Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 2:5 - પવિત્ર બાઇબલ C.L.

5 ત્યાં રહેતા કેટલાક સંદેશવાહકોના જૂથે એલિશા પાસે જઈને તેને પૂછયું, “પ્રભુ આજે તમારા ગુરુને તમારી પાસેથી લઈ લેવાના છે એની તમને ખબર છે ખરી?” એલિશાએ જવાબ આપ્યો, “હા, મને ખબર છે. પણ હવે કશું બોલશો નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 યરીખોમાં પ્રબોધકોના જે પુત્રો હતા, તેઓએ એલિશાની પાસે આવીને તેને કહ્યું, “યહોવા આજે તમારા ગુરુને તમારા શિરથી લઈ લેશે, એ શું તમે જાણો છો?” તેણે કહ્યું, “હા, હું તે જાણું છું; તમે ચૂપ રહો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પછી યરીખોમાં રહેતા પ્રબોધકોના દીકરાઓએ એલિશા પાસે આવીને તેને કહ્યું, “શું તું જાણે છે કે, ઈશ્વર આજે તારા ગુરુને તારા શિરેથી દૂર લઈ લેશે?” એલિશાએ કહ્યું, “હા, હું તે જાણું છું, પણ તમે તે વિષે કશી વાત કરશો નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 યરીખોમાં રહેતા પ્રબોધકોના સંઘે એલિશા પાસે જઈ તેને કહ્યું, “તને ખબર છે કે, યહોવા આજે તારા ધણીને તારાથી દૂર લઇ જવાના છે?” તેણે કહ્યું, “મને ખબર છે, હવે કશું બોલશો નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 2:5
18 Iomraidhean Croise  

પણ તેના પિતાએ નકાર કરતાં કહ્યું, “દીકરા, મને ખબર છે. એ પણ એક પ્રજાનો પિતા થશે અને મહાન થશે, પણ એનો નાનો ભાઈ એના કરતાં પણ મોટો થશે અને તેના વંશમાં પ્રજાઓના સમુદાયનું નિર્માણ થશે.”


પ્રભુની આજ્ઞાથી સંદેશવાહકોના જૂથના એક સભ્યે તેના સાથી સંદેશવાહકને તેને મારવા આજ્ઞા કરી, પણ તેણે ના પાડી.


ત્યાં બેથેલમાં રહેતા કેટલાક સંદેશવાહકોના જૂથે એલિશા પાસે જઈને તેને પૂછયું, “પ્રભુ આજે તમારા ગુરુને તમારી પાસેથી લઈ લેવાના છે એની તમને ખબર છે ખરી?” એલિશાએ જવાબ આપ્યો, “હા, મને ખબર છે. પણ હવે કશું બોલશો નહિ.”


સંદેશવાહકોના સંઘના એક સભ્યની વિધવાએ એલિશા પાસે જઈને તેને કહ્યું, “ગુરુજી, તમારા સેવક મારા પતિ મરણ પામ્યા છે! તમે જાણો છો કે તે ઈશ્વરથી ડરીને ચાલનાર હતા, પણ હવે તેમનો લેણદાર દેવા પેટે મારા બે પુત્રોને ગુલામ તરીકે લઈ જવા આવ્યો છે.”


ગેહઝીએ જવાબ આપ્યો, “ના. મને મારા માલિકે તમને કહેવા મોકલ્યો છે કે એફ્રાઈમના પહાડીપ્રદેશમાંથી સંદેશ- વાહકોના સંઘના બે માણસો હમણાં જ આવી પહોંચ્યા છે અને તમે તેમને ચાંદીના ત્રણ હજાર સિક્કા અને મુલાયમ વસ્ત્રની બે જોડ આપો.”


એક દિવસે એલિશા હસ્તકના સંદેશવાહકોના સંઘે તેની આગળ રજૂઆત કરી, “આપણે રહેવાની જગા ઘણી સાંકડી છે!


દરમ્યાનમાં એલિશા સંદેશવાહકે એક યુવાન સંદેશવાહકને બોલાવીને કહ્યું, “તૈયાર થા અને ગિલ્યાદના રામોથમાં જા. તારી સાથે આ ઓલિવ તેલની કૂપી લઈ જા.


ફાડવાનો સમય અને સાંધવાનો સમય, ચૂપ રહેવાનો સમય અને બોલવાનો સમય,


ઈશ્વર કહે છે, “હે ટાપુઓ, મારી આગળ શાંત થાઓ! પ્રજાઓ પોતાની તાક્ત એકઠી કરે! તેઓ આગળ આવીને પોતાનો દાવો રજૂ કરે. આવો, અદાલતમાં એકત્ર થઈ તેનો નિકાલ લાવીએ.”


ત્યારે આમોસે જવાબ આપ્યો, “હું કંઈ સંદેશવાહક નહોતો અથવા કોઈ સંદેશવાહકના શિષ્યમંડળનો સભ્ય નહોતો. હું તો ભરવાડ હતો અને ગુલ્લર વૃક્ષોનો ઉછેરનાર હતો.


પ્રભુ પોતાના પવિત્ર મંદિરમાં છે અને પૃથ્વી પરનાં સૌ તમે તેમની સમક્ષ ચૂપ રહો!


તેઓ તેમને આશિષ આપતા હતા, તેવામાં ઈસુ તેમનાથી છૂટા પડયા અને આકાશમાં લઈ લેવાયા.


તેમણે કહ્યું, “ઓ ગાલીલવાસીઓ, તમે ત્યાં ઊભા ઊભા આકાશ તરફ શા માટે તાકી રહ્યા છો? ઈસુ તમારી મયેથી આકાશમાં લઈ લેવાયા છે. એ જ ઈસુ જેમને તમે આકાશમાં જતા જોયા, તે તે જ રીતે પાછા આવશે.”


ત્યાં સુધી તેમણે કરેલાં કાર્યો તથા તેમના શિક્ષણ વિષે મેં મારા પ્રથમ પુસ્તકમાં તમને લખ્યું હતું. તેમને લઈ લેવામાં આવ્યા તે પહેલાં પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા તેમણે પોતાના પસંદ કરેલા પ્રેષિતોને આદેશ આપ્યો.


પાઉલે જવાબ આપ્યો, “નામદાર, હું પાગલ નથી. હું સીધીસાદી ભાષામાં બોલી રહ્યો છું.


પછી તું ગિબ્યામાં ઈશ્વરના પર્વતે જઈશ. જ્યાં પલિસ્તીઓની છાવણી હશે. નગરના પ્રવેશદ્વારે તને સિતાર, ડફ, વાંસળી અને વીણા વગાડતા અને પર્વત પરની વેદી પરથી ઊતરી આવતા સંદેશવાહકોની એક ટોળી મળશે. તેઓ ગાનતાનમાં તલ્લીન હશે.


Lean sinn:

Sanasan


Sanasan