8 જો મારા ઇઝરાયલી લોકો મારી સર્વ આજ્ઞાઓ પાળશે અને મારા સેવક મોશેએ આપેલા સમગ્ર નિયમનું પાલન કરશે, તો તેમના પૂર્વજોને મેં આપેલા દેશમાંથી હું તેમને હાંકી કાઢીશ નહિ.”
8 અને જે સર્વ આજ્ઞા મેં તેઓને આપી છે, ને જે નિયમશાસ્ત્ર મારા સેવક મૂસાએ તેમને ફરમાવ્યું તે પ્રમાણે વર્તીને તેઓ તે પાળશે, તો હે દેશ મેં ઇઝરાયલના પિતૃઓને આપ્યો છે, તેમાંથી તેઓના પગને હું હવે પછી કદી રખડાવીશ નહિ.”
8 જે બધી આજ્ઞા મેં ઇઝરાયલીઓને આપી છે, જે નિયમશાસ્ત્ર મેં મારા સેવક મૂસા દ્વારા તેમને આપ્યું છે તે જો તેઓ કાળજીથી પાળશે તો જે દેશ મેં તેઓના પિતૃઓને આપ્યો છે, તેમાંથી તેઓના પગને હું હવે પછી કદી ડગવા દઈશ નહિ.
મેં મારા ઇઝરાયલી લોકો માટે જગ્યા પસંદ કરીને ત્યાં તેમને ઠરીઠામ કર્યા છે. હવે તેઓ ત્યાં જ વસશે, ભૂતકાળમાં એટલે મેં તેમના પર ન્યાયાધીશો નીમ્યા તે વખતે ક્રૂર લોકો તેમના પર જુલમ ગુજારતા હતા, પણ હવે તેમને કોઈ પરેશાન કરશે નહિ. હું તેમને તેમના સર્વ શત્રુઓથી સલામતી બક્ષીશ. વળી, પ્રભુ તને આમ કહે છે; હું તારો રાજવંશ સ્થાપીશ.
“મેં મારા ઇઝરાયલી લોકો માટે સ્થળ પસંદ કર્યું છે અને ત્યાં તેમને ઠરીઠામ કર્યાં છે; તેઓ ત્યાં રહેશે અને હવે તેમને કોઈ રંજાડશે નહિ. તેઓ આ દેશમાં આવ્યા અને મેં ઇઝરાયલી લોકોના આગેવાનો તરીકે ન્યાયાધીશોને નીમ્યા તે સમયથી આજ સુધી દુષ્ટ માણસો તેમના પર હુમલા કરતા રહ્યા છે. પણ હવે એમ નહિ થાય. વળી, હું તને વચન આપું છું કે હું તારા સર્વ શત્રુઓને પરાજિત કરીશ અને તારા વંશની સ્થાપના કરીશ.
જો મારા લોક મારી આજ્ઞાઓ પ્રમાણે વર્તશે અને મારા સેવક મોશે દ્વારા અપાયેલ સર્વ નિયમો, આદેશો અને ફરમાનોનું પાલન કરશે, તો હું ઇઝરાયલીઓને તેમના પૂર્વજોને આપેલા દેશમાંથી તેમને કાઢી મૂકીશ નહિ.”
મેં તમને એ પણ કહ્યું હતું કે, મારી વાણીને આધીન થાઓ એટલે હું તમારો ઈશ્વર થઈશ અને તમે મારા લોક થશો. તમારું સમગ્ર આચરણ મારી આજ્ઞાઓ પ્રમાણે રાખો તો તમારું ભલું થશે.