Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 3:18 - પવિત્ર બાઇબલ C.L.

18 વળી, એલિશાએ કહ્યું, “એમ કરવું એ તો પ્રભુને માટે સાવ નજીવી બાબત છે અને તે તમને મોઆબીઓ પર વિજય પણ અપાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને આ તો યહોવાની‍ ર્દષ્ટિમાં ફક્ત જૂજ જેવું છે; વળી તે મોઆબીઓને પણ તમારા હાથમાં સોંપી દેશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 આ તો યહોવાહની દ્રષ્ટિમાં નાની બાબત છે. વળી તે મોઆબીઓને પણ તમારા હાથમાં સોંપી દેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 પણ આ યહોવાની દ્રષ્ટિએ જાણે ઓછું હોય તેમ તે મોઆબને જ તમાંરા હાથમાં સોંપી દેશે.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 3:18
16 Iomraidhean Croise  

છતાં હે પ્રભુ પરમેશ્વર, તમારી દૃષ્ટિમાં એ ય જાણે નજીવું હોય તેમ તમે તમારા સેવકના કુટુંબના સંબંધમાં લાંબા કાળ માટે વચન આપ્યું છે અને હે પ્રભુ પરમેશ્વર, આ તો માનવી ધોરણોનેય ટપી જાય એવી વાત છે.


યરોબામ રાજાની જેમ પાપ કરવું તેના માટે પૂરતું ન હોય તેમ તેણે સિદોનના રાજા એથબાલની પુત્રી ઇઝબેલ સાથે લગ્ન કર્યાં અને બઆલની ભક્તિ કરી.


દરમ્યાનમાં, આહાબ રાજા પાસે ઈશ્વરના એક સંદેશવાહકે જઈને તેને કહ્યું, “પ્રભુ કહે છે, ‘તું એ મોટા સૈન્યથી ગભરાઈશ નહિ. હું તને આજે તેના પર વિજય અપાવીશ, અને તને ખબર પડશે કે હું પ્રભુ છું.”


આહાબ રાજાએ રણક્ષેત્ર પર કબજો મેળવી ઘોડાઓ અને રથો લઈ લીધા અને અરામીઓનો કચ્ચરઘાણ વાળી દીધો.


એક ઈશ્વરભક્તે આહાબ રાજા પાસે જઈને કહ્યું, “પ્રભુ આમ કહે છે: ‘હું મેદાનોનો નહિ, પણ પર્વતોનો દેવ છું.’ એવું અરામીઓ કહે છે; તેથી તેમના મોટા સૈન્ય પર હું તમને વિજય અપાવીશ, અને તું તથા તારા લોક જાણશો કે હું પ્રભુ છું.”


વળી, તેં જેની માગણી નથી કરી તે પણ હું તને આપીશ. તારા સમયમાં બીજા કોઈ રાજાને ન મળ્યાં હોય એટલાં ધન અને પ્રતિષ્ઠા આપીશ.


હિઝકિયાએ જવાબ આપ્યો, “છાંયડો દશ પગથિયાં આગળ જાય એ તો સહેલું છે. એને દશ પગથિયાં પાછળ જવા દો.”


પ્રભુએ કહ્યું, “તોપણ હે મારા સેવક, યાકોબનાં કુળોને સંસ્થાપિત કરવાં અને મેં ઇઝરાયલના બચાવી રાખેલા લોકને પાછા ફેરવવા એ તો તારે માટે કંઈ બહુ મોટું કામ નથી; એથી વિશેષ, હું તો તને બિનયહૂદી પ્રજાઓ માટે પ્રકાશરૂપ કરીશ. જેથી તું પૃથ્વીને છેડેછેડે મારા ઉદ્ધારને પ્રસરાવે.”


યશાયાએ જવાબ આપ્યો, “હે દાવિદના વંશજો, સાંભળો! તમે માણસની ધીરજ ખૂટી જાય એવું કરો છો એ બસ નથી કે હવે તમે ઈશ્વરની પણ ધીરજ ખૂટી જાય તેમ કરશો?


“હે સેનાધિપતિ પ્રભુ, તમારા મહાન સામર્થ્યથી અને પ્રચંડ બાહુબળથી તમે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું છે; તમારે માટે કશું અશક્ય નથી.


પ્રભુએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તેં આ જોયું? યહૂદિયાના લોકો અહીં જે ધિક્કારપાત્ર કૃત્યો કરે છે, તેટલાંથી તેમને સંતોષ થતો નથી કે તેમણે આખો દેશ અત્યાચારથી ભરી દીધો છે? વળી, મને વિશેષ રોષ ચડાવવા તેઓ પૂજામાં પોતાના નાકે ડાળી અડકાડે છે તે જો.


ઈસુએ તેમની સામું જોઈને કહ્યું, “માણસો માટે તો એ અશક્ય છે, પણ ઈશ્વર માટે નહિ; ઈશ્વરને માટે તો બધું જ શકાય છે.”


કારણ, ઈશ્વર માટે કશું જ અશક્ય નથી!”


આપણામાં કાર્ય કરતા તેમના સામર્થ્યની મારફતે આપણે માગીએ કે કલ્પીએ તે કરતાં વિશેષ કરવાને જે શક્તિમાન છે,


Lean sinn:

Sanasan


Sanasan