Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 23:7 - પવિત્ર બાઇબલ C.L.

7 તેણે પ્રભુના મંદિરમાં પુરુષ અને સ્ત્રી વેશ્યાઓના નિવાસખંડ તોડી નાખ્યા. (ત્યાં જ સ્ત્રીઓ અશેરાની પૂજામાં વપરાતા ઝભ્ભા વણતી હતી.)

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 યહોવાના મંદિરમાં આવેલું પુંમૈથુનીઓનાં ઘરો જેઓની અંદર સ્ત્રીઓ અશેરાને માટે પડદા વણતી હતી, તેઓને તેણે તોડી પાડ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેણે યહોવાહના ઘરમાં આવેલા સજાતીય સંબંધવાળાઓનાં નિવાસસ્થાનો, જેની અંદર સ્ત્રીઓ અશેરા માટે વસ્ત્રો સીવતી હતી, તેઓને તેણે તોડી પાડ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 તેણે યહોવાના મંદિરમાં આવેલું દેવદાસો અને દેવદાસીઓ માટેનું ઘર, જેમાં સ્રીઓ અશેરા માટે વસ્ત્રો વણતી, તે તોડી પાડયું.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 23:7
14 Iomraidhean Croise  

એથીય ભૂંડી વાત તો એ કે તેમનાં સ્ત્રીપુરુષ એ વિધર્મી પ્રજાઓનાં પૂજાસ્થાનોમાં દેવદાસીઓ અને દેવદાસો તરીકે કામ કરતાં હતાં. ઇઝરાયલીઓ દેશનો કબજો લેતા ગયા તેમ તેમ પ્રભુએ દેશમાંથી જે પ્રજાઓને હાંકી કાઢી હતી એ પ્રજાઓનાં જેવાં શરમજનક કૃત્યો યહૂદિયાનાં લોકોએ પણ આચર્યાં.


તેણે વિધર્મી પૂજાસ્થાનોમાં દેવદાસીઓ અને દેવદાસો તરીકે કામ આપતાં સર્વ સ્ત્રી પુરુષોની દેશમાંથી હકાલપટ્ટી કરી અને તેના પુરોગામીઓએ બનાવેલી બધી મૂર્તિઓ કાઢી નાખી.


વિધર્મી પૂજાસ્થાનોમાં દેવદાસો અને દેવદાસીઓ તરીકે કામ કરતાં સ્ત્રી-પુરુષો,જેઓ તેના પિતા આસાના વખતથી બાકી રહી ગયાં હતાં તે બધાંને તેણે દેશમાંથી હાંકી કાઢયાં.


યોશિયા રાજાએ ઇઝરાયલી લોકોના પ્રદેશમાંથી સર્વ ધિક્કારપાત્ર મૂર્તિઓનો નાશ કર્યો અને તેમને તેમના ઈશ્વર પ્રભુની ભક્તિ તરફ દોર્યા અને તે જીવ્યો ત્યાંસુધી લોકો તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુને અનુસરતા રહ્યા.


તેં તારાં વસ્ત્રોનો ઉપયોગ કરી તારાં પૂજાનાં ઉચ્ચસ્થાનો સજાવ્યાં અને ત્યાં વેશ્યાની જેમ દરેક સાથે વ્યભિચાર કર્યો. આવું તો કદી બન્યું નથી કે બનવાનું નથી.


પછી તે મને પ્રભુના મંદિરના ઉત્તરના દરવાજાના પ્રવેશદ્વારે લાવ્યો. મેં જોયું તો સ્ત્રીઓ ત્યાં તામ્મૂઝ દેવતાના મૃત્યુ માટે વિલાપ કરતી હતી.


મને ભૂલી જઈને તે બઆલની આગળ ધૂપ બાળતી હતી અને નાકની વાળી તથા આભૂષણો પહેરીને આશકોની પાછળ પાછળ ભટક્તી હતી તે દિવસોને માટે હું તેને સજા કરીશ.” પ્રભુ પોતે એમ કહે છે.


પર્વતોની ટોચ પરનાં પૂજાસ્થાનોમાં તેઓ યજ્ઞો કરે છે અને ટેકરીઓ પર ઊંચાં અને ઘટાદાર ઓક વૃક્ષો નીચે સારો છાંયો હોવાથી તેઓ ત્યાં ધૂપ બાળે છે. “પરિણામે, તમારી પુત્રીઓ વેશ્યાગીરી કરે છે અને તમારી પુત્રવધૂઓ વ્યભિચાર કરે છે.


છતાં હું તેમને એ માટે સજા કરીશ નહિ. કારણ, તમે પોતે જ વેશ્યાઓ સાથે એકાંતમાં જાઓ છો અને મંદિરની દેવદાસીઓ સાથે જોડાઈને ભ્રષ્ટ અર્પણો ચઢાઓ છો.” આમ, અક્કલ વગરના લોકો નાશ વહોરી લે છે.


ઇઝરાયલીઓએ શિટ્ટીમના ખીણપ્રદેશમાં પડાવ નાખ્યો હતો ત્યારે એ લોકો ત્યાંની મિદ્યાની યુવતીઓ સાથે વ્યભિચાર કરવા લાગ્યા.


“કોઈપણ ઇઝરાયલી સ્ત્રી કે પુરુષે વિધર્મી મંદિરમાં વેશ્યા બનવું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan