Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 21:5 - પવિત્ર બાઇબલ C.L.

5 મંદિરના બે ચોકમાં તેણે નક્ષત્રમંડળોની પૂજા માટે વેદીઓ બનાવી. તેણે પોતાના પુત્રનું દહનબલિ તરીકે અર્પણ ચડાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 વળી તેણે યહોવાના મંદિરનાં બે આંગણાંમાં આખા જ્યોતિમંડળને માટે વેદીઓ બાંધી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 યહોવાહના સભાસ્થાનનાં બન્ને આંગણાંમાં તેણે આકાશમાંના બધાં તારામંડળો માટે વેદીઓ બાંધી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 યહોવાના મંદિરનાં, બંને પ્રાંગણમાં આકાશમાંના બધાં નક્ષત્રો અને ગ્રહો માટે વેદીઓ બંધાવી.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 21:5
17 Iomraidhean Croise  

મંદિરની આગળ પરસાળ બનાવી હતી. પરસાળની ચારેબાજુની દીવાલમાં પથ્થરના ત્રણ થર અને એક થર ગંધતરુના લાકડાનો હતો.


મહેલનો ચોક, પ્રભુના મંદિરનો અંદરનો ચોક અને મંદિરના પ્રવેશખંડની ભીંતોમાં કાપેલા પથ્થરોના પ્રત્યેક ત્રણ થર પછી એક થર ગંધતરુના ભારોટિયાનો હતો.


આહાઝ રાજાના ખંડની અગાશીમાં યહૂદિયાના રાજાઓએ બાંધેલી વેદીઓ યોશિયા રાજાએ તોડી નાખી. સાથોસાથ મંદિરના બે ચોકમાં મનાશ્શા રાજાએ ઊભી કરેલી બે વેદીઓ પણ તોડી પાડી. તેણે વેદીઓના ચૂરેચૂરા કરી નાખીને તેમને કિદ્રોનની ખીણમાં નાખી દીધી.


પછી યોશિયાએ પ્રમુખ યજ્ઞકાર હિલકિયા, તેના મદદનીશ યજ્ઞકારો અને મંદિરના પ્રવેશદ્વારના સંરક્ષકોને મંદિરમાંથી બઆલની, અશેરા દેવીની તથા નક્ષત્ર મંડળની પૂજા માટે વપરાતી સાધનસામગ્રી બહાર કાઢી નાખવા આદેશ આપ્યો. પછી રાજાએ એ બધી સાધનસામગ્રી યરુશાલેમ શહેર બહાર કિદ્રોનની ખીણમાં લઈ જઈને બાળી નાખી, અને પછી એની રાખ બેથેલ મોકલી આપી.


યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમ નજીકનાં સ્થાનોમાં વિધર્મી વેદીઓ પર બલિદાન કરનારા સર્વ યજ્ઞકારો જેમને યહૂદિયાના અગાઉના રાજાઓએ નીમ્યા હતા અને જેઓ બઆલને, તેમ જ સૂર્ય, ચંદ્ર તથા ગ્રહોને અને નક્ષત્રમંડળને બલિદાન ચઢાવતા હતા તે બધાને યોશિયાએ દૂર કર્યા.


તેણે મંદિરમાંથી અશેરા દેવીની પ્રતિમા કઢાવી નાખી અને તેને યરુશાલેમ બહાર કિદ્રોન ખીણમાં બાળી નાખી. તેની રાખને ધૂળમાં મેળવી દઈને તેને જાહેર કબ્રસ્તાનમાં વેરી નાખી.


તેણે પ્રભુના મંદિરમાં પોતે મૂકેલાં વિધર્મી દેવો અને મૂર્તિઓને તથા મંદિરના પર્વત પરની અને યરુશાલેમમાં અન્ય સ્થળોમાં બાંધેલી વિધર્મી વેદીઓને દૂર કર્યાં. તેણે એ બધું નગર બહાર ફેંકી દીધું.


તેણે પ્રભુના મંદિરના બન્‍ને ચોકમાં તારામંડળની ભક્તિ માટે વેદીઓ બાંધી.


તેણે યજ્ઞકારો માટે અંદરનો ચોક અને બહાર પણ એક ચોક બનાવ્યા. ચોકની વચ્ચેના દરવાજાનાં કમાડ તાંબાથી મઢેલાં હતાં.


ત્યાર પછી તે માણસ મને દક્ષિણને દરવાજેથી અંદરના ચોકમાં લાવ્યો. તેણે તે દરવાજાનું માપ લીધું તો તે બીજા દરવાજાઓ જેટલું જ હતું.


પછી તે મને અંદરના ચોકમાં પૂર્વ તરફ લાવ્યો. તેણે તે દરવાજાનું માપ લીધું તો તે અન્ય દરવાજા જેટલું જ થયું.


મોટો ખંડ બહારના ચોકની સામેની દિશામાં આવેલો હતો. તેના પ્રવેશમાર્ગમાં અંદર તરફની દીવાલો પર ખજૂરીઓ કોતરેલી હતી. એ દરવાજે ચડવા માટે આઠ પગથિયાં હતાં.


તે માણસે અંદરના ચોકનું માપ લીધું તો તે પચાસ મીટર લાંબું4 અને પચાસ મીટર પહોળું હતું. વેદી મંદિરની સામે હતી.


અંદરના ચોકમાં મંદિરને ફરતે આવેલી ખુલ્લી જગ્યાની દસ મીટરવાળી બાજુને અડીને બહારના ચોકની ફરસબંદીની સામે આવેલા ત્રણ માળમાં ઓરડીઓને એક ઉપર બીજો એમ ઝરુખા હતા.


ઈશ્વરના આત્માએ મને ઊંચકીને અંદરના ચોકમાં પહોંચાડી દીધો. ત્યાં મેં જોયું તો મંદિર પ્રભુના ગૌરવથી ભરાઇ ગયું હતું.


તેઓ બહારના ચોકમાં લોકો પાસે જાય તે પહેલાં તેમણે મંદિરમાં સેવા કરતી વખતે પહેરેલાં વસ્ત્રો ઉતારવાં અને તેમને પવિત્ર ઓરડીઓમાં મૂકી દેવાં. તેઓ બીજાં વસ્ત્રો પહેરીને લોકો પાસે જાય, નહિ તો તેમનાં પવિત્ર વસ્ત્રોનો સ્પર્શ થવાથી લોકો પર દૈવી કોપ આવી પડશે.


પછી તે મને પ્રભુના મંદિરના અંદરના પટાંગણમાં લઈ આવ્યો, ત્યાં પ્રભુના મંદિરના પ્રવેશદ્વાર પાસે, પરસાળ તથા યજ્ઞવેદીની વચ્ચે આશરે પચીસ માણસો હતા. તેમની પીઠ પ્રભુના મંદિર તરફ હતી અને મોં પૂર્વ તરફ હતાં. તેઓ પૂર્વમાં જોઈને સૂર્યની પૂજા કરતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan