Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 20:5 - પવિત્ર બાઇબલ C.L.

5 પાછા જઈને ઈશ્વરના લોકોના શાસક હિઝકિયા રાજાને આ સંદેશ આપવા જણાવ્યું: “મેં પ્રભુએ એટલે તારા પૂર્વજ દાવિદના ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી છે અને તારાં આંસુ જોયાં છે. હું તને સાજો કરીશ અને ત્રણ દિવસમાં તો તું મંદિરમાં જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 “તું પાછો જઈને મારા લોકના અધિકારી હિઝકિયાને કહે કે, ’તારા પિતા દાઉદના ઈશ્વર યહોવા એમ કહે છે કે, મેં તારી પ્રાર્થના સાંભળી છે, તારાં આંસુ મેં જોયા છે. જો, હું તને સાજો કરીશ. અને તું ત્રીજે દિવસે યહોવાના મંદિરમાં ચઢી જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 “તું પાછો જઈને મારા લોકોના આગેવાન હિઝકિયાને કહે કે, ‘તારા પિતૃ દાઉદના ઈશ્વર યહોવાહ એવું કહે છે: “મેં તારી પ્રાર્થના સાંભળી છે અને તારાં આંસુ જોયાં છે. હું તને ત્રીજા દિવસે સાજો કરીશ અને તું યહોવાહના ઘરમાં જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 “તું પાછો જઈને મારા લોકોના આગેવાન હિઝિક્યાને કહે કે, ‘આ તારા પિતૃ દાઉદના દેવ યહોવાનાં વચન છે: મેં તારી પ્રાર્થના સાંભળી છે અને તારાં આંસુ મેં જોયાં છે. હું તને સાજો કરીશ અને આજથી ત્રિજે દિવસે તું મંદિરે જઈશ.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 20:5
44 Iomraidhean Croise  

ભૂતકાળમાં શાઉલ જ્યારે રાજા હતો ત્યારે પણ ઇઝરાયલીઓને યુદ્ધમાં આગેવાની આપનાર તમે જ હતા અને પ્રભુએ તમને વરદાન આપ્યું હતું કે તમે તેમના ઇઝરાયલી લોકના પાળક અને રાજા બનશો.


પ્રભુએ તેને કહ્યું, “મેં તારી પ્રાર્થના અને તારા કાલાવાલા સાંભળ્યા છે. મારે નામે મારી ભક્તિ કરવા સદાના સ્થાન તરીકે તેં બાંધેલા આ મંદિરને મેં પવિત્ર કર્યું છે. હું તેનું હરહંમેશ લક્ષ રાખીશ અને તેનું રક્ષણ કરીશ.


પછી યશાયાએ હિઝકિયાને સંદેશો મોકલ્યો કે રાજાની પ્રાર્થનાના પ્રત્યુત્તરમાં


યશાયા રાજા પાસેથી ગયો, પણ તે રાજમહેલનો મયખંડ પસાર કરે તે પહેલાં પ્રભુએ તેને


ઈશ્વર પોતે અમારા આગેવાન છે અને તેમના યજ્ઞકારો તમારી સામેની લડાઈમાં રણભેરી વગાડવા તેમનાં રણશિંગડાં લઈને અહીં અમારી સાથે છે. હે ઇઝરાયલીઓ, તમે તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુની સામે લડશો નહિ! તમે જીતી શકવાના નથી.”


યોશિયા હજી તો તેની કિશોરાવસ્થામાં હતો ત્યારે પોતાના અમલના આઠમે વર્ષે પોતાના પૂર્વજ દાવિદ રાજાના ઈશ્વરની આરાધના શરૂ કરી. ચાર વર્ષ પછી તેણે પૂજાનાં ઉચ્ચસ્થાનો, અશેરા દેવીની પ્રતિમાઓ અને અન્ય કોતરેલી કે ઢાળેલી મૂર્તિઓ તોડી નાખી ને તે યહૂદિયા અને યરુશાલેમને શુદ્ધ કરવા લાગ્યો.


ઈશ્વરે પોતાની આજ્ઞા પાઠવીને તેમને સાજા કર્યા અને વિનાશના ગર્તમાંથી તેમને જીવતા બહાર કાઢયા.


મેં મારું આચરણ તમારી સમક્ષ કબૂલ્યું અને તમે મને ઉત્તર આપ્યો; હવે તમારાં ફરમાન મને શીખવો.


અલબત્ત, આંસુ સારતાં સારતાં વાવનારા જયજયકાર સહિત લણે છે.


તે દયભંગિતોને સાજા કરે છે; તે તેમના ઘા રૂઝવે છે.


પ્રભુ જેમનાં મન દુ:ખથી ભાંગી પડયાં છે તેમની નિકટ છે, અને જેમનો આત્મા દુ:ખમાં દબાઈ ગયો છે તેમને તે બચાવે છે.


હે પ્રભુ, મારી પ્રાર્થના સાંભળો, મારા પોકારો લક્ષમાં લો, મારાં આંસુ પ્રત્યે મૌન ન સેવો. કારણ, હું તમારો થોડા સમયનો મહેમાન છું અને મારા પૂર્વજોની જેમ હું પણ પ્રવાસી છું.


તમે મારી રખડામણો ગણો છો, મારાં આંસુને તમારી મશકમાં સંઘરો છો. શું તેઓ તમારા પુસ્તકમાં નોંધેલાં નથી?


પછી જે દિવસે હું તમને પોકારીશ, ત્યારે મારા શત્રુઓ પીછેહઠ કરશે; હું જાણું છું કે ઈશ્વર મારી પડખે છે.


મારા શત્રુઓ પરાજયથી લજ્જિત અને વ્યથિત થશે; તેઓ ભોંઠા પડીને એકાએક નાસી છૂટશે.


