૨ રાજા 23:3 - પવિત્ર બાઇબલ C.L.3 રાજસ્તંભ પાસે ઊભા રહીને તેણે પ્રભુને આધીન થવા, પોતાના પૂરા મનથી અને જીવથી તેમના બધા નિયમો અને આજ્ઞાઓનું પાલન કરવા અને પુસ્તકમાં લખ્યા પ્રમાણે કરારની માગણીઓ વ્યવહારમાં મૂકવા પ્રભુની સાથે કરાર કર્યો. સર્વ લોકોએ એ કરારનું પાલન કરવા વચન આપ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 રાજા થાંભલા પાસે ઊભો રહ્યો, ને આ કરારનાં જે વચનો આ પુસ્તકમાં લખેલાં હતાં તે સર્વને અમલમાં લાવવા માટે, સંપૂર્ણ મનથી, તથા સંપૂર્ણ ભાવથી યહોવાને અનુસરવાનો, ને તેમની આજ્ઞાઓ, તેમનાં સાક્ષ્ય તથા તેના વિધિઓ પાળવાનો તેણે યહોવા આગળ કરાર કર્યો; અને સર્વ લોક એ કરારમાં સામેલ થયા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 પછી રાજા સ્તંભ પાસે ઊભો રહ્યો. આ પુસ્તકમાં લખેલાં વચનો અમલમાં લાવવા માટે, સંપૂર્ણ હૃદયથી તથા સંપૂર્ણ ભાવથી યહોવાહની પાછળ ચાલવાનો, તેમની આજ્ઞાઓ, હુકમો તથા કાનૂનો પાળવાનો તેમની આગળ કરાર કર્યો. તેની સાથે બધા લોકો આ કરારમાં સંમત થયા. Faic an caibideilપવિત્ર બાઈબલ3 ત્યારબાદ રાજાએ મંચ પર ઊભા રહીને, તેમને યહોવાને અનુસરવાનું કહ્યું. અને તેના બધા આદેશો અને હુકમોનું પાલન કરવાનું અને તેમની બધી સુચનાઓને તેમના પૂર્ણ હૃદયથી અને તેમના પૂર્ણ આત્માથી અનુસરવાનું કહ્યું. અને એ રીતે આ પુસ્તકમાં લખેલા કરારની શરતોનો પૂરેપૂરો અમલ કરવાની પ્રતિજ્ઞા કરી; અને બધા લોકોએ પણ એ કરારનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી. Faic an caibideil |
“હવે હે ઇઝરાયલીઓ, તમારા ઈશ્વર પ્રભુ તમારી પાસે શી અપેક્ષા રાખે છે? એ જ કે તમે તમારા ઈશ્વર પ્રભુ પ્રત્યે ભક્તિભાવ દાખવો, સર્વ બાબતમાં તેમના ચીંધેલા માર્ગે ચાલો, તેમના પર પ્રેમ રાખો અને તમારા પૂરા દયથી અને પૂરા જીવથી તમારા ઈશ્વર પ્રભુની સેવા કરો, અને પ્રભુની જે આજ્ઞાઓ અને આદેશો તમારા હિતાર્થે હું આજે તમને ફરમાવું તેનું પાલન કરો.