Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 24:14 - પવિત્ર બાઇબલ C.L.

14 નબૂખાદનેસ્સાર આખા યરુશાલેમમાંથી સર્વ રાજકુંવરો અને શૂરવીર લડવૈયા સહિત દસ હજાર બંદિવાનોને તથા બધા કારીગરો તથા લુહારોને લઈ ગયો; દેશના સાવ કંગાલ લોકોને જ તેણે પડતા મૂક્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તે બધા યરુશાલેમવાસીઓને, બધા અમલદારોને તથા પરાક્રમી યોદ્ધાઓને, એટલે દશ હજાર બંદીવાનોને, તથા બધા કરીગરોને તથા કસબી લોકોને પકડી લઈ ગયો. સૌથી ગરીબ પંક્તિના લોક સિવાય દેશમાં કોઈ રહેવા પામ્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તે બધા યરુશાલેમ વાસીને, બધા આગેવાનોને, બધા પરાક્રમી યોદ્ધાઓને, દસ હજાર કેદીઓને, લુહારોને તથા કારીગરોને પકડીને લઈ ગયો. ગરીબ લોકો સિવાય દેશમાં કોઈ બાકી રહ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 તેણે યરૂશાલેમના બધા વતનીઓને-બધા ઉમરાવોને અને અગ્રગણ્ય માણસોને અને ધનવાનો તથા લુહારો અને બીજા કારીગરો સુદ્ધાં સૌનો દેશનિકાલ કર્યો; તે બધા મળીને કુલ 10,000 હતા, ફકત વસ્તીનો ગરીબમાં ગરીબ વર્ગ જ બાકી રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 24:14
25 Iomraidhean Croise  

નબૂખાદનેસ્સાર લગભગ સાતેક હજાર જેટલા અગત્યના સઘળા માણસોને બેબિલોન લઈ ગયો. વળી, લુહારો સહિત એક હજાર કુશળ કારીગરોને લઈ ગયો; તેઓ સૌ યુદ્ધમાં જવાની લાયક્ત ધરાવતા સશક્ત માણસો હતા.


પણ તેણે દેશના સાવ કંગાલ લોકોને દ્રાક્ષવાડીઓ સાચવવા અને ખેતરમાં મજૂરી કરવા માટે ત્યાં રહેવા દીધા.


ઇઝરાયલના બધા લોકોની કુટુંબવાર વંશાવળી ઇઝરાયલના રાજાઓના ગ્રંથમાં નોંધવામાં આવી. યહૂદાના લોકોને તેમના પાપની શિક્ષારૂપે બેબિલોનમાં દેશનિકાલ કરવામાં આવ્યા હતા.


બેબિલોનથી ઘણા બધા બંદીવાસીઓ યરુશાલેમ અને યહૂદિયામાં પોતપોતાના વતનમાં પાછા ફર્યા. નબૂખાદનેસ્સાર રાજા યહૂદિયાના લોકોને દેશનિકાલ કરી બેબિલોન લઈ ગયો ત્યારથી તેમનાં કુટુંબો ત્યાં વસતાં હતાં.


યહૂદિયાથી મારો એક ભાઈ હનાની અને બીજા કેટલાક માણસો ત્યાં આવ્યા. મેં તેમને યરુશાલેમ તથા દેશનિકાલમાંથી પાછા ફરેલા શેષ લોકોના સમાચાર પૂછયા.


જ્યારે બેબિલોનનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના રાજા યખોન્યાની સાથે જે લોકોને કેદી બનાવી બેબિલોન લઈ ગયો હતો તેમાં મોર્દખાય પણ હતો.


શૂરવીરો, સૈનિકો, રાજ્યર્ક્તાઓ, સંદેશવાહકો, જોષીઓ, વડીલો,


એ ઉપરાંત યહૂદિયાના રાજા, યહોયાકીમના પુત્ર યહોયાખીનને તથા બેબિલોન દેશમાં દેશનિકાલ કરાયેલા યહૂદિયાના લોકોને પણ હું આ સ્થળે પાછા લાવીશ. કારણ, બેબિલોનના રાજાની સત્તારૂપી ઝૂંસરી હું ભાંગી નાખીશ. હું પ્રભુ એ કહું છું.”


