Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 3:15 - પવિત્ર બાઇબલ C.L.

15 તો હવે મારી પાસે એક સંગીતકાર લઈ આવો.” સંગીતકારે પોતાનું વાજિંત્રવાદન શરૂ કર્યું કે એલિશા પર પ્રભુનું પરાક્રમ ઊતર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 પણ હવે મારી પાસે એક બજવૈયાને લાવો.” તે બજવૈયાએ વાજિંત્ર વગાડ્યું, ત્યારે એમ થયું કે યહોવાનો હાથ તેના પર આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 પણ હવે મારી પાસે કોઈ વાજિંત્ર વગાડનારને લાવો.” પછી વાજિંત્ર વગાડનારે આવીને વાજિંત્ર વગાડ્યું ત્યારે એમ બન્યું કે, યહોવાહનો હાથ એલિશા પર આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 હવે કોઈ વીણા વગાડનારને માંરી પાસે લઈ આવો.” અને બન્યું એવું કે જ્યારે વીણા વગાડનારે વીણા વગાડવા માંડી એટલે યહોવાની શકિત એલિશામાં આવી.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 3:15
14 Iomraidhean Croise  

એલિયા પર પ્રભુનું પરાક્રમ આવ્યું, પોતાની કમર કાસીને તે છેક યિઝ્રએલ સુધી આહાબના રથની આગળ આગળ દોડયો.


અને તે બોલ્યો, “પ્રભુ આમ કહે છે: ‘સુકાઈ ગયેલા ઝરણાના આ પટમાં બધે ખાઈઓ ખોદો.


હું કાન દઈને ઉખાણું સાંભળીશ; અને વીણાવાદન સાથે તેનો ઉકેલ આપીશ.


બેબિલોન દેશમાં કબાર નદીને કાંઠે બૂઝીના પુત્ર યજ્ઞકાર હઝકિયેલને પ્રભુનો સંદેશ મળ્યો અને પ્રભુના પરાક્રમી પ્રભાવે તેનો કબજો લીધો.


પછી આત્માએ મને ઊંચકી લીધો અને પ્રભુના પરાક્રમી પ્રભાવે મારો સજ્જડ કબજો લીધો. તેથી હું કચવાતે મને ધૂંધવાઈને ગયો.


પ્રભુના પરાક્રમી પ્રભાવે ત્યાં મારો કબજો લીધો અને પ્રભુએ મને કહ્યું, “તું અહીંથી ઊઠીને ખીણપ્રદેશમાં ચાલ્યો જા અને ત્યાં હું તારી સાથે વાત કરીશ.”


છઠ્ઠા વર્ષના છઠ્ઠા માસના પાંચમા દિવસે હું મારા ઘરમાં બેઠો હતો અને યહૂદિયાના આગેવાનો મારી સામે બેઠા હતા ત્યારે પ્રભુ પરમેશ્વરના પરાક્રમી પ્રભાવે કબજો મારો લીધો.


પ્રભુનું પરાક્રમ તેમની સાથે હતું અને ઘણા લોકોએ વિશ્વાસ કર્યો અને પ્રભુ તરફ ફર્યા.


પછી તું ગિબ્યામાં ઈશ્વરના પર્વતે જઈશ. જ્યાં પલિસ્તીઓની છાવણી હશે. નગરના પ્રવેશદ્વારે તને સિતાર, ડફ, વાંસળી અને વીણા વગાડતા અને પર્વત પરની વેદી પરથી ઊતરી આવતા સંદેશવાહકોની એક ટોળી મળશે. તેઓ ગાનતાનમાં તલ્લીન હશે.


તેથી અમને હુકમ આપો તો વીણા વગાડવામાં પ્રવીણ હોય એવા માણસને અમે શોધી કાઢીએ, જેથી જ્યારે તમારા પર દુષ્ટાત્મા આવે ત્યારે તે માણસ વીણા વગાડશે અને તમે પાછા સારા થઈ જશો.”


તે સમયથી દુષ્ટાત્મા શાઉલ પર આવતો ત્યારે દાવિદ તેની વીણા વગાડતો અને દુષ્ટાત્મા જતો રહેતો અને શાઉલને સારું લાગતું અને તે સાજો થઈ જતો.


બીજે દિવસે ઈશ્વરે મોકલેલા દુષ્ટાત્માએ શાઉલનો કબજો લીધો અને તે પોતાના ઘરમાં પાગલની જેમ બકવાસ કરવા લાગ્યો. દરરોજની માફક દાવિદ વીણા વગાડતો હતો અને શાઉલના હાથમાં ભાલો હતો.


Lean sinn:

Sanasan


Sanasan