હે પ્રાર્થનાના સાંભળનાર ઈશ્વર, સમસ્ત માનવજાત પોતાનાં પાપોને લીધે તમારી પાસે આવશે.


અમારા અપરાધ અમારા પર ફાવી જાય છે; પણ તમે તેમને માફ કરો છો.


તેમણે કહ્યું, “જો તમે તમારા ઈશ્વર પ્રભુની, એટલે મારી વાણી સાંભળશો, મારી દૃષ્ટિમાં જે યથાર્થ છે તે કરશો અને મારી આજ્ઞાઓ પાળશો અને એ રીતે સંપૂર્ણ રીતે મને આધીન રહેશો તો જે રોગ હું ઇજિપ્તીઓ પર લાવ્યો તેમાંનો એક પણ રોગ હું તમારા પર મોકલીશ નહિ; કારણ, હું ‘યાહવે - રોફેકા’ એટલે તમને સાજા કરનાર તમારો પ્રભુ છું.”


પછી પ્રભુએ કહ્યું, “મેં ઇજિપ્તમાંના મારા લોકની દુર્દશા જોઈ છે. તેમના મુકાદમોના જુલમથી છૂટવાનો તેમનો પોકાર મેં સાંભળ્યો છે.


ઇઝરાયલીઓનો વિલાપ મારી પાસે પહોંચ્યો છે. વળી, ઇજિપ્તના લોકો તેમના પર જે રીતનો જુલમ ગુજારે છે તે મેં જોયો છે.


પ્રભુ ઇજિપ્તીઓ પર પ્રહાર કરશે પણ તેમને સાજા કરશે. તેઓ પ્રભુ તરફ પાછા ફરશે અને તે તેમની પ્રાર્થનાઓ સાંભળીને તેમને સાજા કરશે.


ત્યારે હિઝકિયા રાજાએ પૂછયું, “હું પ્રભુને મંદિર જઈશ એની શી નિશાની છે?”


“તું હિઝકિયા પાસે પાછો જઈને તેને કહે, ‘હું તારા પૂર્વજ દાવિદનો ઈશ્વર છું. મેં તારી પ્રાર્થના સાંભળી છે અને તારાં આંસુ જોયાં છે. હું તારું આયુષ્ય બીજાં પંદર વર્ષ વધુ લંબાવીશ.


કાન દઈને મારું સાંભળો અને મારી પાસે આવો. મારી પાસે આવો એટલે તમને જીવન પ્રાપ્ત થશે. હું તમારી સાથે સનાતન કરાર કરીશ અને દાવિદને વચનપૂર્વક આપેલી આશિષો તમને આપીશ.


ઈશ્વરે કહ્યું, ’હું અબ્રાહામનો ઈશ્વર છું, ઇસ્હાકનો ઈશ્વર છું, અને યાકોબનો ઈશ્વર છું,’ એનો અર્થ એ થયો કે તે મરેલાંઓના નહિ, પણ જીવતાંઓના ઈશ્વર છે.


પણ દૂતે તેને કહ્યું, “ઝખાર્યા, ગભરાઈશ નહિ, ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી છે, અને તારી પત્ની એલીસાબેતને પુત્ર થશે. તારે તેનું નામ યોહાન પાડવું.


“બે માણસો પ્રાર્થના કરવા માટે મંદિરમાં ગયા; એમાંનો એક ફરોશી હતો.


પછી ઈસુએ તેને મંદિરમાં મળીને કહ્યું, “જો, હવે તું સાજો થયો છે. હવેથી પાપ કરતો નહિ, નહિ તો તારી હાલત વધારે ખરાબ થશે.”


“હવે સમજો કે હું જ એકમાત્ર ઈશ્વર છું, મારા સિવાય અન્ય કોઈ ઈશ્વર નથી. હું મારું છું અને હું જીવાડું છું અને મારા હાથમાંથી છોડાવી શકે એવો કોઈ જ નથી.


સર્વનું સર્જન કરનાર અને ટકાવી રાખનાર ઈશ્વરને એ ઘટિત હતું કે તે તેમનાં ઘણાં સંતાનોને પોતાના મહિમાના ભાગીદાર બનાવવા એ સંતાનોના ઉદ્ધારર્ક્તા ઈસુને દુ:ખ દ્વારા પરિપૂર્ણ કરે.


કારણ, રાજ્યાસનના કેન્દ્રસ્થાને જે હલવાન છે તે તેમનો ઘેટાંપાળક બનશે અને તેમને જીવતા પાણીનાં ઝરણાંઓએ દોરી જશે. ઈશ્વર તેમની આંખોમાંનું એકેએક આંસુ લૂછી નાખશે.”


પછી શમુએલે તેની શીશી લઈને શાઉલના માથા પર તેલ રેડયું અને તેને ચુંબન કરતાં કહ્યું, “પ્રભુએ પોતાના ઇઝરાયલી લોકો પર રાજા તરીકે તારો અભિષેક કર્યો છે. તું પ્રભુના લોક પર રાજ કરીશ અને તેમને તેમના સર્વ શત્રુઓથી બચાવીશ. ઈશ્વરે પોતાના લોકો પર તને રાજા તરીકે પસંદ કર્યો છે તેનો આ પુરાવો છે.


“આવતી કાલે આ સમયે હું તારી પાસે બિન્યામીનના કુળનો એક માણસ મોકલીશ. મારા ઇઝરાયલી લોક પર તેનો રાજા તરીકે અભિષેક કરજે. તે તેમનો પલિસ્તીઓથી છુટકારો કરશે. મેં મારા લોકનું દુ:ખ જોયું છે અને સહાય માટેનો તેમનો પોકાર સાંભળ્યો છે.”


Lean sinn:

Sanasan


Sanasan