Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 20:1 - પવિત્ર બાઇબલ C.L.

1 એ અરસામાં હિઝકિયા રાજા મરણતોલ બીમાર પડયો. આમોસના પુત્ર સંદેશવાહક યશાયાએ તેની પાસે જઈને કહ્યું, “તું તારા રાજકારભારનો પ્રબંધ કર એવું પ્રભુ કહે છે. કારણ, તું સાજો થવાનો નથી; પણ મૃત્યુ પામવાનો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 તે દિવસોમાં હિઝકિયા મરણતોલ માંદો પડ્યો. આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેની પાસે આવીને તેને કહ્યું, “યહોવા આમ કહે છે કે, ’તારા ઘરનો બંદોબસ્ત કર, કેમ કે તું મરી જશે, ને જીવશે નહિ.’”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 તે દિવસોમાં હિઝકિયા મરણતોલ માંદો પડ્યો. ત્યારે આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેની પાસે આવીને તેને કહ્યું, “યહોવાહ કહે છે, ‘તારા કુટુંબનો બંદોબસ્ત કર; કેમ કે, તું મરી જશે, જીવશે નહિ.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 આ સમય દરમ્યાન રાજા હિઝિક્યા મરણતોલ માંદગીમાં સપડાયો, ત્યારે આમોસના પુત્ર યશાયા પ્રબોધકે તેની મુલાકાતમાં રાજાને કહ્યું, “આ યહોવાનાં વચન છે, ‘તારા કુટુંબની છેલ્લી વ્યવસ્થા જે કરવી હોય તે કરી લે, મરણની તૈયારી કર, હવે તું સાજો થવાનો નથી.’”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 20:1
15 Iomraidhean Croise  

અહિથોફેલે જોયું કે તેની સલાહ માનવામાં આવી નથી એટલે તેણે ગધેડા ઉપર જીન બાંધ્યું અને તેના પર સવાર થઈને પોતાના શહેરમાં જતો રહ્યો. પોતાના ઘરની વ્યવસ્થા કરીને તેણે પોતે ફાંસી ખાધી. તેને તેના કુટુંબની કબરમાં દફનાવવામાં આવ્યો.


અને તેને કહ્યું, “પ્રભુ આમ કહે છે: જેમનો સંપર્ક સાધીને પૂછી શકાય એ ઈશ્વર ઇઝરાયલમાં નથી કે તેં એક્રોનના દેવ બઆલને પૂછવા સંદેશકો મોકલ્યા? તો હવે તું સાજો થવાનો નથી; પણ નક્કી મૃત્યુ પામશે.”


રાજાને જઈને કહો કે પ્રભુ આમ કહે છે: ‘તને થયેલી ઈજાઓમાંથી તું સાજો થવાનો નથી; તું નક્કી મૃત્યુ પામશે.” એલિયાએ પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું;


તેણે રાજમહેલના અધિકારી એલિયાકીમને, રાજમંત્રી શેબ્નાને અને અગ્રણી યજ્ઞકારોને આમોસના પુત્ર સંદેશવાહક યશાયા પાસે મોકલ્યા. તેમણે પણ કંતાનનાં વસ્ત્ર પહેર્યાં હતાં.


પછી યશાયાએ હિઝકિયાને સંદેશો મોકલ્યો કે રાજાની પ્રાર્થનાના પ્રત્યુત્તરમાં


હિઝકિયાએ દીવાલ તરફ મોં રાખીને પ્રાર્થના કરી:


ત્યાર પછી પ્રભુએ મોશેને કહ્યું, “જો, તારા મૃત્યુનો દિવસ પાસે આવી રહ્યો છે; માટે યહોશુઆને બોલાવ અને તમે બંને મુલાકાતમંડપમાં હાજર થાઓ જેથી હું તેની નિમણૂક કરું.” મોશે અને યહોશુઆ મંડપમાં ગયા;


પ્રભુએ મોશેને કહ્યું, “હવે તું થોડા સમયમાં તારા પૂર્વજો સાથે પોઢી જશે. પછી આ લોકો મારી વિરુધ થઈ જશે, તેઓ મારો ત્યાગ કરશે અને મને બેવફા નીવડીને જે દેશમાં તેઓ વસવા જાય છે ત્યાંનાં અન્ય દેવદેવીઓને અનુસરશે, અને એમ તેમની સાથેનો મારો કરાર ઉથાપશે.”


ખરેખર તે મરણતોલ માંદો હતો, પણ ઈશ્વરે તેના પર દયા કરી. માત્ર તેના પર જ નહિ, પણ મારા પર પણ; એ માટે કે મને વધુ શોક ન થાય.


કારણ, ખ્રિસ્તના કાર્યને લીધે પોતાના જીવનું જોખમ વહોરીને, તે મરણની નજીક આવી ગયો. એ માટે કે જે મદદ તમે મને આપી શક્યા નહિ તે તેના દ્વારા પૂરી કરવામાં આવે.


Lean sinn:

Sanasan


Sanasan