Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 2:3 - પવિત્ર બાઇબલ C.L.

3 ત્યાં બેથેલમાં રહેતા કેટલાક સંદેશવાહકોના જૂથે એલિશા પાસે જઈને તેને પૂછયું, “પ્રભુ આજે તમારા ગુરુને તમારી પાસેથી લઈ લેવાના છે એની તમને ખબર છે ખરી?” એલિશાએ જવાબ આપ્યો, “હા, મને ખબર છે. પણ હવે કશું બોલશો નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને બેથેલમાં પ્રબોધકોના જે પુત્રો હતા તેઓએ એલિશા પાસે બહાર આવીને તેને કહ્યું, “યહોવા તમારા ગુરુને તમારે શિરથી આજે લઈ લેશે, એ શું તમે જાણો છો?” તેણે કહ્યું, “હા, હું તે જાણું છું; તમે ચૂપ રહો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 બેથેલમાં રહેતા પ્રબોધકોના દીકરાઓએ એલિશા પાસે આવીને તેને કહ્યું, “શું તું જાણે છે કે, ઈશ્વર આજે તારા ગુરુને તારા શિરેથી દૂર લઈ લેશે?” એલિશાએ કહ્યું, “હા, હું તે જાણું છું, પણ તમે તે વિષે કશી વાત કરશો નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 આથી તેઓ બન્ને બેથેલ ગયા. બેથેલમાં રહેતા પ્રબોધકોનો સંઘ એલિશાને મળવા આવ્યો અને તેમણે તેને કહ્યું, “ખબર છે કે, યહોવા આજે તારા ધણીને તારાથી દૂર લઇ જવાના છે!” એલિશાએ કહ્યું, “મને ખબર છે, હવે કશું બોલશો નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 2:3
17 Iomraidhean Croise  

અને ઇઝબેલ પ્રભુના સંદેશવાકોને મારી નાખતી હતી ત્યારે ઓબાદ્યાએ સો સંદેશવાહકોને પચાસ પચાસના બે જૂથમાં વહેંચી દઈને ગુફામાં સંતાડયા હતા અને તેમને ખોરાકપાણી પૂરાં પાડયાં હતાં.)


પ્રભુની આજ્ઞાથી સંદેશવાહકોના જૂથના એક સભ્યે તેના સાથી સંદેશવાહકને તેને મારવા આજ્ઞા કરી, પણ તેણે ના પાડી.


યરીખોમાંથી આવેલા પચાસ સંદેશવાહકો તેને જોઈને બોલ્યા, “એલિશા પર એલિયાનો આત્મા ઊતર્યો છે!” તેઓ તેને મળવા આવ્યા અને ભૂમિ પર શિર નમાવીને તેને પ્રણામ કર્યાં.


ત્યાં રહેતા કેટલાક સંદેશવાહકોના જૂથે એલિશા પાસે જઈને તેને પૂછયું, “પ્રભુ આજે તમારા ગુરુને તમારી પાસેથી લઈ લેવાના છે એની તમને ખબર છે ખરી?” એલિશાએ જવાબ આપ્યો, “હા, મને ખબર છે. પણ હવે કશું બોલશો નહિ.”


પચાસ સંદેશવાહકો પણ તેમની પાછળ પાછળ યર્દન ગયા. એલિયા અને એલિશા નદીએ થોભ્યા અને પચાસ સંદેશવાહકો થોડે દૂર ઊભા રહ્યા.


સંદેશવાહકોના સંઘના એક સભ્યની વિધવાએ એલિશા પાસે જઈને તેને કહ્યું, “ગુરુજી, તમારા સેવક મારા પતિ મરણ પામ્યા છે! તમે જાણો છો કે તે ઈશ્વરથી ડરીને ચાલનાર હતા, પણ હવે તેમનો લેણદાર દેવા પેટે મારા બે પુત્રોને ગુલામ તરીકે લઈ જવા આવ્યો છે.”


એકવાર આખા દેશમાં દુકાળ હતો ત્યારે એલિશા ગિલ્ગાલ આવ્યો. તે સંદેશવાહકોના સંઘને શિક્ષણ આપી રહ્યો હતો ત્યારે તેણે તેના નોકરને આગ પર મોટું તપેલું મૂકી તેમને માટે થોડું માંસ બાફીને સેરવો બનાવવા કહ્યું.


ગેહઝીએ જવાબ આપ્યો, “ના. મને મારા માલિકે તમને કહેવા મોકલ્યો છે કે એફ્રાઈમના પહાડીપ્રદેશમાંથી સંદેશ- વાહકોના સંઘના બે માણસો હમણાં જ આવી પહોંચ્યા છે અને તમે તેમને ચાંદીના ત્રણ હજાર સિક્કા અને મુલાયમ વસ્ત્રની બે જોડ આપો.”


એક દિવસે એલિશા હસ્તકના સંદેશવાહકોના સંઘે તેની આગળ રજૂઆત કરી, “આપણે રહેવાની જગા ઘણી સાંકડી છે!


દરમ્યાનમાં એલિશા સંદેશવાહકે એક યુવાન સંદેશવાહકને બોલાવીને કહ્યું, “તૈયાર થા અને ગિલ્યાદના રામોથમાં જા. તારી સાથે આ ઓલિવ તેલની કૂપી લઈ જા.


હું તથા પ્રભુએ મને આપેલાં આ બાળકો સિયોન પર્વત પર નિવાસ કરનાર સર્વસમર્થ પ્રભુ તરફથી ઇઝરાયલમાં નિશાની અને પ્રતીક સમા છીએ.


ત્યારે આમોસે જવાબ આપ્યો, “હું કંઈ સંદેશવાહક નહોતો અથવા કોઈ સંદેશવાહકના શિષ્યમંડળનો સભ્ય નહોતો. હું તો ભરવાડ હતો અને ગુલ્લર વૃક્ષોનો ઉછેરનાર હતો.


પછી પાઉલે કહ્યું, “હું પણ યહૂદી છું. હું કિલીકિયાના તાર્સસમાં જન્મેલો અને ગમાલીએલના વિદ્યાર્થી તરીકે અહીં યરુશાલેમમાં જ ઉછરેલો છું. આપણા પૂર્વજોના નિયમશાસ્ત્રનું મને ચુસ્ત શિક્ષણ મળ્યું હતું, અને તમારી જેમ જ હું પણ ઈશ્વરને માટે ધર્મઝનૂની હતો.


પ્રભુ પોતાના લોક પર પ્રેમ રાખે છે અને જેઓ તેમને સમર્પિત છે તેમને સાચવે છે, તેઓ તેમને ચરણે બેસે છે, અને તેમનો સંદેશ સ્વીકારે છે.


પછી તું ગિબ્યામાં ઈશ્વરના પર્વતે જઈશ. જ્યાં પલિસ્તીઓની છાવણી હશે. નગરના પ્રવેશદ્વારે તને સિતાર, ડફ, વાંસળી અને વીણા વગાડતા અને પર્વત પરની વેદી પરથી ઊતરી આવતા સંદેશવાહકોની એક ટોળી મળશે. તેઓ ગાનતાનમાં તલ્લીન હશે.


તેથી તેણે તેની ધરપકડ કરવા કેટલાક માણસો મોકલ્યા. તેમણે શમુએલની આગેવાની હેઠળ ગાનતાનમાં ભાવવિભોર થયેલા સંદેશવાહકોની ટોળી જોઈ. પછી ઈશ્વરના આત્માએ શાઉલના માણસોનો કબજો લીધો અને તેઓ પણ નાચવા તથા પોકારવા લાગ્યા.


Lean sinn:

Sanasan


Sanasan