યાં હું દેખાડું તે પર્વત પર તેનું મને દહનબલિ તરીકે અર્પણ ચડાવ.”


દરમ્યાનમાં, આહાબ રાજા પાસે ઈશ્વરના એક સંદેશવાહકે જઈને તેને કહ્યું, “પ્રભુ કહે છે, ‘તું એ મોટા સૈન્યથી ગભરાઈશ નહિ. હું તને આજે તેના પર વિજય અપાવીશ, અને તને ખબર પડશે કે હું પ્રભુ છું.”


એક ઈશ્વરભક્તે આહાબ રાજા પાસે જઈને કહ્યું, “પ્રભુ આમ કહે છે: ‘હું મેદાનોનો નહિ, પણ પર્વતોનો દેવ છું.’ એવું અરામીઓ કહે છે; તેથી તેમના મોટા સૈન્ય પર હું તમને વિજય અપાવીશ, અને તું તથા તારા લોક જાણશો કે હું પ્રભુ છું.”


તેથી રાજા હતાશ અને ચિંતાતુર થઈ સમરૂન પાછો ફર્યો.


મોઆબના રાજાને લાગ્યું કે લડાઈ હવે તેના હાથમાં રહી નથી, ત્યારે તેણે પોતાની સાથે સાતસો તલવારધારી માણસોને લઈને શત્રુની હરોળ છેદી અરામના રાજા પાસે નાસી છૂટવાનો પ્રયાસ કર્યો, પણ તે સફળ થયો નહિ.


“પછી તેં મારાથી તને જન્મેલાં પુત્રપુત્રીઓને એ મૂર્તિઓ સમક્ષ બલિ તરીકે ચડાવ્યાં. તેં વ્યભિચાર કર્યો એટલું ઓછું હતું,


પ્રભુ કહે છે: “મોઆબના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેમણે અદોમના રાજાનાં હાડકાંય બાળીને ભસ્મીભૂત કરી નાખ્યાં.


હજારો ઘેટાં કે ઓલિવ તેલની હજારો નદીઓથી શું પ્રભુ પ્રસન્‍ન થશે? મારા પાપને લીધે મારા પ્રથમજનિતનું બલિદાન આપું? મારા દેહજણ્યા દીકરાને ચડાવું?


તેઓ તેમનાં દેવદેવીઓની પૂજા કરે છે તે પ્રમાણે તમે તમારા ઈશ્વર પ્રભુની ભક્તિ કરશો નહિ; કારણ, તેઓ તો તેમના દેવો માટે જે કાર્યો કરે છે તે પ્રભુની દૃષ્ટિમાં ઘૃણાસ્પદ અને તિરસ્કારપાત્ર છે. અરે, તેઓ તો તેમના દેવોની વેદીઓ પર પોતાનાં બાળકોનું અગ્નિમાં અર્પણ કરે છે!


તો હું વિજય મેળવીને ઘેર પાછો આવું ત્યારે મારા ઘરમાંથી જે કંઈ મને પ્રથમ મળે તે પ્રભુનું ગણાશે અને હું તેનો દહનબલિ ચડાવીશ.”


બે માસ પછી તે પોતાના પિતા પાસે પાછી આવી. યફતાએ પ્રભુ આગળ માનેલી માનતા પૂરી કરી અને તેની પુત્રી કુંવારી રહી. તેથી ઇઝરાયલમાં એવો રિવાજ પડી ગયો કે


Lean sinn:

Sanasan


Sanasan