Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 23:5 - પવિત્ર બાઇબલ C.L.

5 યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમ નજીકનાં સ્થાનોમાં વિધર્મી વેદીઓ પર બલિદાન કરનારા સર્વ યજ્ઞકારો જેમને યહૂદિયાના અગાઉના રાજાઓએ નીમ્યા હતા અને જેઓ બઆલને, તેમ જ સૂર્ય, ચંદ્ર તથા ગ્રહોને અને નક્ષત્રમંડળને બલિદાન ચઢાવતા હતા તે બધાને યોશિયાએ દૂર કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને યહૂદિયાના નગરોમાં તથા યરુશાલેમની આસપાસનાં ઉચ્ચસ્થાનોમાં ધૂપ બાળવા માટે જે મૂર્તિપૂજક યાજકો યહૂદિયાના રાજાઓએ ઠરાવ્યા હતા તેઓને, તેમ જ બાલને માટે, સૂર્યને માટે, ચંદ્રને માટે, ગ્રહોને માટે તથા આખા જ્યોતિમંડળને માટે જે ધૂપ બાળનારા હતા તેમને પણ તેણે દૂર કર્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેણે યહૂદિયાના નગરોમાં તથા યરુશાલેમની આસપાસના ઉચ્ચસ્થાનોમાં ધૂપ બાળવા માટે જે મૂર્તિપૂજક યાજકો યહૂદિયાના રાજાઓએ પસંદ કર્યા હતા તેઓને તથા જેઓ બઆલને, સૂર્યને, ચંદ્રને, ગ્રહોને તથા આકાશના તારામંડળોને માટે ધૂપ બાળતા હતા તેઓને હઠાવી દીધા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તેણે યહૂદાના રાજાઓએ, યહૂદાના નગરોમાંના અને યરૂશાલેમની આસપાસનાં ઉચ્ચસ્થાનોમાં ધૂપ અર્પણો કરવા નીમેલા વિધર્મીર્ યાજકોને બરતરફ કર્યા, આમાં બધાં જેમણે બઆલમાં અર્પણો કર્યા હતા તે, સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો અને આકાશના બધાં સમૂહોનો સમાવેશ થતો હતો.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 23:5
10 Iomraidhean Croise  

મંદિરના બે ચોકમાં તેણે નક્ષત્રમંડળોની પૂજા માટે વેદીઓ બનાવી. તેણે પોતાના પુત્રનું દહનબલિ તરીકે અર્પણ ચડાવ્યું.


પોતાના પિતા હિઝકિયાએ તોડી પાડેલ પૂજાનાં ઉચ્ચસ્થાનો તેણે ફરી બાંધ્યાં. તેણે બઆલની ભક્તિ માટે વેદીઓ બાંધી, અશેરા દેવીની પ્રતિમાઓ બનાવી અને તારામંડળની ભક્તિ કરી.


તેના માણસોએ બઆલની ભક્તિ કરવાની વેદીઓને અને તેની પાસેની ધૂપવેદીઓને ભાંગી નાખી. તેમણે અશેરાની પ્રતિમાઓ અને અન્ય કોતરેલી કે ઢાળેલી બધી મૂર્તિઓનો ભાંગીને ભૂક્કો કરી નાખ્યો અને એ ભૂક્કો એમને બલિદાન ચડાવનાર લોકોની કબરો પર વેરી દીધો.


શું તું રાશિચક્રને ઋતુ પ્રમાણે દોરી શકે? અને સપ્તર્ષિને તેના તારામંડળ સહિત માર્ગદર્શન આપી શકે?


પછી ઈશ્વરે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ લોકો શું કરે છે તે તું જુએ છે? મારે મારા પવિત્રસ્થાનથી દૂર જતા રહેવું પડે એ માટે ઇઝરાયલના લોકો અહીં આ ભારે ધિક્કારપાત્ર કાર્યો કરે છે. છતાં હજુ તું આના કરતાંય વધારે ધૃણાસ્પદ કૃત્યો જોશે.”


સમરૂનના રહેવાસીઓ ભયભીત થશે અને બેથેલનો સોનાનો વાછરડો ઉપાડી જવામાં આવતાં તેઓ શોક કરશે. તેઓ અને તેના પૂજારી યજ્ઞકારો તેને લીધે કલ્પાંત કરશે. તેનો મહિમા ચાલ્યો જતાં તેઓ રોકકળ કરશે.


“હું યરુશાલેમ તથા આખા યહૂદિયાને શિક્ષા કરીશ. હું ત્યાંની બઆલની પૂજાનું નામનિશાન ભૂંસી નાખીશ અને તેની સેવા કરનારા વિધર્મી યજ્ઞકારોનું કોઈ સ્મરણ પણ નહિ કરે.


Lean sinn:

Sanasan


Sanasan