માત્ર જેઓ ગરીબમાં ગરીબ હતા અને જેમની પાસે કંઈ મિલક્ત નહોતી તેમને તેણે યહૂદિયામાં રહેવા દીધા અને તેમને દ્રાક્ષવાડીઓ અને ખેતરો સાચવવાં આપ્યાં.


યહૂદિયાના ખુલ્લા ક્ષેત્રમાંના કેટલાક સેનાનાયકો અને સૈનિકોએ શરણાગતિ સ્વીકારી નહોતી. તેમણે સાંભળ્યું કે બેબિલોનના રાજાએ અહીકામના પુત્ર ગદાલ્યાને આ પ્રદેશનો રાજ્યપાલ નીમ્યો છે અને બેબિલોનમાં દેશનિકાલ નહિ કરાયેલાં ગરીબમાં ગરીબ માણસો, સ્ત્રીઓ અને બાળકોને તેની હકૂમતમાં સોંપ્યાં છે.


પરંતુ તેણે દેશના સાવ કંગાલ લોકોને દ્રાક્ષવાડીઓ સાચવવા અને ખેતરમાં મજૂરી કરવા માટે ત્યાં રહેવા દીધા.


નબૂખાદનેસ્સારે જેમને દેશનિકાલ કર્યા તેમની સંખ્યા આ પ્રમાણે હતી: તેના રાજના સાતમા વર્ષમાં 3023 માણસો.


તે પોતાની સાથે દેશના આગેવાનોને બાન તરીકે ઉઠાવી ગયો કે જેથી તે રાજ્ય નિર્બળ બને અને ફરીથી માથું ન ઊંચકે, પણ સંધિ કરારનું પાલન કરીને તે ટકી રહે.


તું તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: વિશાળ પાંખો, લાંબા પગ અને રંગબેરંગી ભરાવદાર પીંછાવાળો એક મોટો ગરુડ લબાનોનમાં આવ્યો. તેણે ગંધતરુની ટોચની ડાળખી તોડી લીધી.


યોશિયા યખોન્યા અને તેના ભાઈઓનો પિતા હતો; આ સમયે ઇઝરાયલ પ્રજાને ગુલામ તરીકે બેબિલોનમાં લઈ જવામાં આવી હતી.


બેબિલોનની ગુલામીમાં પ્રજાને લઈ જવામાં આવી તે પછી યખોન્યાનો પુત્ર શઆલ્તીએલ જન્મ્યો. શઆલ્તીએલ ઝરૂબ્બાબેલનો પિતા હતો.


આમ, અબ્રાહામથી દાવિદ સુધી ચૌદ પેઢી થાય છે, અને દાવિદના સમયથી ઇઝરાયલી પ્રજાને બેબિલોનની ગુલામીમાં લઈ જવામાં આવી ત્યાં સુધી ચૌદ પેઢી થાય છે, અને ત્યાંથી ખ્રિસ્તના જન્મ સુધી ચૌદ પેઢી થાય છે.


“જે દેશ વિષે તમે તથા તમારા પૂર્વજો જાણતા નથી તે દેશમાં પ્રભુ તમને તેમજ જે રાજા તમે પોતા પર નિયુક્ત કરશો તેને લઈ જશે. ત્યાં તમે અન્ય દેવોની લાકડાની તથા પથ્થરની મૂર્તિની પૂજા કરશો.


હવે આખા ઇઝરાયલમાં એકેય લુહાર નહોતો અને હિબ્રૂઓને તરવારો અને ભાલાઓ નહિ બનાવવા દેવાનો પલિસ્તીઓએ નિર્ધાર કર્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan