Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 2:4 - પવિત્ર બાઇબલ C.L.

4 પછી એલિયાએ એલિશાને કહ્યું, “હવે અહીં રોકાઈ જા; પ્રભુએ મને યરીખો જવા કહ્યું છે.” પણ એલિશાએ ઉત્તર આપ્યો, “પ્રભુના અને તમારા જીવના સમ ખાઈને કહું છું કે હું તમને છોડીને જવાનો નથી. ” તેથી તેઓ યરીખો ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 એલિયાએ એલિશાને કહ્યું, “એલિશા, કૃપા કરીને તું અહી થોભ; કેમ કે યહોવાએ મને યરીખો મોકલ્યો છે.” એલિશાએ કહ્યું, “જીવતા યહોવાના સમ તથા તમારા જીવના સમ કે, હું તમને છોડીશ નહિ.” માટે તેઓ યરીખો આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 એલિયાએ એલિશાને કહ્યું, “એલિશા, કૃપા કરી તું અહીં રહે, કેમ કે ઈશ્વર મને યરીખો મોકલે છે.” એલિશાએ ફરીથી કહ્યું, “જીવતા ઈશ્વરના અને તારા સમ કે, હું તને છોડીશ નહિ.” માટે તેઓ યરીખો ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 પછી એલિયાએ કહ્યું, “એલિશા, તું અહીં રોકાઈ જા, યહોવા મને યરીખો મોકલે છે.” એલિશાએ ફરીથી જવાબ આપ્યો, “યહોવાના અને તમાંરા સમ કે હું તમને છોડીને જવાનો નથી.” અને તેઓ યરીખો ગયા.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 2:4
10 Iomraidhean Croise  

તેના અમલ દરમ્યાન બેથેલના હિએલે યરીખો બાંધ્યું. નૂનના પુત્ર યહોશુઆ મારફતે પ્રભુએ ભવિષ્ય ભાખ્યું હતું તેમ હિએલે યરીખોનો પાયો નાખ્યો ત્યારે તેનો જ્યેષ્ઠપુત્ર અબિરામ મરણ પામ્યો અને તેના દરવાજા બાંયા ત્યારે તેનો સૌથી નાનો પુત્ર સગૂબ મરણ પામ્યો.


અને રસ્તે જતાં એલિયાએ એલિશાને કહ્યું, “હવે અહીં રોકાઈ જા; પ્રભુએ મને બેથેલ જવા કહ્યું છે.” પણ એલિશાએ ઉત્તર આપ્યો, “પ્રભુના અને તમારા જીવના સમ, હું તમને છોડીને જવાનો નથી.” એમ તેઓ બેથેલ ગયા.


સ્ત્રીએ એલિશાને કહ્યું, “પ્રભુના અને તમારા જીવના સમ, હું તમને મૂકીને જવાની નથી.” તેથી એલિશા ઊઠીને તેની સાથે ગયો.


ઈસુ યરીખો ગયા, અને શહેરમાં થઈને પસાર થતા હતા.


લોકોને ઈશ્વરની કૃપા મળેલી જોઈને તેને ખૂબ આનંદ થયો. તેણે સૌને પોતાના પૂરા દયથી પ્રભુને નિષ્ઠાપૂર્વક વળગી રહેવા આગ્રહ કર્યો.


તેઓ તેમનો સમય પ્રેષિતો પાસેથી શિક્ષણ મેળવવામાં, સંગતમાં ભાગ લેવામાં, પ્રભુભોજનમાં અને પ્રાર્થના કરવામાં ગાળતા.


ઇઝરાયલીઓને શહેરમાં ધૂસી જતા અટકાવવા માટે યરીખોના દરવાજા બરાબર બંધ કરીને તેમને સુરક્ષિત કરી દેવામાં આવ્યા. તેથી ન તો કોઈ શહેરની બહાર જઈ શકતું કે ન તો કોઈ અંદર પ્રવેશી શકતું.


આ સમયે યહોશુઆએ પ્રભુની સમક્ષ લોકો પાસે આવી શાપવાણી ઉચ્ચારાવી: “જે કોઈ યરીખો નગર ફરીથી બાંધવાનો પ્રયાસ કરે, તેના પર પ્રભુ સમક્ષ શાપ ઊતરો. જે કોઈ તેનો પાયો નાખે, તે તેનો સૌથી મોટો પુત્ર ગુમાવે; જે કોઈ તેના દરવાજા બાંધે, તે તેનો સૌથી નાનો પુત્ર ગુમાવે.”


પરંતુ રૂથે કહ્યું, “તમને છોડીને મને પાછી જવાનું ન કહેશો. તમારી સાથે આવતાં મને ન રોકશો. કારણ, જ્યાં તમે જશો ત્યાં હું પણ આવીશ, અને જ્યાં તમે વસશો ત્યાં જ હું વસીશ. તમારાં સ્વજનો તે મારાં સ્વજનો, અને તમારા ઈશ્વર તે મારા ઈશ્વર થશે.


હાન્‍નાએ એલીને પૂછયું, “ગુરુજી, તમે મને ઓળખો છો? તમે જે સ્ત્રીને અહીં ઊભી રહીને પ્રાર્થના કરતી જોઈ હતી તે જ હું છું.


Lean sinn:

Sanasan


Sanasan