Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 21:3 - પવિત્ર બાઇબલ C.L.

3 તેના પિતા હિઝકિયાએ તોડી પાડેલાં પૂજાનાં ઉચ્ચસ્થાનોને તેણે ફરી બંધાવ્યાં. ઇઝરાયલના રાજા આહાબની જેમ તેણે બઆલની પૂજા માટે વેદીઓ બનાવી અને અશેરા દેવીની પ્રતિમા બનાવી. વળી, મનાશ્શાએ આકાશનાં નક્ષત્રમંડળોની પણ પૂજા કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 કેમ કે તેના પિતા હિઝકિયાએ જે ઉચ્ચસ્થાનોનો નાશ કર્યો હતો તે તેણે ફરીથી બાંધ્યાં. અને ઇઝરાયલના રાજા આહાબે જેમ કર્યું હતું તેમ તેણે બાલને માટે વેદીઓ ઊભી કરી, અશેરા [મૂર્તિ] બનાવી, ને આખા જ્યોતિમંડળની ભક્તિ કરી, ને તેમની સેવા કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 કેમ કે, તેના પિતા હિઝકિયાએ જે ઉચ્ચસ્થાનોનો નાશ કર્યો હતો, તે તેણે ફરી બાંધ્યાં, ઇઝરાયલના રાજા આહાબે જેમ કર્યું તેમ, તેણે બઆલ માટે વેદી બાંધી, અશેરાદેવીની મૂર્તિ બનાવી અને આકાશમાંના બધાં તારામંડળની ભક્તિ કરી અને તેઓની પૂજા કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તેના પિતા હિઝિક્યાએ તોડી પાડેલા ઉચ્ચસ્થાનો પરનાં થાનકો તેણે ફરી બંધાવ્યાં, તેણે બઆલને માટે યજ્ઞ વેદીઓ ચણાવી અને ઇસ્રાએલના રાજાની જેમ અશેરાદેવીની મૂર્તિ બનાવી અને તેની પૂજા કરી, અને આકાશમાંનાં બધાં નક્ષત્રોની સેવાપૂજા કરવાનું શરૂ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 21:3
23 Iomraidhean Croise  

એલિયાએ લોકો પાસે જઈને તેમને કહ્યું, “તમે ક્યાં સુધી બે મન વચ્ચે ડગમગ થયા કરશો? યાહવે ઈશ્વર હોય તો તેમની ઉપાસના કરો; પણ બઆલ ઈશ્વર હોય તો તેની ઉપાસના કરો.” પણ લોકો એક શબ્દ પણ બોલ્યા નહિ.


તેમણે તેમને આપવામાં આવેલો આખલો લઈને તેને તૈયાર કર્યો અને બપોર સુધી બઆલની પ્રાર્થના કરી. તેમણે સવારથી પોકાર કર્યા કર્યો, “બઆલ, અમને જવાબ આપો.” વળી, પોતે બાંધેલી વેદીની આસપાસ તેઓ નાચતા-કૂદતા રહ્યા. પણ અવાજ સંભળાયો નહિ કે કોઈ જવાબ મળ્યો નહિ.


તેમ છતાં ઇઝરાયલીઓએ યરોબામના રાજકુટુંબે ઇઝરાયલ પાસે જે પાપકર્મો કરાવ્યાં તેનો ત્યાગ નહિ કરતાં તે ચાલુ રાખ્યાં અને સમરૂનમાં અશેરા દેવીની પ્રતિમા પણ મોજૂદ હતી.


તેમણે તેમના ઈશ્વર પ્રભુના સઘળા નિયમોનો ભંગ કર્યો અને ભક્તિ માટે ધાતુમાંથી ઢાળેલા બે વાછરડા બનાવ્યા. તેમણે અશેરા દેવીની પ્રતિમા બનાવી, નક્ષત્રમંડળની ભક્તિ કરી અને બઆલની સેવાપૂજા કરી.


મુખ્ય અમલદારે સમ્રાટ તરફથી વિશેષમાં જણાવ્યું, “તું મને કહેશે કે અમે ઈશ્વર અમારા પ્રભુ પર આધાર રાખીએ છીએ. તો એ જ પ્રભુની ભક્તિ માટેનાં ઉચ્ચસ્થાનો તોડી પાડીને યહૂદિયા અને યરુશાલેમના લોકોને માત્ર યરુશાલેમની વેદીએ જ ઉપાસના કરવાનું કહેનાર તું હિઝકિયા જ નથી?


