Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 21:13 - પવિત્ર બાઇબલ C.L.

13 મેં જે માપ દોરીથી સમરૂનનો અને જે ઓળંબે આહાબના રાજ્યનો ન્યાય કરીને સજા કરી એ જ ધોરણે હું યરુશાલેમને સજા ફટકારીશ. જેમ કોઈ થાળી સાફ કરીને ઊંધી વાળી દે તેમ હું યરુશાલેમના લોકને સફાચટ કરી દઇશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 હું સમરુનની માપદોરી તથા આહાબના ઘરનો ઓળંબો યરુશાલેમ પર લંબાવીશ અને જેમ કોઈ માણસ થળી લૂછે, તેમ હું યરુશાલેમને લૂછી નાખીશ, ને તેને લૂછીને ઊંધું વાળીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 હું સમરુનની માપદોરી તથા આહાબના કુટુંબનો ઓળંબો યરુશાલેમ પર ખેંચીશ, જેમ માણસ થાળીને સાફ કરે છે તેમ હું યરુશાલેમને સાફ કરીને ઊંધું વાળી નાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 હું યરૂશાલેમને, સમરૂનને જે દોરીથી માપ્યું હતું તે જ દોરીથી માપીશ, અને આહાબને માટે વાપર્યો હતો તે જ ઓળંબો એને માટે પણ વાપરીશ, કોઈ માણસ થાળી સાફ કરીને ઊંધી પાડી દે, તેમ હું યરૂશાલેમને સાફ કરી નાખીશ.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 21:13
19 Iomraidhean Croise  

એને લીધે હે યરોબામ, હું તારા રાજવંશ પર આફત ઉતારીશ અને ઇઝરાયલમાંથી તારા વંશના નાનામોટા સર્વ પુરુષોનો હું સંહાર કરીશ જેમ વાસીદું કાઢી નાખવામાં આવે છે તેમ હું તારા રાજકુળને સફાચટ કરી નાખીશ.


પછી યેહૂએ યિઝએલમાં રહેતા આહાબના બધા સંબંધીઓ, તેના સર્વ અમલદારો, તેના નિકટના મિત્રો અને યજ્ઞકારોને મારી નાખ્યા; એમનામાંથી કોઈને ય જીવતો રહેવા દીધો નહિ.


ઘેરાના ત્રીજે વર્ષે એટલે, હોશિયાના અમલના નવમા વર્ષમાં આશ્શૂરના સમ્રાટે સમરૂન જીતી લીધું. તે ઇઝરાયલીઓને કેદ કરી આશ્શૂર લઈ ગયો અને કેટલાકને હાલા નગરમાં, કેટલાકને હાબાર નદી પાસેના ગઝાન જિલ્લામાં અને કેટલાકને મિડિયાનાં નગરમાં વસાવ્યા.


બચી ગયેલા લોકોનોય હું ત્યાગ કરીશ, અને તેમને તેમના દેશને જીતી લઈને તેને ખૂંદી નાખનાર તેમના શત્રુઓના હવાલે કરી દઈશ.


પ્રભુએ કહ્યું, “મેં જેવું ઇઝરાયલને કર્યું તેવું જ હું યહૂદિયાને કરીશ; હું મારી નજર આગળથી યહૂદિયાના લોકોને કાઢી મૂકીશ, અને મેં પસંદ કરેલ યરુશાલેમ શહેરનો અને મારા નામનું ભજન કરવા માટે મેં જેને પસંદ કર્યું હતું તે મંદિરનો હું ત્યાગ કરીશ.”


આહાબનું આખું કુટુંબ અને વંશજો માર્યા જશે; હું તેના કુટુંબના સગીર કે પુખ્ત સર્વ પુરુષોનું નિકંદન કરીશ.


જો કે ઇઝરાયલના લોક સમુદ્રની રેતીના કણ જેટલા હશે તો પણ તેમાંથી થોડા જ પાછા આવશે. લોકોને માટે વિનાશ નિર્મિત છે અને તેઓ તેને માટે યોગ્ય છે.


હું બેબિલોનને ક્દવવાળી જગ્યામાં ફેરવી નાખીશ અને ત્યાં ધુવડો વાસો કરશે. હું બેબિલોનને વિનાશની સાવરણીથી વાળી નાખીશ. હું સર્વસમર્થ પ્રભુ એ બોલ્યો છું.”


હું ન્યાયનો માપવાની દોરી તરીકે અને પ્રામાણિક્તાનો ઓળંબા તરીકે ઉપયોગ કરીશ.” તમારા આશ્રય જૂઠને કરાનું તોફાન ઘસડી જશે અને તમારા ઓથા અસત્ય પર પૂરનાં પાણી ફરી વળશે.


તે બગલા અને શાહુડીનું વતન થશે. ત્યાં ધુવડ તથા જંગલી કાગડા વસશે. પ્રભુ અદોમ પર અંધાધૂંધીની માપદોરી અને વેરાનનો ઓળંબો લંબાવશે.


તેથી હું ઉત્તરની બધી પ્રજાઓને અને મારા સેવક બેબિલોન દેશના રાજા નબૂખાદનેસ્સારને લઈ આવીશ. આ યહૂદિયાના દેશ તથા તેના બધા રહેવાસીઓ અને આસપાસના બધા દેશો સામે યુદ્ધ કરવા હું તેમને લઈ આવીશ. મેં આ દેશોનો તથા તેની આસપાસના દેશોનો સંપૂર્ણ સંહાર કરવાનું નક્કી કર્યું છે. હું તેમની એવી દશા કરીશ કે લોકો એ જોઈને ડઘાઈ જશે, આઘાત પામશે અને તેમની હંમેશને માટે નામોશી થશે.


પ્રભુએ સિયોનના કોટ તોડી પાડવાનું નક્કી કર્યું છે. તેનો સંપૂર્ણ નાશ કરવા તેમણે દોરી લંબાવીને તેનું માપ લીધું છે. મિનારા અને દીવાલો એક સાથે ખંડિયેર બન્યાં છે.


પ્રભુ પરમેશ્વર કહે છે, “તારા ઉપર આફત પર આફત આવી રહી છે.


તેથી યરુશાલેમ શહેર પર હું તે દયા દર્શાવવા આવ્યો છું; મારા મંદિરનો પુનરોદ્ધાર થશે અને શહેર ફરીથી બંધાશે.”


Lean sinn:

Sanasan


Sanasan