Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 21:11 - પવિત્ર બાઇબલ C.L.

11 “મનાશ્શાએ કનાનીઓ કરતાં પણ વધારે ઘૃણાસ્પદ કામો કર્યાં છે, અને પોતે સ્થાપેલી મૂર્તિઓની પૂજા કરવાના પાપમાં યહૂદિયાના લોકોને દોર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 યહૂદિયાના રાજા મનાશ્શાએ આ ધિક્કારપાત્ર કામ કર્યા છે. તથા તેની અગાઉના અમોરીઓએ કર્યું હતું તે બધા કરતાં વધારે ભૂંડું તેણે કર્યું છે, ને યહૂદિયા પાસે પણ પોતાની મૂર્તિઓ વડે પાપ કરાવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 “યહૂદિયાના રાજા મનાશ્શાએ આ ધિક્કારપાત્ર કાર્યો કર્યાં છે, તેની અગાઉ અમોરીઓએ કર્યું હતું, તેના કરતાં પણ વધારે ખરાબ આચરણ કર્યાં છે. યહૂદિયા પાસે પણ તેઓની મૂર્તિઓ વડે પાપ કરાવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 “યહૂદાના રાજા મનાશ્શાએ આ બધાં શરમજનક કાર્યો કર્યા છે, અને એના પહેલાં અમોરીઓએ કરેલાં દુષ્ટ કૃત્યોને પણ તેઓ વટાવી ગયાં છે, અને તેણે યહૂદાના લોકોને મૂર્તિપૂજા કરાવીને પાપમાં પ્રેર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 21:11
21 Iomraidhean Croise  

ચોથી પેઢીમાં તારા વંશજો અહીં પાછા આવશે; કારણ, અમોરીઓના પાપનો ઘડો હજી ભરાયો નથી.”


યરોબામે પાપ કર્યું છે અને ઇઝરાયલના લોકો પાસે પાપ કરાવ્યું છે; તેથી પ્રભુ ઇઝરાયલનો ત્યાગ કરશે.”


યરોબામે પોતે પાપ કરીને અને ઇઝરાયલ પાસે પાપ કરાવીને પ્રભુને કોપાયમાન કર્યા હતા તેને લીધે એ બધું બન્યું.


પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવાં તેનાં આચરણને લીધે એ બન્યું. તેના પુરોગામી યરોબામની માફક તેણે પણ પોતાનાં પાપથી અને ઇઝરાયલને પાપમાં પાડીને પ્રભુને નારાજ કર્યા.


ઇઝરાયલીઓ દેશનો કબજો મેળવતાં મેળવતાં આગળ વધી રહ્યા હતા ત્યારે પ્રભુએ તેમની આગળથી હાંકી કાઢેલી અમોરી પ્રજાની જેમ તેણે મૂર્તિપૂજા કરીને અત્યંત શરમજનક પાપો આચર્યાં છે.)


એને બદલે, તે ઇઝરાયલના રાજાઓના નમૂનાને અનુસર્યો. ઇઝરાયલીઓ દેશનો કબજો મેળવતા ગયા તેમ તેમ તેમની આગળથી પ્રભુએ હાંકી કાઢેલ પ્રજાઓની ઘૃણાસ્પદ રીતરસમો અનુસરીને તેણે મૂર્તિ સમક્ષ પોતાના પુત્રનું અગ્નિમાં અર્પણ કર્યું.


પ્રભુએ પોતાના સેવકો એટલે સંદેશવાહકો મારફતે કહેવડાવ્યું,


યહૂદિયાના લોકોને મૂર્તિપૂજા તરફ પ્રેરીને તેમને પ્રભુ વિરુદ્ધ દુરાચરણમાં દોરી જવા ઉપરાંત મનાશ્શાએ કેટલાય નિર્દોષ માણસોનો સંહાર કર્યો, જેને લીધે યરુશાલેમની શેરીઓ લોહીથી તરબોળ થઈ ગઈ.


ઇઝરાયલીઓ દેશનો કબજો મેળવતા ગયા તેમ તેમ પ્રભુએ દેશમાંથી હાંકી કાઢેલી પ્રજાઓના ઘૃણાસ્પદ રીતરિવાજો અનુસરીને મનાશ્શાએ પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું.


તેના પિતા મનાશ્શાની જેમ આમોને પણ પ્રભુની નજરમાં ઘૃણાજનક દુરાચરણ કર્યું.


તેણે તેના પિતાનું અનુકરણ કર્યું અને તેનો પિતા જે મૂર્તિઓને પૂજતો હતો તેની તેણે પણ પૂજા કરી.


પણ યહૂદિયાના લોકોએ પ્રભુનું માન્યું નહિ. એને બદલે, પોતાના લોકને દેશમાં વસાવવા પ્રભુએ હાંકી કાઢેલી પ્રજાઓના કરતાંયે તેમણે મનાશ્શાની દોરવણીથી વિશેષ ભયંકર દુરાચરણ કર્યાં.


પ્રમુખ યજ્ઞકાર હિલકિયાને મંદિરમાંથી જડી આવેલ પુસ્તકમાં લખેલા નિયમો અમલમાં આવે તે માટે યોશિયા રાજાએ યરુશાલેમ અને યહૂદિયાના બાકીના બધા ભાગમાંથી પ્રેતાત્માનો સંપર્ક સાધનારા અને જોશીઓને તેમ જ સર્વ ઘરદેવતાઓને, મૂર્તિઓને અને વિધર્મી પૂજાની સર્વ સાધનસામગ્રી દૂર કર્યાં.


યબૂસી, અમોરી, ગિર્ગાશી.


હિઝકિયાના પુત્ર અને યહૂદિયાના રાજા મનાશ્શાએ યરુશાલેમમાં આચરેલાં અધમ કૃત્યોને લીધે હું તેમની એવી દુર્દશા કરીશ કે તેમને જોઈને દુનિયાની બધી પ્રજાઓ હાહાકાર કરશે. હું પ્રભુ એ બોલ્યો છું.”


તેને કહે કે, “પ્રભુ પરમેશ્વર યરુશાલેમને આમ કહે છે: તારો જન્મ કનાન પ્રદેશમાં થયેલો છે અને એ જ તારું ઉદ્ભવસ્થાન છે, તારો પિતા અમોરી હતો અને તારી માતા હિત્તી હતી.


તું તારી માની સાચી દીકરી છે. તે તેના પતિને અને સંતાનોને ધિક્કારતી હતી. તું તારી બહેનોના જેવી જ છે. તેઓ પણ તેમના પતિઓને અને તેમનાં સંતાનો પ્રત્યે ઘૃણા રાખતી હતી. તમારી મા હિત્તી હતી અને તમારો પિતા અમોરી હતો.


ગરીબો અને ગરજવાનો પર અત્યાચાર ગુજારતો હોય, લૂંટફાટ કરતો હોય, દેવાદારની ગીરો મૂકેલ વસ્તુ પાછી આપતો ન હોય, પરદેશીઓની મૂર્તિઓનું ધ્યાન કરતો હોય અને ઘૃણિત કાર્યો કરતો હોય,


એણે તો દુરાચાર કરીને એ દેશોની બધી પ્રજાઓ કરતાં મારાં ફરમાનો અને હુકમો વિરુદ્ધ વિશેષ બંડ કર્યું છે. તેણે મારાં ફરમાનો ફગાવી દીધાં છે અને તે મારા હુકમો પ્રમાણે ચાલી નથી.”


Lean sinn:

Sanasan


Sanasan