તેણે પૂજાંનાં ઉચ્ચસ્થાનોનો નાશ કર્યો, શિલાસ્તંભો તોડી પાડયા અને અશેરા દેવીની પ્રતિમાઓના ચૂરેચૂરા કરી નાખ્યા. મોશેએ બનાવેલો તામ્રસાપ, જેને તેઓ નેહુશ્તાન કહેતા તેના પણ તેણે ટુકડેટુકડા કરી નાખ્યા. તે સમય સુધી તો ઇઝરાયલી લોકો તેની આગળ ધૂપ બાળતા.


તેની પત્ની આહાબની પુત્રી હતી અને આહાબના કુટુંબની જેમ તેણે ઇઝરાયલના રાજાઓનું અનુસરણ કર્યું અને પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું.


અહાઝયા આહાબ રાજા સાથે લગ્નસંબંધને કારણે સગો થતો હોઈ તેણે આહાબના કુટુંબની જેમ પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું.


તેણે પ્રભુની ભક્તિનાં ઉચ્ચસ્થાનો અને વેદીઓ તોડી નંખાવ્યાં છે અને યહૂદિયા તથા યરુશાલેમના લોકોને એક જ વેદી આગળ ભજન કરવાનું અને ધૂપ બાળવાનું કહ્યું છે.


યોશિયા હજી તો તેની કિશોરાવસ્થામાં હતો ત્યારે પોતાના અમલના આઠમે વર્ષે પોતાના પૂર્વજ દાવિદ રાજાના ઈશ્વરની આરાધના શરૂ કરી. ચાર વર્ષ પછી તેણે પૂજાનાં ઉચ્ચસ્થાનો, અશેરા દેવીની પ્રતિમાઓ અને અન્ય કોતરેલી કે ઢાળેલી મૂર્તિઓ તોડી નાખી ને તે યહૂદિયા અને યરુશાલેમને શુદ્ધ કરવા લાગ્યો.


જો મેં ઊગતા સૂર્યનાં, અથવા ચાંદનીમાં સરક્તા ચંદ્રનાં પૂજ્યભાવે દર્શન કર્યાં હોય,


“પણ તમે જેઓ મારો ત્યાગ કરીને તથા મારા પવિત્ર પર્વત સિયોનને વીસરી જઈને ભાગ્યદેવતા ગાદને નૈવેદ્ય ધરીને તથા નિયતિ દેવતા મેનીને માટે મિશ્ર દ્રાક્ષાસવના પ્યાલા ભરીને તેમની ઉપાસના કરો છો તેમને માટે તો હું આમ કરીશ.


પ્રભુ કહે છે, ‘યહૂદિયાના લોકોએ દુષ્ટ કાર્ય કર્યું છે; હું જેની સખત ઘૃણા કરું છું તેવી મૂર્તિઓને મારા મંદિરમાં સ્થાપીને તેમણે તેને અપવિત્ર કર્યું છે.


તમે ઓમ્રી રાજા અને તેના પુત્ર આહાબના કુટુંબના દુષ્ટ વિધિઓને અનુસર્યા છો. તમે તેમની પ્રણાલિકાઓ ચાલુ રાખી છે અને તેથી હું તમને વેરાન કરીશ. સૌ તમારો તિરસ્કાર કરશે અને તમે મારા લોક હોવાને લીધે તેઓ તમારા પ્રત્યે ઘૃણાજનક વર્તાવ કરશે.”


“જ્યારે તમે તમારા ઈશ્વર પ્રભુ માટે વેદી બનાવો ત્યારે તેની બાજુમાં અશેરા દેવીના પ્રતીકરૂપ સ્તંભ ઊભો કરવો નહિ.


તમારા ઈશ્વર પ્રભુએ તમને આપેલા નગરમાં કોઈ પુરુષ અથવા સ્ત્રી અન્ય દેવદેવીઓની સેવાપૂજા કરીને અથવા મેં જેમની ભક્તિની મના કરી છે તે સૂર્ય, ચંદ્ર કે તારાઓની પૂજા કરીને તમારા ઈશ્વર પ્રભુ વિરૂધ પાપ કરે અને તેમની સાથેના કરારનો ભંગ કરે;


નહિ તો જે સર્વ અધમ કાર્યો તેમણે તેમનાં દેવદેવીઓની પૂજામાં આચર્યાં છે તે પ્રમાણે કરવાનું શીખવીને તેઓ તમારા ઈશ્વર પ્રભુની વિરુધ તમારી પાસે પાપ કરાવશે.


વળી, ઉપર આકાશમાં દૃષ્ટિ કરીને તમે સૂર્ય, ચંદ્ર, તારા તથા સમગ્ર નક્ષત્રમંડળ જુઓ ત્યારે તેમની પૂજા કરવા લલચાશો નહિ. એ બધાં તો તમારા ઈશ્વર પ્રભુએ બીજી પ્રજાઓને પૂજા માટે વહેંચી આપ્યાં છે!


Lean sinn:

Sanasan


Sanasan